SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદમાં વધુ એક બ્રિજના પ્લાનિંગમાં AMCનું ભોપાળું! મકરબા જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ

Ahmedabad : અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજમાં AMCનું ભોપાળુ સામે આવ્યું છે. વધુ એક બ્રિજમાં મકરબા જેવો ઘાટ સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. થલતેજમાં બની રહેલા હેબતપુર રેલવે ઓવરબ્રિજમાં પાસે વહીવટી તંત્રના અણઘડ આયોજનના પગલે કેપસ્યુલ ટર્ન આપવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

Written By Dilip Chaudhary
Published: Nov 11, 2026, 01:54 PM IST | Updated: Nov 11, 2026, 02:06 PM IST
Join

દર્શલ રાવલ, અમદાવાદ : અમદાવાદમાં બ્રિજના નિર્માણ અને તેના આયોજનને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં થલતેજમાં બની રહેલા હેબતપુર રેલવે ઓવરબ્રિજમાં પણ મકરબા બ્રિજ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્રિજનું નિર્માણ પૂર્ણ થયા બાદ બંને છેડે મુખ્ય રસ્તા અને સર્કલ આવતા ટ્રાફિકની અવરજવર દરમિયાન અકસ્માતનું જોખમ ઊભું થઈ શકે છે. આ સમસ્યાના ઉકેલ માટે તંત્રએ કેપ્સ્યુલ ટર્નનો વિકલ્પ અપનાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.

Tinder પર યુવતી સાથે મિત્રતા પડી ભારે! અમદાવાદના વેપારીને લગાવ્યો લાખોનો ચૂનો

વિરમગામ બ્રોડગેજ રેલવે લાઇન પર આવેલા 11 નંબરના ક્રોસિંગ પાસે આ બ્રિજ બની રહ્યો છે. અંદાજે 75 કરોડ રૂપિયાના ખર્ચે 700 મીટર લાંબો અને 17 મીટર પહોળો બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષથી વધુ સમયથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ધીમી ગતિને કારણે સ્થાનિક લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

હાલમાં બ્રિજનું અંદાજે 70 ટકા જેટલું કામ પૂર્ણ થયું છે. રેલવે લાઇન ઉપરનો ભાગ બાકી છે, જ્યારે બંને તરફના સ્ટ્રક્ચર તૈયાર થઈ ચૂક્યા છે. આ બ્રિજ તૈયાર થતાં થલતેજ, હેબતપુર, સાયન્સ સિટી સહિત આસપાસના વિસ્તારોના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળવાની આશા છે.

બ્રિજની ડિઝાઇન અને આયોજન સામે ઊભા થયા સવાલો

જોકે, બ્રિજના નિર્માણ સાથે જ તેની ડિઝાઇન અને આયોજન સામે સવાલો ઊભા થયા છે. થલતેજ તરફ બ્રિજ નીચે ઉતરતાં ગુલમહોર ચાર રસ્તા આવે છે, જ્યારે હેબતપુર તરફ મુખ્ય આડો રોડ આવેલો છે. બંને તરફ મુખ્ય રસ્તા હોવાથી બ્રિજ પરથી ઉતરતા વાહનો અને અન્ય રસ્તા પરથી આવતા વાહનો વચ્ચે અકસ્માતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખાસ કરીને થલતેજ તરફ બાગબાન અને ઝાયડસ રોડ પાસે ટ્રાફિક વ્યવસ્થાને લઈને કેપ્સ્યુલ ટર્નની જરૂર પડી શકે છે. એટલે કે રેલવે ક્રોસિંગ મુક્ત કરવાના હેતુથી બની રહેલા બ્રિજમાં જ ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ છે. ડિઝાઇનમાં રહેલી સંભવિત મુશ્કેલી દૂર કરવા તંત્રએ કેપ્સ્યુલ ટર્નનો વિકલ્પ અપનાવવો પડે તેવી ચર્ચા છે.

બ્રિજના ધીમા કામ સામે સ્થાનિકોમાં નારાજગી

સ્થાનિક લોકોએ બ્રિજના ધીમા કામ સામે નારાજગી વ્યક્ત કરવાની સાથે તંત્રના આયોજન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. મકરબા બ્રિજ જેવી સ્થિતિ હેબતપુરમાં પણ ન સર્જાય તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિકોના આક્ષેપ છે કે યોગ્ય આયોજનના અભાવે બ્રિજ બન્યા બાદ પણ લોકોને ટ્રાફિક અને અકસ્માતના જોખમનો સામનો કરવો પડી શકે છે.

હવે સવાલ એ છે કે કરોડોના ખર્ચે બની રહેલો આ બ્રિજ ખરેખર લોકોને સુવિધા આપશે કે પછી અણઘડ આયોજનને કારણે નવી ટ્રાફિક સમસ્યાનું કારણ બનશે?
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

ZEENEWS TRENDING STORIES