SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

12 વર્ષ બાદ EPFOનો મોટો બદલાવ! અમદાવાદના 2 લાખથી વધુ કર્મચારીઓને થશે ફાયદો, જાણો

PF Rules 2026: EPFO વેતન મર્યાદા 15000થી વધારીને 25000 કરી દેવામાં આવી છે. જેનાથી હવે અમદાવાદમાં 2 લાખથી વધુ કર્મચારીઓને સામાજિક સુરક્ષા કવચ મળવાની અપેક્ષા છે. જેની અમદાવાદમાં લગભગ 20000 સંસ્થાઓ પર સીધી અસર થવાની ધારણા અંકાઈ રહી છે. એટલે કે જે કર્મચારીને pf કપાવો છે કે નહીં તેમાં છૂટ મળતા હતા તે હવે નહિ મળે. હવે 25 હજાર વેતન સુધીના કર્મચારીઓએ ફરજિયાત pf કપાવવો પડશે.

Written By Chudasama Krushnapalsinh
Published: Sep 28, 2026, 06:55 PM IST | Updated: Oct 01, 2026, 03:34 PM IST
Join

PF Rules 2026: ભારત સરકારે 17 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવે તે રીતે EPFO હેઠળ ફરજિયાત કવરેજ માટેની વેતન મર્યાદા 15000થી વધારીને 25000 પ્રતિ માસ કરી છે. લગભગ 12 વર્ષ બાદ કરવામાં આવેલા આ સુધારાથી દેશભરમાં 51 લાખથી વધુ વધારાના કર્મચારીઓ ફરજિયાત EPFO કવરેજ હેઠળ આવશે તેવી અપેક્ષા છે.

અમદાવાદ પર નોંધપાત્ર અસર

આ વધેલી મર્યાદા પાત્ર કર્મચારીઓને સંબંધિત કાયદાકીય અને યોજનાકીય જોગવાઈઓને આધીન રહીને એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF), એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિકડ ઈન્સ્યોરન્સ સ્કીમ (EDLI) હેઠળના લાભો મેળવવાની સુવિધા પૂરી પાડશે. આ સુધારાની અમદાવાદ પર નોંધપાત્ર અસર થવાની ધારણા છે. 2 લાખથી વધુ કર્મચારીઓ વિસ્તૃત સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે, જ્યારે લગભગ 24,000 યોગદાન આપતી સંસ્થાઓ પર સીધી અસર થવાની અપેક્ષા છે.

 વેતન મર્યાદા 15000થી વધારીને 25000 કરવામાં આવી

સુધારેલી મર્યાદા હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓ માટે, આ પગલું નિવૃત્તિ બચત, પેન્શન સુરક્ષા અને વીમા-આધારિત સામાજિક સુરક્ષાને મજબૂત બનાવશે તેવું મનાય રહ્યું છે. જેમાં પેન્શનના દ્રષ્ટિકોણથી પણ આ વધારો મહત્વપૂર્ણ છે. પેન્શનપાત્ર વેતન મર્યાદા 15000થી વધારીને 25000 કરવામાં આવતાં, EPS માટે એમ્પ્લોયર (રોજગારદાતા) દ્વારા કરવામાં આવતું 8.33 ટકા યોગદાન 1,250થી વધીને અંદાજે 2,083 પ્રતિ માસ થશે.

હવે ફરજિયાત પણે pf કપાવો પડશે

આ નિર્ણયથી હવે જે લોકો pf લેવા માટે છૂટ મેળવતા હતા એટલે કે pf ન કપાવી સંપૂર્ણ પગાર લેતા હતા તેમાં હવે 25 હજાર સુધીના પગારદારને હવે ફરજિયાત પણે pf કપાવો પડશે. જેનાથી કર્મચારીઓની બચત થશે ક્યાંક કંપનીને બહાર પણ આવશે તેવું પણ મનાઇ રહ્યું છે.

આ સાથે જ રોજગારદાતાઓ 'એમ્પ્લોઈઝ એનરોલમેન્ટ કેમ્પેઈન (EEC), 2026 દ્વારા પૂરી પાડવામાં આવેલ તકનો લાભ લઈને એવા ભૂતકાળના પાત્ર કિસ્સાઓની તપાસ કરી શકે છે, જેમાં કર્મચારીઓની અગાઉ નોંધણી કરવામાં આવી ન હતી.

દર મહિને 3,000 સુધીનું પ્રોત્સાહન

વધુમાં, જે રોજગારદાતાઓ વધારાની ઔપચારિક રોજગારીનું સર્જન કરી રહ્યા છે. તેઓ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY)' હેઠળ તેમની પાત્રતાની ચકાસણી કરી શકે છે. જ્યાં પાત્ર સંસ્થાઓ દરેક વધારાના પાત્ર કર્મચારી દીઠ દર મહિને 3,000 સુધીનું પ્રોત્સાહન મેળવી શકે છે. જેનાથી પણ લોકોને મોટો લાભ pf કમિશનર માની રહ્યા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES