SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

'યોગ્ય તક આપ્યા વિના સાક્ષીની ઉલટતપાસ બંધ કરવાનો ટ્રાયલ કોર્ટને અધિકાર નથી', ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Gujarat High Court Case: ટ્રાયલ કોર્ટ કોઈ પણ પક્ષકારને પૂરતી તક આપ્યા વિના સાક્ષીની ઊલટતપાસ કરવાનો અધિકાર બંધ કરી શકે નહીં. ગુજરાત હાઈકોર્ટનો આ ચૂકાદો એક સિમાચિહ્નરૂપ છે. હાઈકોર્ટે અરજદારને સાક્ષીની વધુ 45 મિનિટ સુધી ઊલટતપાસ કરવાની તક આપી છે, જે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી. બીજી બાજુ હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટના વલણ પર નારાજગી વ્યકત કરીને જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટે પક્ષકારને તેના સાક્ષીની ઉલટતપાસ કરવા માટે પૂરતી તક આપવી જોઇતી હતી.

Written By Kinjal Patel
Published: Nov 21, 2026, 11:31 IST | Updated: Nov 21, 2026, 13:32 IST
Join

Gujarat High Court Case:  ફોજદારી કે દીવાની કેસની કાર્યવાહીમાં 'ઉલટતપાસ' એ માત્ર ઔપચારિકતા નથી, પરંતુ સત્ય સુધી પહોંચવા અને પોતાનો બચાવ સિદ્ધ કરવા માટેનો પક્ષકારનો પાયાનો કાયદેસર હક્ક છે. અમદાવાદ ગ્રામ્યની કોર્ટ નંબર 6ના એડિશનલ સેશન્સ જજ પરેશ એમ સયાનીના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે કે, ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ કે અન્ય કોઈ કારણસર પક્ષકારનો આ અધિકાર અધવચ્ચે બંધ કરી શકાય નહીં. ગુજરાત હાઈકોર્ટે પોસ્ટમોર્ટમ કરનાર તબીબની વધુ ઉલટતપાસ કરવાની અરજદારને મંજૂરી આપીને બચાવ પક્ષના અધિકારને પુનઃસ્થાપિત કર્યો છે.

અમદાવાદમાં દિલજીતનો ફીવર: નમો સ્ટેડિયમમાં 90 હજારથી વધુ લોકોનો જમાવડો, જાણો હોટલના ભાડા, મેટ્રો શિડ્યુલ, ટ્રાફિક ડાયવર્ઝન અને પોલીસ સુરક્ષાનું A to Z

ટ્રાયલ કોર્ટ સામે ગુજરાત હાઈકોર્ટની ટકોર

આ કેસની સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે ઉલટતપાસ ચાલુ હોવા છતાં અને અરજદારના વકીલ દ્વારા કોઈ મુલતવી કે વધારાના સમયની માંગ ન કરાઈ હોવા છતાં ટ્રાયલ કોર્ટે સુઓમોટો કાર્યવાહીમાં તબીબ સાક્ષીની ઉલટતપાસનો હક્ક બંધ કરી દીધો હતો. ગુજરાત હાઈકોર્ટે આ વલણને અયોગ્ય ઠેરવતા મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ કેસમાં એડવોકેટ તરીકે આદિત્ય અજય ચોકસીએ હાજર રહીને ધારદાર દલીલો કરી હતી. 

ગુજરાત હાઈકોર્ટે માન્યું છે કે, ટ્રાયલ કોર્ટે ફરિયાદ પક્ષ અને બચાવ પક્ષ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું જોઈએ અને બંનેને પોતાના પુરાવા તથા દલીલો રજૂ કરવાની સમાન અને પૂરતી તક આપવી જોઈએ. સાક્ષીની જુબાની આંશિક રીતે નોંધાયેલી હતી અને વકીલ મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછીને વિગતો રેકર્ડ પર લાવી રહ્યા હતા, ત્યારે જ હક્ક બંધ કરી દેવો એ ન્યાયિક પ્રક્રિયામાં અન્યાય સમાન છે. અરજદારના વકીલ સક્રિય રીતે ઉલટતપાસ ચલાવી રહ્યા હતા અને તેમણે કેસ લંબાવવાની કોઈ અરજી કરી નહોતી, તેમ છતાં નિર્ણય લેવાયો હતો.

કોર્ટનો ઉલટતપાસ બંધ કરવાનો હુકમ રદ કરીને અરજદારનો હક્ક ફરીથી ખોલી આપ્યો

ગુજરાત હાઈકોર્ટના આ આદેશથી અરજદારને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનો ઉલટતપાસ બંધ કરવાનો હુકમ રદ કરીને અરજદારનો હક્ક ફરીથી ખોલી આપ્યો છે. હવે નિર્ધારિત તારીખે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરને કોર્ટ સમક્ષ હાજર રાખીને અરજદારના વકીલ બાકી રહેલી ઉલટતપાસ પૂર્ણ કરી શકશે. આ ચુકાદો નીચલી અદાલતો માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા સમાન છે કે કાર્યવાહી દરમિયાન પ્રક્રિયાગત ઝડપ કરતાં ન્યાયિક ન્યાયીપણા અને પક્ષકારના બચાવના અધિકારને પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.

શું તમારું વાહન પણ આ યાદીમાં છે? ગુજરાતના રસ્તા પર કેટલા વાહનો ફરે છે? વીમા અને PUC વગરના વાહનોના આંકડા જોઈને ચોંકી જશો!

ડોક્ટરની જુબાની અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક ગણાય

કેસમાં પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની જુબાની અત્યંત સંવેદનશીલ અને નિર્ણાયક ગણાય છે. અરજદાર પક્ષની રજૂઆત મુજબ, પોતાના બચાવ માટે તબીબી તથ્યો સ્પષ્ટ કરવા ડોક્ટરની ઉલટતપાસ અનિવાર્ય હતી. હાઈકોર્ટે ઠરાવ્યું છે કે સાક્ષીની ઉલટતપાસ કરવાનો અધિકાર એ અરજદારનો કાયદેસરનો હક્ક છે, જેને પૂરતી તક આપ્યા વિના છીનવી શકાય નહીં. 

અગાઉના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના સિદ્ધાંતો મુજબ, બચાવ પક્ષને પોતાની વાત સાબિત કરવાની વાજબી તક મળવી જ જોઈએ. ટ્રાયલ કોર્ટે વકીલને ઉલટતપાસ પૂર્ણ કરવાનો પૂરતો અવકાશ આપવો જોઈતો હતો. આ સિવાય ગુજરાત હાઈકોર્ટે પોસ્ટમોર્ટમ કરનાર ર્ડાક્ટરના ખર્ચની રકમ નીચેની કોર્ટમાં જમા કરાવવાનો હુકમ કર્યો છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More

ZEENEWS TRENDING STORIES