SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદીઓ સાવધાન! નવરાત્રિ ટાણે આ જીવલેણ રોગનો રાફડો ફાટ્યો; ખાલી સોલા સિવિલમાં જ 14,372 દર્દીઓ નોંધાયા

Ahmedabad News: ગુજરાતમાં હવે નવરાત્રિ ટાણે મુખ્ય શહેર એવા અમદાવાદ અને પાલનપુરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે. અમદાવાદમાં નવરાત્રિ પહેલાં રોગચાળામાં વધારો થતા ખળળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. હાલ ડેન્ગ્યુના કેસોમાં રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં OPDના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જાણો મળી રહ્યું છે કે એક અઠવાડિયામાં OPDમાં કુલ 14,372 દર્દીઓ નોંધાયા છે.

Written By Kinjal Patel
Published: Oct 10, 2026, 01:17 PM IST | Updated: Oct 10, 2026, 01:23 PM IST
Join

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મચ્છરોના ઉપદ્રવને કારણે રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની ભારે ભીડ અને ધસારો જોવા મળી રહ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલની OPDમાં માત્ર એક જ સપ્તાહ દરમિયાન કુલ 14,372 દર્દીઓ સારવાર અર્થે નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુનો ઉપદ્રવ સૌથી વધુ જોવા મળ્યો છે. સિવિલમાં ડેન્ગ્યુના 956 શંકાસ્પદ કેસ અને 115 પોઝિટિવ કેસ નોંધાયા છે.

Gujarat News Live: ગુજરાત પોલીસમાં સીધી ભરતી માટે મહત્વપૂર્ણ નિર્ણય, દીપક બાબરિયાનું નિધન, અમદાવાદમાં નવરાત્રિ ટાણે ડેન્ગ્યુનો કહે

સોલા સિવિલમાં રોગચાળાના આંકડા 
અમદાવાદમાં વિવિધ પાણીજન્ય-મચ્છરજન્ય રોગોના દર્દીઓનો આંકડાની વાત કરીએ તો મેલેરિયાના 1,358 શંકાસ્પદ કેસ અને 9 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેવી જ રીતે ચિકનગુનિયાના 12 શંકાસ્પદ કેસ. સ્વાઇન ફ્લૂના 44 શંકાસ્પદ કેસ અને 5 પોઝિટિવ કેસ. ડાયેરિયાના 30 કેસ, ઝાડા-ઊલટીના 21 કેસ, ટાઇફોઇડનો 1 કેસ તેમજ વાયરલ હેપેટાઇટિસ Aનો 1 અને હેપેટાઇટિસ Bના 2 કેસ નોંધાયા છે.

પાલનપુરમાં ડેન્ગ્યુનો કહેર: સવા બે મહિનામાં 14 કેસ નોંધાતા ખળભળાટ
અમદાવાદ એકલું જ નહીં, ઉત્તર ગુજરાતના પાલનપુર અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ડેન્ગ્યુના કેસો વધતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. છેલ્લા સવા બે મહિનામાં બનાસકાંઠા જિલ્લામાં ડેન્ગ્યુના કુલ 14 કેસ સામે આવ્યા છે. જેમાં માત્ર ઓક્ટોબર મહિનાના પ્રથમ 10 દિવસમાં જ 6થી વધુ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે.

વીરજી ઠુમ્મર બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: પક્ષમાં શોકની કાલિમા, લાંબી બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ

આરોગ્ય તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ
ડેન્ગ્યૂ સહિતના રોગચાળાને કાબૂમાં લેવા માટે પાલનપુર અને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. મચ્છર નિયંત્રણ માટે જિલ્લાભરમાં દરરોજ 479 ટીમો સતત કાર્યરત રાખવામાં આવી છે. વધારે અસરગ્રસ્ત એવા પાલનપુર અને ડીસા શહેરમાં 10 વધારાની વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે જઈને પોરાનાશક (અભિયાન) કામગીરી કરવા સાથે તીવ્ર ફોગિંગ હાથ ધરવામાં આવ્યું છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES