SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રકુલપ્રીત સહિતના બોલીવુડ સ્ટાર્સ પર ઈનકમ ટેક્સની રેડ, ટેક્સ ચોરી સહિતના ગંભીર આરોપ લાગ્યા

Income Tax Raid: રકુલ પ્રીત સિંહ સહિતની બોલીવુડની જાણીતીઓ પર ઈનકમ ટેક્સ વિભાગની રેડ થઈ છે. તેમના પર ટેક્સ ચોરી અને વિદેશોમાં પૈસા મોકલવાના ગંભીર આરોપ લાગ્યા છે.

Written By Krupa Shah
Published: Sep 28, 2026, 01:19 PM IST | Updated: Sep 28, 2026, 01:21 PM IST
Join

Income Tax Raid: ઇન્કમ ટેક્સ વિભાગના નિશાન પર બોલીવુડ આવ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર સોમવારે મુંબઈ ઈનકમ ટેક્સ વિભાગની ટીમો દ્વારા બોલીવુડ ઇન્ડસ્ટ્રીના કેટલાક કલાકારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. જેમાં બોલીવુડની જાણીતી હસ્તીઓ અને પ્રોડક્શન હાઉસ પર દરોડા કરવામાં આવ્યા. આ દરોડા ટેક્સ ચોરી અને ફિલ્મોના નામે વિદેશમાં પૈસા મોકલવાની ઘટનાને લઈને કરવામાં આવ્યા છે.

રફુલ પ્રીત સિંહ, વાસુ ભગનાની, પૈનોરમા સ્ટુડિયો પર દરોડા

ઇનકમ ટેક્સ વિભાગની આ કાર્યવાહીમાં પ્રાથમિક જાણકારી અનુસાર અભિનેત્રી રફુલ પ્રીત સિંહ, ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને પૈનોરમા સ્ટુડિયો સાથે જોડાયેલી 12 જગ્યા પર સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈનકમ ટેક્સ વિભાગને ઘણા સમયથી સૂચના મળી રહી હતી કે આ લોકો ફિલ્મોના શૂટિંગ અને ઓવરસીઝ ડિસ્ટ્રીબ્યુશનના નામે ભારે રકમ વિદેશમાં મોકલી રહ્યા છે.

ઈનકમ ટેક્સ વિભાગને મળ્યા ઈનપુટ

આ ઇનપુટ પર તપાસ એજન્સીને શંકા હતી કે આ પ્રક્રિયામાં મોટાપાયે ટેક્સ ચોરી કરવામાં આવી રહી છે અને નાણાકીય અનિયમિતતા સામે આવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મુંબઈ આઈટીની અલગ અલગ ટીમોએ મુંબઈ સ્થિત ઓફિસ અને ઘરોમાં દરોડો કરી તપાસ શરૂ કરી છે. હાલ તો ઈમક ટેક્સ વિભાગની આ કાર્યવાહીમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને બોલીવુડના જાણીતા પ્રોડ્યુસર વાસુ ભગનાની પૈનોરમા સ્ટુડિયોઝનું નામ સામે આવી રહ્યું છે.. આ સિવાય પૈનોરમા સ્ટુડિયો પણ ચર્ચામાં છે. જે મોટું પ્રોડક્શન હાઉસ છે, જેણે દ્રશ્યમ ફ્રેંચાઈઝી પ્રોડ્યુસ કરી છે.

સોમવારે ઇન્કમ ટેક્સ વિભાગે તેમનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આ સર્ચ ઓપરેશન પછી આઇટી વિભાગ આ અંગે સત્તાવાર ખુલાસા કરી શકે છે. રકુલ પ્રીત સિંહ 2009 થી એક્ટિંગ કરિયરમાં એક્ટિવ છે અને ટૂંક સમયમાં જ તે રામાયણ ફિલ્મમાં પણ જોવા મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES