SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

નશાના કાળા કારોબારનો પર્દાફાશ, અમદાવાદ SOGએ કરોડોના પોશડોડા સાથે બે આરોપીને દબોચ્યા

ગુજરાતને ઉડતા પંજાબ બનાવવાની ઈચ્છા રાખતા અપરાધીઓના સપના પર વધુ એકવાર ફરી વળ્યું છે પાણી. ગુજરાતની સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર નશાનો મસમોટો જથ્થો પકડીને સાબિત કર્યુ છે કે ગુજરાતના યુવાઓને નશાની લતમાં નહીં પડવા દેવામાં આવે. ત્યાં પકડાયેલો નશાનો સામાન કોણે મોકલ્યો હતો અને કેવી રીતે ગુજરાતમાં આવ્યો નશાનો સામાન? તેના વિશે આ લેખમાં જાણીશું.

Written By Dilip Chaudhary
Published: Oct 11, 2026, 06:10 PM IST | Updated: Oct 11, 2026, 06:12 PM IST
Join

ઉદય રંજન, અમદાવાદ : ગુજરાતને ઉડતા પંજાબ બનાવવાના અપરાધીઓના પ્રયાસને વધુ એકવાર સુરક્ષા એજન્સીઓ નાકામ કર્યો છે. અમદાવાદમાં આ ઘટના બની છે, જ્યાં ગ્રામ્ય SOG અને એન્ટીનાર્કોટિક્સ વિંગ દ્વારા એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જે હેઠળ અંદાજે 1.47 કરોડ રૂપિયાની કિંમતના પોશડોડાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યું એટલું જ નહીં બે આરોપીઓને પણ દબોચી લેવાયા.

ઘરનો ભેદી જ નીકળ્યો ચોર, અમદાવાદના એક વેપારી સાથે જે થયું, તે સાંભળીને તમારા હોશ ઊડી જશે!

પોલીસ તપાસમાં શું સામે આવ્યું?

SOG અને એન્ટીનાર્કોટિક્સ વિંગનું ઓપરેશન

જો કે, જેતારામને જથ્થાની ડિલિવરી મળે તે પહેલા જ અમદાવાદ ગ્રામ્ય SOG અને એન્ટીનાર્કોટિક્સ વિંગની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડ્યું. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલો ટ્રક ડ્રાઈવર ભેરારામ તરડ અને જથ્થો મંગાવનાર જેતારામ બંને રાજસ્થાનના બાડમેરના રહેવાસી છે અને જથ્થાને વેંચ્યા બાદ મળતા રૂપિયામાં તેનો પણ ભાગ હતો.

હાલ પોલીસે જુદા-જુદા એન્ગલો જેવા કે, પોશડોડાની સપ્લાય કોને-કોને કરવાની હતી, નશાના નેટવર્કમાં કોણ-કોણ સામેલ છે. ત્યારે નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપી સંતોષને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. સંતોષની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસાઓ પણ થઈ શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES