મોટો ધડાકો! અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં ધરખમ વધારો; આંકડો જાણી તમે ચોંકી જશો!
Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા પાંચ વર્ષના આંકડા મુજબ નવરાત્રી દરમિયાન ગર્ભનિરોધક ગોળીઓના વેચાણમાં 15 થી 25 ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ઘણી દવાઓ 'ઓવર ધ કાઉન્ટર' મળતી હોવાથી અને કેટલીક શિડ્યુઅલ H ની દવાઓ હોવા છતાં પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાઈ રહી છે. આ અંગે સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટે ચેતવણી આપતા જણાવ્યું છે કે, તબીબી સલાહ વગર આવી ગોળીઓ લેવાથી ટૂંકા ગાળે ચક્કર કે ઊલટી-ઉબકા આવવા અને લાંબા ગાળે માસિક ધર્મ અનિયમિત થવા જેવી ગંભીર શારીરિક સમસ્યાઓ સર્જાઈ શકે છે.
Ahmedabad News: મા જગદંબાની આરાધનાના નવ દિવસ એટલે નોરતા. જોકે સમય બદલાતા તહેવારોની ઉજવણીની રીત પણ બદલાઈ રહી હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોતા જણાઈ રહ્યું છે કે નવરાત્રી અને તેની નજીકના દિવસોમાં ગર્ભપાતની દવાઓના વેચાણમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. અમદાવાદ કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખ જશવંત પટેલના જણાવ્યા મુજબ દર વર્ષે સામાન્ય દિવસોમાં કોન્ટ્રાસેપ્ટીક પીલ્સના વેચાણની સરખામણીએ નવરાત્રી દરમિયાન વેચાણમાં એકાએક વધારો થઇ જાય છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળ જેટલો ઊંચો પુલ બનીને તૈયાર, ગુજરાતમાં 18 નદી પર પુલનું કામ પૂર્ણ
આ દવાઓ પ્રિસ્ક્રીપશન વીના પણ વેચી શકે છે...
છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ આ વધારો 15-25 ટકા છે. આ આંકડો જોતા અમે અમદાવાદની મેડિકલ સ્ટોરમાં રિયાલિટી ચેક કર્યું. રિયાલિટી ચેક દરમિયાન આશ્ચર્યજનક વાત તો એ છે કે આવી દવાઓના વેચાણ માટે ડોક્ટરના પ્રિસ્ક્રીપશનની કોઈ જરૂર હોતી નથી. સરકારે આવી દવાઓ ઓવર ઘી કાઉન્ટર સેલ અંતર્ગત રાખી છે. એટલે કે આવી કેમિસ્ટ આ દવાઓ પ્રિસ્ક્રીપશન વીના પણ વેચી શકે છે. જેમાં દવા ઉપર ક્યાય શિડ્યુઅલ H નથી લખ્યું. (શિડ્યુઅલ H એટલે એવી દવાઓ જે માત્ર રજીસ્ટર્ડ પ્રેકટીશરના પ્રિસ્ક્રીપશન સાથે જ વેચી શકાય).
આ સમયે માલા D, ઓરલ L જેવી દવાઓ પણ લેવામાં આવે છે...
બીજી તરફ બજારમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું એ આ સમયે માલા D, ઓરલ L જેવી દવાઓ પણ લેવામાં આવી રહી છે. આ દવાઓ 21 દિવસની હોય છે. જે રોજ એક લેવાથી પણ પ્રેગ્નેન્સી રહેતી નથી. આવી દવાઓનું વેચાણ પણ નોરતા સમયે વધવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે આવી દવાઓ શિડ્યુઅલ H માં હોવા છતાં ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના વેચાઈ રહી છે.
સુરતમાં ઈમાનદારી અને ખાખીની નિષ્ઠાના બે મોટા કિસ્સા; મહિલાને મળ્યા જિંદગીભર કમાયેલા 14 લાખ, તો મનીષભાઈએ બચાવી ડોક્ટરની ફ્લાઈટ
કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ લેવાના ટૂંકા અને લાંબા ગાળાની સમસ્યાઓ
સિવિલ હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ મહિમા જૈનના જણાવ્યા અનુસાર ડોક્ટરના પ્રિસ્ક્રીપશન વિના કોઈ પણ કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ લેવી જોખમકારક છે. આવી દવાઓ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખુબ જરૂરી બની જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, કોન્ટ્રાસેપ્ટીક પીલ્સ લેવાના ટૂંકા અને લાંબા ગાળાની સમસ્યાઓ થાય છે. ટૂંકા ગાળાના નુકશાનની વાત કરીએ તો મહિલાઓને ચક્કર આવવા, ઉલ્ટી ઉબકા આવવા વગેરે જેવી સમસ્યા થાય છે, જ્યારે લાંબા ગાળામાં મહિલાઓના પિરિયડ્સ સાયકલના થાય છે. જેમાં પિરિયડ્સ ઇરરેગ્યુલરિટી અથવા તો લાંબા સમય સુધી પિરિયડ્સ ચાલવા વગેરે સમસ્યાઓના સામનો કરવો પડે છે.