વીજ કાપ બાદ હવે પાણી કાપ! અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો...આ વિસ્તારોમાં આજે પાણી ઓછું મળશે, AMCની લોકોને ખાસ અપીલ
Ahmedabad News: અમદાવાદ શહેરની 75થી 85 ટકા વસતી નર્મદાના પાણી પર નિર્ભર છે. તેવામાં નર્મદાની મુખ્ય નહેરમાં અમદાવાદ મ્યુનિ.ના રોડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધારો-ઘટાડો થયો છે. જેના લીધે 24 તારીખે નર્મદા નહેરમાંથી કોતરપુર વોટર વર્કસમાં આવતો પાણીનો પુરવઠો ખોરવાયો હતો.
Ahmedabad News: અમદાવાદીઓ માટે આજનો સુરત વધુ એક મુશ્કેલીના સમાચાર લઈને આવ્યો છે. રવિવારે રજાના દિવસે જ શહેરીજનોએ પાણી કાપ વેઠવાનો વારો આવશે. જી હા...નર્મદાની મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં ઘટાડો થવાના કારણે શનિવારે કોતરપુર વોટર વર્કસને જરૂરિયાત મુજબ પાણીનો પૂરતો જથ્થો મળી શક્યો નહોતો. જેના કારણે પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ઝોનમાં પાણીનો પુરવઠો ખોરવાશે.
ખોરજ જમીન કૌભાંડમાં અપહરણની ફરિયાદ કરનાર મહિલાનો યુ-ટર્ન; જગદીશ ઠાકોરને છોડીને હવે પોલીસ પર સીધો ગંભીર આક્ષેપ
નર્મદા કેનાલમાં પાણીનું સ્તર ઘટતાં પુરવઠો ખોરવાયો
અમદાવાદમાં 75થી 85 ટકા વસતી નર્મદાના પાણી પર નિર્ભર રહેલી છે. ત્યારે સમાચાર એવા છે કે નર્મદાની મુખ્ય નહેરમાં AMCના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના લીધે 24 તારીખે નર્મદા નહેરમાંથી કોતરપુર વોટર વર્કસમાં આવતા પાણીના જથ્થામાં ઘટાડો થયો હતો. શહેરના પાંચ મુખ્ય ઝોનના વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોમાં કોતરપુર વોટર વર્કસ ખાતેથી જ પાણી પૂરું પાડવામાં આવે છે. કોતરપુર વોટર વર્કસમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ઝોનમાં ઓછા પ્રેશરથી અને ઓછું પાણી આપવામાં આવશે.
અમદાવાદની 70 ટકા વસતીને થશે અસર, રવિવારના દિવસે જ ભારે હાલાકીનો સામનો
અમદાવાદમાં નર્મદાના પાણી કાપના કારણે નરોડાથી નારોલ, વટવા, મણિનગર, કાલુપુર, શાહપુર, એરપોર્ટથી મોટેરા, સાબરમતી, નવરંગપુરા અને નારણપુરા સહિત શહેરના 70 ટકા વિસ્તારોમાં લોકોને પાણી મળી શકશે નહીં. સામાન્ય રીતે રવિવાર કે રજાના દિવસે ઘરોમાં પાણીની માંગ વધુ રહેતી હોય છે, તેવા સમયે જ પુરવઠો ખોરવાતાં શહેરીજનોએ ભારે હાલાકી ભોગવવી પડી શકે છે.
Gujarat News Live: અમદાવાદ સહિત રાજ્યભરમાં શાકભાજીના ભાવ તળિયે, સુરત પ્રવાસે CM ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદમાં બે રહીશો વચ્ચે છૂટાહાથની મારામારી
કયા-કયા વિસ્તારોમાં પાણી કાપની અસર થશે?
- પૂર્વ ઝોન: નિકોલ, ઓઢવ, નરોડા, અમરાઈવાડી, ઈન્ડિયા કોલોની અને વિરાટનગર/રામોલ સહિતના વિસ્તારો.
- મધ્ય અને દક્ષિણ ઝોન: દરિયાપુર, અસારવા, બહેરામપુરા, નારોલ, દાણીલીમડા, મણિનગર અને વટવા સહિતના વિસ્તારો.
- પશ્ચિમ ઝોન: વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સાબરમતી, વાડજ અને ચાંદખેડા સહિતના વિસ્તારો.
AMCની લોકોને પાણી કરકસરપૂર્વક વાપરવા અપીલ કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને 25 ઓક્ટોબરના રોજ પાણી કાપની જાણ કરી લીધી હતી. ત્યારે કોર્પોરેશને શહેરના તમામ રહીશોને ભારે હાલાકીથી બચવા માટે ઉપલબ્ધ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા ખાસ અપીલ કરી છે.
શંકરસિંહ વાઘેલા જ નહીં આ 5 પૂર્વ CMની પણ કોંગ્રેસમાં જોડાવાની અટકળો, રાહુલ ગાંધી કોને આપશે લીલીઝંડી?