SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Prahaar Movie Trailer: દમદાર છે રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારનું ટ્રેલર, 16 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

Prahaar Movie Trailer: રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારની ચર્ચાઓ ઘણા સમયથી થઈ રહી છે. આ ફિલ્મ 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર એટલું દમદાર છે કે તેને જોઈને તમે પણ કહેશો આ ફિલ્મ તો જોવી પડશે..

Written By Krupa Shah
Published: Sep 30, 2026, 08:25 AM IST | Updated: Sep 30, 2026, 08:28 AM IST
Join

Prahaar Movie Trailer: બોલીવુડ એક્ટર રાજકુમાર રાવ હવે પ્રહાર નામની ફિલ્મમાં જોવા મળશે. પ્રહાર ફિલ્મ રીયલ સ્ટોરી પર બનેલી ફિલ્મ છે. પ્રહાર ફિલ્મનું ટ્રેલર 29 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું. આ ટ્રેલર એટલું દમદાર છે કે લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ 16 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રાજકુમાર રાવની પ્રહાર ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. આમ તો આ ફિલ્મનું ટ્રેલર 7 ઓગસ્ટ રિલીઝ થવાનું હતું પરંતુ કોઈ કારણ અસર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં ન આવ્યું. ત્યાર પછી 29 સપ્ટેમ્બરે ટ્રેલર લોન્ચ માટે ઇવેન્ટ રાખવામાં આવી અને ટ્રેલર રિલીઝ થયું. આ ફિલ્મ 26/11 ના આતંકી હુમલા પછીની ઘટનાઓ પર બનેલી છે.

પ્રહાર ફિલ્મનું ટ્રેલર

પ્રહાર ફિલ્મ એડવોકેટ ઉજ્જવલ નિકમની સ્ટોરી છે. ટ્રેલરની શરૂઆત રાજકુમાર રાવના દમદાર ડાયલોગથી થાય છે જેમાં તે એક બાળકીને પૂછે છે કે 26 નવેમ્બરની રાતે સીએસટી સ્ટેશન પર હુમલો થયો હતો તે યાદ છે ? ટ્રેલરનું પહેલું દ્રશ્ય જોઈને રૂવાડા ઊભા થઈ જશે. ત્યાર પછી 26/11 ના હુમલાની ઘટનાઓ અને કસાબને લઈને કોર્ટમાં જે કંઈ થાય છે તેની એક ઝલક દેખાડવામાં આવી છે. પ્રહાર ફિલ્મ એક કોર્ટ રૂમ ડ્રામા છે. જેમાં 26/11 ના હુમલામાં પકડાયેલા આતંકવાદી કસાબ ઉપર ચાલેલા કેસની ઘટનામાં શું થયું હતું તે દર્શાવવામાં આવ્યું છે.

પ્રહાર ફિલ્મની સ્ટાર કાસ્ટ

રાજકુમાર રાવની ફિલ્મ પ્રહારમાં બોલીવુડના દમદાર એક્ટર્સ જોવા મળશે. મુખ્ય ભૂમિકામાં રાજકુમાર રાવની સાથે એક્ટ્રેસ વામિકા ગબ્બી, જયદીપ એહલાવત, આશિષ વિદ્યાર્થી, લલિત પ્રભાકર, ઋત્વિક સહોરે જેવા એક્ટર મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. પ્રહાર ફિલ્મનું નિર્દેશન અવિનાશ અરુણે કર્યું છે. ફિલ્મમાં રાજકુમાર રાવ એ ઉજ્જવલ નિકમની ભુમિકા ભજવી છે જેણે 2008 ના મુંબઈ આતંકી હુમલાના આરોપી અને આતંકવાદી કસાબને ફાંસીની સજા અપાવવા માટે સંઘર્ષ કર્યો હતો. આ સંઘર્ષ હવે પ્રહાર ફિલ્મ તરીકે જોવા મળશે.

 

કોણ છે ઉજ્જવલ નિકમ ?

ઉજ્જલવ નિકમ સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર અને વરિષ્ઠ વકીલ છે. તેમણે દેશના ઘણા હાઈ પ્રોફાઈલ કેસનું સફળતાપૂર્વક નેતૃત્વ કર્યું છે. તેમણે 26/11 ના આતંકવાદી હુમલાના આતંકી અજમલ કલાબને ફાંસીની સજા અપાવવાના કેસમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી હતી. ઉજ્જવલ નિકમે કસાબ વિરુદ્ધ ચાલેલા કેસમાં સરકાર તરફથી કેસ લડ્યો હતો. આ સિવાય ઉજ્જવલ નિકમ એ 1993 માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ, ગુલશન કુમાર હત્યા કેસ, પ્રમોદ મહાજન હત્યા કેસ જેવા ચર્ચિત મામલે પણ સરકાર તરફથી કેસ લડ્યા છે. કાયદા ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઉજ્જવલ નિકમને ભારત સરકારે 2016 માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કર્યા અને જુલાઈ 2025 માં તેમને રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES