• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ICICI બેંકના ખોટા લેબલ અને 'ચિલ્ડ્રન બેંક'ની નોટો: ઉંઝાના વેપારી સાથે 40 લાખની છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ

ICICI બેંકના ખોટા લેબલ અને 'ચિલ્ડ્રન બેંક'ની નોટો: ઉંઝાના વેપારી સાથે 40 લાખની છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ

AHMEDABAD FAKE CURRENCY NOTE: અમદાવાદ શહેરમાં નકલી ચલણી નોટો આપીને વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરવાનો પ્રયાસ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. ઉંઝાના વેપારી સાથે 40 લાખની છેતરપિંડી થયા બાદ ફરી અમદાવાદમાં 10 લાખનું પેમેન્ટ આપવાના બહાને આરોપીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ કેસમાં પોલીસે રાહુલસિંગ વિજયસિંગ ઠાકુર અને માલચંદ પરમેશ્વરલાલ શર્માની ધરપકડ કરી છે.

Written ByKinjal Patel
Published: Nov 21, 2026, 13:28 IST|Updated: Nov 21, 2026, 13:29 IST
joinshare
ICICI બેંકના ખોટા લેબલ અને 'ચિલ્ડ્રન બેંક'ની નોટો: ઉંઝાના વેપારી સાથે 40 લાખની છેતરપિંડી કરનારી ગેંગનો પર્દાફાશ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન/અમદાવાદ: 40 લાખની અસલી ડીલ પાછળ છુપાયેલો નકલી નોટોનો ખેલનો ઘાટલોડિયા પોલીસે પર્દાફાશ કર્યો ચિલ્ડ્રન બેંકની નોટ દ્વારા ઊંઝાના વેપારી સાથે 40 લાખની ઠગાઈ કર્યા બાદ આરોપીઓ ફરી એકવાર અમદાવાદમાં એ જ ખેલ કરવા આવ્યા હતા. જોકે આ વખતે ઘાટલોડિયા પોલીસના છટકુ ગોઠવીને દિલ્હી અને રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી. આ રેકેટ નોઈડા અને દિલ્હી સુધી ફેલાયેલા નકલી નોટોના નેટવર્કની કડીઓ સામે આવી છે. કોણ છે આરોપીઓ અને શું છે મોડ્સ ઓપરેન્ડી જોઈએ આ અહેવાલ

સુભાષ બ્રિજ દુર્ઘટનાના એક વર્ષ બાદ AMC સફાળું જાગ્યું: અમદાવાદના આ 14 બ્રિજનું થશે 'હેલ્થ ચેકઅપ'

આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે, ઊંઝાના બી.બી. ટ્રેડર્સના વેપારી રોહિત કુમાર પટેલ.તેઓ જીરું અને વરિયાળીનો વેપાર કરે છે. નાગપુરથી વેપારના રૂ.40 લાખ મંગાવવા માટે તેમણે ઓનલાઈન આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. 17 નવેમ્બરે બે શખ્સો બેંકની પટ્ટી મારેલા નોટોના બંડલ ભરેલો થેલો લઈને ઊંઝા પહોંચ્યા હતા. બંડલની બહાર બેંકની પટ્ટી હોવાથી વેપારીને ચલણ અસલી હોવાની ખાતરી થઈ હતી. બીજી તરફ નાગપુર ખાતે રૂ.40 લાખનું પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું હતું. પરંતુ થેલો ખોલતાં જ આખો ખેલ સામે આવ્યો હતો. અંદર એકપણ અસલી નોટ નહોતી.. તમામ બંડલમાં 'ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા' લખેલી નકલી નોટો હતી. વેપારી સાથે રૂ.40 લાખની છેતરપિંડી થઈ હોવાનું સમજાતાં પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો.

આ ફોન જ પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવાની કડી બન્યો..

ઊંઝાના વેપારીને આ રીતે રૂ.40 લાખ ઠગાઈ થઈ ગયા બાદ ફરી એકવાર નાગપુરથી અમદાવાદમાં ફરિયાદીના પિતા નરેન્દ્રભાઈ પટેલને 10 લાખનું પેમેન્ટ મોકલવાનું નાટક રચવામાં આવ્યું હતું..આ વખતે ગેંગને લાગ્યું કે અગાઉની જેમ જ બંડલ પહોંચાડીને કમિશન મેળવી શકાશે. 19 નવેમ્બર બપોરે આરોપીઓએ વોટ્સએપ કોલ કરીને પેમેન્ટ લઈને આવી ગયા હોવાની જાણ કરી હતી..આ ફોન જ પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવાની કડી બન્યો હતો. ફરિયાદીએ તરત જ ઘાટલોડિયા પોલીસ સાથે ફિલ્મી ઢબે છટકું ગોઠવવામાં આવ્યું. સોલા રોડ પર પારસનગર પેટ્રોલ પંપ પાસે ત્રણ રસ્તા પર બોલાવવામાં આવ્યો. આરોપીઓ નોટોના બંડલ બતાવવા પહોંચ્યા ત્યારે પોલીસે તેમને ચારે તરફથી ઘેરી બંને શખ્સો રંગેહાથ ઝડપી લીધા..તેમની પૂછપરછમાં નોઈડાથી દિલ્હી સુધી ફેલાયેલા નેટવર્કની કડીઓ મળી આવી.

'યોગ્ય તક આપ્યા વિના સાક્ષીની ઉલટતપાસ બંધ કરવાનો ટ્રાયલ કોર્ટને અધિકાર નથી', ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

આરોપીની પૂછપરછમાં ગેંગની કડીઓ એક પછી એક ખુલવા લાગી

ઘાટલોડિયા પોલીસની ગિરફ્ત માં રહેલ આરોપી દિલ્હીના રાહુલસિંગ ઠાકુર અને રાજસ્થાનના બિકાનેરના માલચંદ પ્રમેશ્વરલાલ શર્મા ધરપકડ કરાઈ. આરોપીની પૂછપરછમાં ગેંગની કડીઓ એક પછી એક ખુલવા લાગી હતી..આરોપી માલચંદના નોઈડા ખાતે રહેતા ભાઈ ગજાનંદ શર્માએ 'ધનરાજ' નામના શખ્સ સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ ધનરાજના કહેવાથી દિલ્હીના ખીચડીપુર સ્ટેશન પાસે 'વરુણ' નામના શખ્સે બંનેને નકલી નોટોના બંડલ આપ્યા હતા. આ બંડલ અમદાવાદ પહોંચાડવા બદલ બંનેને રૂ.5-5 હજાર કમિશન અને રેલવે ભાડું આપવાની લાલચ આપવામાં આવી હતી.

નકલી નોટો પધરાવવાની આ રીતથી ગેંગ વેપારીઓને નિશાન બનાવતી

એટલે કે, નકલી નોટો તૈયાર કરનારા કે સમગ્ર ખેલના સૂત્રધારો પાછળ રહીને અન્ય લોકોને બંડલ પહોંચાડવાની જવાબદારી સોંપતા હતા..બંડલની તપાસમાં બેંકના લેબલ પાછળનું રહસ્ય ખૂલ્યું પોલીસે કબજે કરેલા 17 બંડલ ખોલીને તપાસ કરતાં દરેકમાં 98 નોટ લેખે કુલ 1,666 નોટો મળી આવી હતી. તમામ નોટો રૂ.500ના દરની હતી. આ નોટોની અસલી ચલણ મુજબ કિંમત રૂ.8.33 લાખ થાય છે. બંડલની બહાર પીળા કાગળ પર ICICI બેંકનાં ખોટાં લેબલ અને સિક્કા મારવામાં આવ્યા હતા. જ્યારે અંદરની નોટો પર 'ભારતીય મનોરંજન બેંક - પાંચ સો કુપન' અને 'CHILDREN BANK OF INDIA' લખેલું હતું. બહારથી અસલી બેંકના બંડલ જેવો દેખાવ ઊભો કરીને અંદર નકલી નોટો પધરાવવાની આ રીતથી ગેંગ વેપારીઓને નિશાન બનાવતી હતી.

અમદાવાદમાં દિલજીતનો ફીવર: નમો સ્ટેડિયમમાં 90 હજારથી વધુ લોકોનો જમાવડો, જાણો હોટલના ભાડા, મેટ્રો શિડ્યુલ, ટ્રાફિક ડાયવર્ઝન અને પોલીસ સુરક્ષાનું A to Z

આ ગેંગે અગાઉ પણ કેટલા વેપારીઓને આ જ રીતે છેતર્યા છે, તેની તપાસ શરૂ

ઘાટલોડિયા પોલીસે બંને આરોપીઓ ઉપરાંત નોઈડાના ગજાનંદ શર્મા, ધનરાજ અને વરુણ સામે બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હવે પોલીસ માટે સૌથી મોટો સવાલ એ છે કે આ ગેંગે અગાઉ પણ કેટલા વેપારીઓને આ જ રીતે છેતર્યા છે અને નકલી નોટોના બંડલ પાછળ હજુ કેટલા લોકો સામેલ છે..આ નકલી નોટો ક્યાંથી આવી? બંડલ તૈયાર કરનાર અને નોટો પૂરી પાડનાર કોણ છે? બીજા કેટલા વેપારીઓ ભોગ બન્યા? ઊંઝાની ઘટના સિવાય અન્ય કોઈ ફરિયાદ નોંધાઈ છે કે નહીં?..આંગડિયા પેઢીનો ઉપયોગ કેવી રીતે થયો? વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે કઈ રીતે સંપર્ક અને પેમેન્ટની વ્યવસ્થા કરાતી હતી? ગેંગનું નેટવર્ક કેટલું મોટું? દિલ્હી, નોઈડા અને રાજસ્થાન ઉપરાંત અન્ય શહેરોમાં પણ સાગરીતો સક્રિય છે કે કેમ?
 

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarati News