SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અંતથી આરંભ સુધી, ફરી થિયેટરમાં ધુમ મચાવવા આવી રહ્યા છે સની દેઓલ, સૂર્યાનો જોરદાર લુક વાયરલ

Sunny Deol Movie Suryaa: અપકમિંગ ફિલ્મ 'સૂર્યા: અંતથી આરંભ સુધી' નો સની દેઓલે ફસ્ટ લુક જાહેર કરી દીધો છે, જાહેર કરવામાં આવેલા મોશન પોસ્ટરમાં સની દેઓલ જોરદાર લુકમાં દેખાઈ રહ્યા છે, પોસ્ટર જાહેર થતા જ ફેન્સે તેના પર રિએક્શન આપવાનું શરૂ કરી દીધું છે.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 12, 2026, 04:59 PM IST | Updated: Oct 12, 2026, 05:02 PM IST
Join

Sunny Deol Movie Suryaa: બોલીવુડ અભિનેતા સની દેઓલ ફરી એકવાર બોક્સ ઓફિસ પર કબ્જો કરવા માટે લાગી ગયા છે, તેમની અપકમિંગ ફિલ્મનું પહેલું લુક જાહેર કરવામાં આવ્યું છે, સોમવારે સની દેઓલએ પોતાના ઈસ્ટાગ્રામ પર પોતાની અપકમિંગ ફિલ્મનું ફસ્ટ મોશન પોસ્ટર શેર કર્યું છે, જેને જોતા જ અભિનેતાના ફેન્સ ખુશ થઈ ગયા છે. આ મોશન પોસ્ટરમાં સની દેઓલ જોરદાર લુકમાં જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મનું નામ 'સૂર્યા: અંતથી આરંભ સુધી' છે, જે આ વર્ષે થિયેટરમાં આવશે, મેકર્સે મોશન પોસ્ટર સાથે રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મ 20 નવેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીજ કરવામાં આવશે.

'સૂર્યા: અંતથી આરંભ સુધી' નું મોશન પોસ્ટર રિલીજ

'સૂર્યા: અંતથી આરંભ સુધી'ના મોશન પોસ્ટરમાં સની દેઓલ સફેદ ટી શર્ટમાં ગંભીર લુકમાં જોવા મળી રહ્યા છે. તેમની આખો નીચે જોઈ રહી છે, પણ મોઢા પર ઈંટેંસ ઈમોશનલ જોવા મળી રહ્યો છે અને સિગરેટ પીતા જોવા મળી છે, વધેલી દાઢી અને મોઢા પર રોબ તેમના લુકને કિલર બનાવી રહ્યો છે.

 

 

વીડિયોમાં જણાવ્યું છે કે 'સૂર્યા: અંતથી આરંભ સુધી' ફિલ્મમાં સની દેઓલનું કેરેક્ટર અતીત અને વર્તમાનમાં ફસાયેલો જોવા મળશે. ફિલ્મને લઈને મેકર્સે અન્ય ડિટેલ તો આપી નથી, પણ ચાહકો સની દેઓલના જોરદાર લુકને લઈને ઈમ્પ્રેસ થયા છે. યુઝર્સે પોસ્ટર જોતા જ માની લીધું છે કે ફિલ્મ જોરદાર પાવરફુલ થવા જઈ રહી છે.

'સૂર્યા: અંતથી આરંભ સુધી'ના પોસ્ટરથી ફેન પ્રભાવિત

'સૂર્યા: અંતથી આરંભ સુધી' ફિલ્મમાં સની દેઓલનો લુક રિલીઝ થતાં જ તેના ચાહકો અને ફોલોઅર્સ કમેન્ટ કરવા લાગ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી કે, સની એક આંતરરાષ્ટ્રીય હીરો જેવો લાગે છે. બીજા યુઝરે લખ્યું કે, સની પાજી, કેટલો અદભુત લુક! અમે તમારી ફિલ્મની રાહ જોઈ રહ્યા છીએ. તમે મહાન છો પાજી." બીજા યુઝરે લખ્યું કે, આશા છે કે તે 'પાર્ટીશન 1947' જેવું નહીં હોય. બીજા યુઝરે લખ્યું કે, સની દેઓલ આમાં ખૂબ જ અલગ દેખાય છે.

ફિલ્મ વિશે જાણો માહિતી

'સૂર્યા: અંતથી આરંભ સુધી' ફ્રોમ એન્ડ ટુ બિગીનિંગ 20 નવેમ્બર, 2026ના રોજ રિલીઝ થશે. મોશન પોસ્ટર રિલીઝ કરતા, ડાયરેક્ટરે કેપ્શનમાં લખ્યું કે, ભૂતકાળ અને વર્તમાન વચ્ચે ફસાઈને, તે સત્ય શોધી કાઢે છે. આ ફિલ્મનું નિર્દેશન એમ. પદ્મકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું નિર્માણ કમલ મુકુટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે પ્રજ્ઞા જયસ્વાલ અને રવિ કિશન જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મનું મોશન પોસ્ટર જોયા પછી, દર્શકો ફિલ્મ પ્રત્યે ભારે ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે.

સની દેઓલનું વર્કફ્રન્ટ

સની દેઓલે ગદર 2 સાથે જોરદાર વાપસી કરી હતી અને આ વર્ષે બોર્ડર 2ને પણ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. OTT પર રિલીઝ થયેલી ઇક્કાને પણ દર્શકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ ઓગસ્ટ 2026માં રિલીઝ થયેલી પાર્ટીશન 1947ને ઓછો સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.

સની દેઓલ આગામી ફિલ્મ રામાયણમાં રણબીર કપૂર અભિનીત હનુમાનની ભૂમિકા ભજવતા જોવા મળશે. વધુમાં, રાજકુમાર સંતોષીએ તાજેતરમાં સની દેઓલ સાથે બીજી ફિલ્મની જાહેરાત કરી છે, જેનું નામ છે ઘાતક ઘુસ કે મારેગા. આ ફિલ્મમાં, સની દેઓલ એક નવા અવતારમાં તેના પ્રખ્યાત ઘટક પાત્રને ભજવતો જોવા મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES