દિવાળી પહેલા સાવધાન! સરકારી બાબુઓએ ગિફ્ટ લીધી તો કાયમ માટે પસ્તાવાનો વારો આવશે, ACBની છે ખાસ નજર
Ahmedabad News: દિવાળી આવતા જ સરકારી બાબુ ઓની ઓફિસમાં જાણે કે ગિફ્ટોનો વરસાદ થતો હોય તેમ એક પછી એક લોકો ગીફટ લઇને આવતા હોય છે. જો કે સરકારી બાબુઓએ આવી ગિફ્ટ કે પ્રલોભન સ્વીકારતા પહેલા ચેતી જવું પડશે. નહિ તો કાયમ માટે પસ્તાવાનો વખત આવશે. કારણ કે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા બાબુઓ અને પકડવા સતર્ક થઈ છે.
ઉદય રંજન/અમદાવાદ: છેલ્લા કેટલાક સમય થી લાંચિયા બાબુઓ સામે એસીબીએ સકંજો કસ્યો છે. છતાં કેટલાક સરકારી બાબુ ઓ છે કે જે હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને યેનકેન પ્રકારે લાંચ લેતા હોય છે. જ્યારે એમાંય દિવાળી જેવા તહેવાર પહેલા તો સરકારી બાબુ ઓની ઓફિસ બહાર ગિફ્ટો સાથે નવા વર્ષ ની શુભેચ્છા આપનારા લોકો નો રાફડો ફાટે છે. પરંતુ હાલ કોઈ સરકારી બાબુ આવી ગીફટો સ્વીકારશે તો કાયમ માટે પસ્તાવાનો વખત આવશે. કારણ કે એસીબીની ખાનગી રાહે સરકારી ઓફિસ માં નજર રાખીને બેઠી છે.
ગંગોત્રી હાઇ-વે પર નદીમાં ખાબકી ગુજરાતના 7 મુસાફરો ભરેલી કાર, 4 મૃતદેહ મળ્યા; સર્ચ ઓપરેશન ચાલુ
દિવાળીના પર્વમાં સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર
સમગ્ર રાજ્ય માં એસીબી ની જિલ્લા પ્રમાણે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે દિવાળીના પર્વમાં સરકારી કચેરીઓમાં ખાનગી રાહે નજર રાખી રહ્યા છે. અને જો કોઈ સરકારી કર્મચારી આવી ગીફટો કે પ્રલોભનો લેતા નજરે પડશે તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરશે. જો કે દર વર્ષે એસીબી દ્વારા સરકારી બાબુઓને ચેતવણી આપવામાં આવે છે છતાં પણ કોઈ ડર રાખ્યા વગર ભેટ સ્વીકારતા હોય છે.
સરકારી બાબુઓને ગિફ્ટના બદલે કીમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો
હવે સરકારી બાબુઓ ગિફ્ટના બદલે કીમતી વસ્તુઓ કે ટુર પેકેજ જેવા પ્રલોભનો પણ મેળવતા હોવાનુ સામે આવ્યું છે. જો કે એસીબી ના ધ્યાને આવી કોઈ ફરિયાદ કે અરજી આવશે તો એસીબી તે અંગે પણ તપાસ કરી જરૂરી પુરાવા એકત્ર કરીને કાર્યવાહી કરશે.
અમદાવાદમાં પાર્કિંગ હવે થશે મોંઘુ! ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરના નવા દરો મંજૂર, જાણો કેટલો ચૂકવવો પડશે ચાર્જ
ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ
જો કોઈ સરકારી કર્મચારી ગિફ્ટ કે પ્રલોભનો લઈ રહ્યા હોવાનું કોઈ નાગરિકના ધ્યાન માં આવે તો તે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર ફરિયાદ કે એસીબી ઓફિસનો સંપર્ક કરી શકે છે..