SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પાટીદાર અને કોંગ્રેસના જાણીતા નેતાની બહેન ડ્રગ્સ સાથે ઝડપાઈ, પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

Ahmedabad Drugs Case: અમદાવાદના એક સારા અને પ્રતિષ્ઠિત પરિવારની મહિલા હાઇપ્રોફાઇલ લાઇફસ્ટાઇલ અને મોજશોખ માટે ડ્રગ્સ પેડલર બની હોવાની ઘટના સામે આવી છે. વસ્ત્રાલ પોલીસે લાખો રૂપિયાના MD ડ્રગ્સના ડોલર કન્ટેન્ટ સાથે મહિલા આરોપી સોનલ જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે, ત્યારે આ એક ઘટનાએ આખા પરિવારને હચમચાવી દીધો છે, સાથે સાથે રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. ત્યારે કોણ છે સોનલ પટેલ, તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Nov 26, 2026, 16:24 IST | Updated: Nov 26, 2026, 16:28 IST
Join

ઉદય રંજન, અમદાવાદ: દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસને ટકોર કરી હતી, ત્યારથી ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત આખામાં ડ્રગ્સના દૂષણને ડામવા એક અભિયાન ચાલી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં પણ 'નો ડ્રગ્સ ઇન અમદાવાદ સિટી' અભિયાન ચાલી રહ્યું છે.

પોતાનું સિંદૂર ભૂંસાયાની અસહ્ય વેદના વચ્ચે પત્નીનો પરોપકારી નિર્ણય: પતિના અંગોનું દાન કરી 3 પરિવારોના ઘરના દીવા બુઝાતા બચાવ્યા!

આ દરમિયાન ડ્રગ્સના નેટવર્કને લઈને વસ્ત્રાલ પોલીસે એક મોટો પર્દાફાશ કર્યો છે. વસ્ત્રાલ વિસ્તારની જલસાગર સોસાયટીમાં આવેલા મકાન નંબર 56માંથી MD ડ્રગ્સનું વેચાણ કરતી સોનલ જીતેન્દ્ર પટેલ નામની મહિલાની વસ્ત્રાલ પોલીસે પોલીસે ધરપકડ કરી છે. વસ્ત્રાલ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આ મહિલા આરોપી સોનલ જીતેન્દ્ર પટેલ છેલ્લા એક વર્ષથી MD ડ્રગ્સનું ખુલ્લેઆમ વેચાણ કરી રહી હતી. વસ્ત્રાલ પોલીસે બાતમીના આધારે સોનલ પટેલ પાસેથી 84.610 મિલીગ્રામ બિસ્કિટ ફોર્મેટમાં ડોલર કન્ટેન્ટનું MD ડ્રગ્સ કબજે કર્યું છે, જેની બજાર કિંમત અંદાજે 2.53 લાખ રૂપિયા છે.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

ત્યારે હવે એ જાણીએ કે કેવી રીતે ડ્રગ્સના કારોબારમાં ઉતરી સારા અને પ્રતિષ્ઠિત પરિવારની મહિલા સોનલ પટેલ? વસ્ત્રાલ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી સોનલ પટેલ અગાઉ ૩ વર્ષ સુધી રંગતાળી નામના ગરબા ક્લાસ ચલાવતી હતી. આ દરમિયાન તે પંકજ નામના વ્યક્તિના સંપર્કમાં આવી હતી. પંકેજે તેને રાયપુર દરવાજા વિસ્તારમાં રહેતા મોહમ્મદ નામના શખ્સનો પરિચય કરાવ્યો હતો. આ મોહમ્મદ પાસેથી સોનલ જીતેન્દ્ર પટેલ દર પાંચ દિવસે ડોલર MD ડ્રગ્સ લાવતી હતી. આરોપી મહિલા સોનલ જીતેન્દ્ર પટેલ 35થી 40 હજાર રૂપિયામાં ડ્રગ્સ લાવતી અને તેને 1.25 લાખ સુધીની ઊંચી કિંમતે વેચીને મસમોટી કમાણી કરતી હતી.

હાઇપ્રોફાઇલ લાઇફસ્ટાઇલ અને મોજશોખ માટે ડ્રગ્સ પેડલર બની

પારિવારિક અણબનાવ અને હાઇપ્રોફાઇલ શોખના કારણે સોનલ જીતેન્દ્ર પટેલ ડ્રગ્સ પેડલર બની હોવાનું સામે આવ્યું છે. સાથે જ સોનલ પટેલનું 17 વર્ષનું લગ્નજીવન છે અને તેને એક પુત્ર તથા એક પુત્રી છે. છેલ્લા દોઢ વર્ષથી પારિવારિક અણબનાવના કારણે સોનલ પોતાની પુત્રી સાથે વસ્ત્રાલની જલસાગર સોસાયટીના બંગલામાં અલગ રહે છે, જ્યારે તેનો પતિ અને પુત્ર વસ્ત્રાલની અન્ય સોસાયટીમાં રહે છે. પોતાના મોજશોખ અને હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલના ખર્ચા પૂરા કરવા માટે જ તેણે આ નશાના કારોબારનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

આ ડ્રગ્સનું નેટવર્ક ખૂબ જ ચોંકાવનારું છે. ડ્રગ્સ લેવા માટે ગ્રાહકોને મોહમ્મદ જ મોકલતો હતો. સોનલ પટેલ ગ્રાહકો સાથે ફોન પર સંપર્ક કરી તેમને પોતાના ઘર પાસે બોલાવતી હતી. ખાસ વાત એ છે કે, ડ્રગ્સના પૈસાની આપલે માત્ર QR કોડ દ્વારા જ કરવામાં આવતી હતી અને આ ડ્રગ્સ માત્ર પરિચિત ગ્રાહકોને જ આપવામાં આવતું હતું, અન્ય કોઈને મળતું નહોતું.

કોંગ્રેસના જાણીતા નેતાની બહેન છે સોનલ પટેલ

ડ્રગ્સના આ ધંધાની સાથે-સાથે સોનલ પટેલ ગાર્મેન્ટ્સમાં સિલાઈનું જોબવર્ક પણ કરતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલી મહિલા આરોપી સોનલ પટેલ પાટીદાર અનામત આંદોલનનો જાણીતો ચહેરો અને કોંગ્રેસના મહિલા નેતા ગીતા પટેલના નાના બહેન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

હાલ વસ્ત્રાલ પોલીસે રાયપુર દરવાજાના મોહમ્મદ નામના શખ્સની શોધખોળ શરૂ કરી છે. મોહમ્મદની ધરપકડ બાદ જ ડ્રગ્સ મૂળ ક્યાંથી આવતું હતું તેનો મુખ્ય ખુલાસો થઈ શકશે સાથે જ વસ્ત્રાલ પોલીસ હવે રાયપુરના મોહમ્મદની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે, જેની પૂછપરછ બાદ આ ડ્રગ્સ રેકેટના અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી પુરી શક્યતા છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES