દિવાળી તહેવારને લઈ GMRCનો મોટો નિર્ણય: સુરક્ષાના કારણોસર 8મી નવેમ્બરે સાંજે 7:00 વાગ્યા પછી મેટ્રો સેવા બંધ
Ahmedabad News: દિવાળીના પાવન અવસરે મુસાફરોની સુવિધા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 8મી નવેમ્બરે દિવાળીના દિવસે મેટ્રો મેટ્રો ટ્રેન સેવા વહેલી બંધ થશે
Ahmedabad News: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિશેષ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. દિવાળીના દિવસે મુસાફરો પોતાના ગંતવ્ય સ્થાન સુધી સમયસર પહોંચી શકે તે માટે આ આયોજન કરાયું છે. આગામી 8 નવેમ્બરે મેટ્રો સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ કરવામાં આવશે. તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાનો હેતુ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
'ટ્રમ્પના મિત્ર' નેતન્યાહુને મોટો ઝટકો, ગાદી આઈસેનકોટને નવી સરકાર બનાવવાનું આમંત્રણ, જાણો ઇઝરાયલમાં કેવી રીતે થઈ સત્તા પરિવર્તન?
વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે ૭:૦૦ વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ
આ વિશેષ વ્યવસ્થા હેઠળ મેટ્રો રૂટ્સ પર સમય મર્યાદિત કરવામાં આવ્યો છે. વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે 7 વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે. વિવિધ ટર્મિનલ સ્ટેશનો પરથી સાંજે તથા રાત્રે ઉપડતી છેલ્લી ટ્રેનનો પ્રસ્થાન સમય પણ આ જ કારણોસર મર્યાદિત કરવામાં આવ્યો છે.
GMRC દ્વારા નાગરિકોને અપીલ
દિવાળીની રાત્રે મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છે, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે આ સાવચેતીપૂર્વકનું પગલું લેવાયું છે. GMRC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ બદલાયેલા સમયને ધ્યાનમાં રાખીને જ પોતાની મુસાફરીનું આયોજન કરે.
જાપાનમાં ભયાનક ભૂકંપથી ડરનો માહોલ; રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા, ઘરોની બારીઓ તૂટી, 22 લોકો ગંભીર રીતે ઘાયલ
સમાચારનો મુખ્ય અંશો;-
- દિવાળીના દિવસે ૮મી નવેમ્બરે મેટ્રો ટ્રેન સેવા વહેલી બંધ થશે
- મેટ્રો સમયમાં ફેરફાર: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા વિશેષ સમયપત્રક જાહેર કરાયું છે.
- ૮મી નવેમ્બરે વ્યવસ્થા: મુસાફરો અને સંચાલનની સુરક્ષાને કારણે ૮ નવેમ્બરે મેટ્રો સેવાઓ નિર્ધારિત સમય કરતાં વહેલી બંધ થશે.
- કોરિડોર મુજબ સમય: વસ્ત્રાલ ગામ - થલતેજ અને એપીએમસી કોરિડોર પર સાંજે ૭:૦૦ વાગ્યા સુધી જ મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે.
- છેલ્લી ટ્રેન: વિવિધ ટર્મિનલ સ્ટેશનો પરથી રાત્રે અથવા સાંજે છેલ્લી ટ્રેનના પ્રસ્થાનનો સમય મર્યાદિત કરવામાં આવ્યો છે.
- સુરક્ષા પ્રાથમિકતા: દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાના કારણે થતી અસરોને રોકવા માટે આ સુરક્ષાત્મક પગલું લેવાયું છે.