SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ચાંદીના વરખવાળી મીઠાઈ ખાતા પહેલાં સાવધાન! અમદાવાદમાં ઝડપાયું નકલી વરખ બનાવતું કારખાનું!

Ahmedabad : દિવાળીના તહેવારને લઈને AMCના ફૂડ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદમાં નકલી ચાંદીની વરખ બનાવતું કારખાનું ઝડપાયું છે. કાલુપુર જુના ઓક્ટ્રોય નાકા વિસ્તારમાં AMC દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન એલ્યુમિનિયમની વરખ બનાવતું કારખાનું ઝડપાયું હતું.

Written By Dilip Chaudhary
Published: Nov 02, 2026, 06:20 PM IST | Updated: Nov 02, 2026, 06:39 PM IST
Join

Ahmedabad : દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ ખરીદતા પહેલા સતર્ક રહેજો. કારણ કે મીઠાઈ પર લગાવવામાં આવતા વરખને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે શહેરમાં કાર્યવાહી કરીને અખાદ્ય એલ્યુમિનિયમ વરખ બનાવતા વેપારીનો પર્દાફાશ કર્યો છે. કાલુપુરના જૂના ઓક્ટ્રોય નાકા વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી અખાદ્ય વરખનો મોટો જથ્થો મળી આવ્યો છે.

'મેં મારા પુત્રને મારી નાખ્યો છે સાહેબ, હવે મને પણ મારી નાખો...' સાણંદમાં અંધશ્રદ્ધાએ લીધો માસૂમનો જીવ

AMCના ફૂડ વિભાગની મોટી કાર્યવાહી

મળતી માહિતી મુજબ, આ સ્થળેથી એલ્યુમિનિયમ વરખ બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ આ વરખનો સપ્લાય મીઠાઈના વેપારીઓને કરવામાં આવતો હતો. આ વરખનો ઉપયોગ મીઠાઈ પર ચાંદીના વરખ તરીકે કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. એટલે કે, મીઠાઈ પર ચમકતા ચાંદીના વરખ તરીકે જે વસ્તુનો ઉપયોગ થતો હતો તે વાસ્તવમાં ખાવા માટે અયોગ્ય એલ્યુમિનિયમ વરખ હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં GMC સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં હોબાળો, 300 લોકોની પરીક્ષા અટવાઈ

AMCના મુખ્ય ફૂડ અધિકારી પણ સ્થળ પર હાજર

દિવાળીના તહેવારમાં મીઠાઈની ખરીદી અને વપરાશ વધતો હોય છે, ત્યારે AMCના ફૂડ વિભાગની આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કાર્યવાહી દરમિયાન AMCના મુખ્ય ફૂડ અધિકારી પણ સ્થળ પર હાજર રહ્યા હતા. અધિકારીઓએ સ્થળ પરથી અખાદ્ય વરખનો જથ્થો ઝડપી પાડ્યો છે.

 

એલ્યુમિનિયમ વરખ સ્વાસ્થ્ય માટે જોખમી

અખાદ્ય એલ્યુમિનિયમ વરખનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી વસ્તુઓના સેવનથી કિડનીને નુકસાન થવાની આશંકા રહે છે. આ ઉપરાંત યાદશક્તિ પર અસર થવી અને શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડવા જેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES