SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Sonakshi Sinha: રાહુલ ગાંધીને ટ્રોલ કરનાર લોકો પર ભડકી અભિનેત્રી સોનાક્ષી સિંહા, સોશિયલ મીડિયા પર શેર કર્યું રિએકશન

Sonakshi Sinha: રાહુલ ગાંધી તેના નિવેદનને લઈને ટ્રોલ થઈ રહ્યા છે. હવે આ મામલે અભિનેત્રી સોનાક્ષી સિંહા મેદાનમાં આવી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રાહુલ ગાંધીને ટ્રોલ કરનાર લોકો પર કટાક્ષ કરતાં રોષ ઠાલવ્યો છે.

Written By Krupa Shah
Published: Nov 18, 2026, 13:22 IST | Updated: Nov 18, 2026, 13:24 IST
Join

Sonakshi Sinha: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરમાં ચાલી રહેલા વિવાદમાં ઝંપલાવ્યું છે. આ વાત છે રાહુલ ગાંધી સંબંધિત. જ્યારથી રાહુલ ગાંધીએ પોતાના માતા પિતાના અંગત જીવન સંબંધિત નિવેદન આપ્યું છે ત્યારથી તેને લોકો રાહુલ ગાંધીને ટ્રોલ કરી રહ્યા છે. હવે અભિનેત્રી સોનાક્ષી સિંહા રાહુલ ગાંધીના સપોર્ટમાં ઉતરી છે તેને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મજેદાર અંદાજમાં ટ્રોલ કરતાં લોકો પર કટાક્ષ કર્યો છે.

આ પણ વાંચો: Diljit Dosanjh : ભારત કોઈના બાપનું નથી... કોન્સર્ટનો વિરોધ કરતાં અને પ્રતિબંધ લગાવતા લોકો પર ભડક્યો દિલજીત દોસાંજ

બોલીવુડની કેટલીક હસ્તીઓ તેમના બિન્દાસ અંદાજ અને પોતાની આંકરી અભિવ્યક્તિ માટે પ્રખ્યાત છે જેમાંથી એક સોનાક્ષી સિંહા પણ છે. સોનાક્ષી સિંહા દેશમાં ચાલતા મુદ્દા પર પોતાનો મત અવારનવાર વ્યક્ત કરતી હોય છે તેવામાં તાજેતરમાં થયેલા વિવાદને લઈને પણ અભિનેત્રીએ કોમેન્ટ કરી છે. રાહુલ ગાંધીએ સ્ટેજ પરથી એવું કહ્યું હતું કે જમતી વખતે તેની માતા સોનિયા ગાંધી રાજીવ ગાંધીના ખોળામાં બેસતા હતા. જ્યારથી રાહુલ ગાંધીએ તેના માતા પિતાના અંગત જીવનનો આ કિસ્સો જાહેર કર્યો છે ત્યારથી રાહુલ ગાંધીની ટીકા થઈ રહી છે. હવે આ મામલે સોનાક્ષી સિંહાએ મજેદાર રિએક્શન આપ્યું છે.

રાહુલ ગાંધીને લઈને ચાલતા વિવાદ વચ્ચે સોનાક્ષી સિંહાએ તેના ઓફિશિયલ instagram પર એક પોસ્ટ રી શેર કરી છે. આ પોસ્ટ શેર કરીને તેણે પોતાના વિચાર પણ રજૂ કર્યા છે. જેમાં સોનાક્ષી સિંહાએ પ્રશ્ન કર્યો છે કે સોનિયા ગાંધી રાજીવ ગાંધીના ખોળામાં બેસીને જમતા તે વાત જાણીને લોકોને આટલી તકલીફ શા માટે થઈ રહી છે ? સાથે જ તેણે કટાક્ષ કરતાં એવું લખ્યું છે કે મારા થનાર બાળકોને એ વાતનો અંદાજ પણ નથી કે તેમની સામે કેવું જીવન આવવાનું છે. છેલ્લે તેણે એવું લખ્યું છે કે બાળકો જ્યાં પણ હોય તૈયાર થઈ જાય.

આ પણ વાંચો: Ramayana: બીજા સપ્તાહમાં રામાયણ ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઘટાડો, જાણો ભારતમાં નેટ કલેકશન કેટલું ?

દેશના રાજકારણમાં અને સોશિયલ મીડિયામાં રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને જે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે તેમાં સોનાક્ષી સિંહાએ હળવા અંદાજમાં કોમેન્ટ કરીને ધ્યાન ખેંચ્યું છે. સોનાક્ષી સિંહાએ આ પોસ્ટ કરીને એ વાતનું સમર્થન કર્યું છે કે પતિ પત્ની વચ્ચે પ્રેમ વ્યક્ત કરવાની વાતને ખુલીને અપનાવી જોઈએ. સોનાક્ષી સિંહાએ કોઈપણ વિચાર સાથે આ કોમેન્ટ કરી હોય પરંતુ હાલ તે પોતાની આ પોસ્ટને લઈને ચર્ચામાં છે. આ પહેલા તેણે સીજેપીના આંદોલનને પણ સપોર્ટ કરતી પોસ્ટ શેર કરી હતી. જેને લઈને પણ તે ચર્ચામાં હતી.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES