SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Shah Rukh Khan: ગણપતિ દર્શન માટે શાહરુખ ખાને પહરેલા પેન્ટ-શર્ટની કિંમત જાણી આંખો થઈ જશે ચાર

Shah Rukh Khan: ગણપતિ વિસર્જન થઈ ગયું છે પણ શાહરુખ ખાનના ગણપતિ દર્શનની ચર્ચાઓ અટકવાનું નામ નથી લઈ રહી. આ ચર્ચાઓ ત્યારથી શરુ થઈ છે જ્યારે શાહરુખ ખાનના કપડા અને તેણે પહેરેલી વસ્તુઓની કિંમત જાણવા મળી છે. તો ચાલો તમને પણ જણાવીએ શાહરુખ ખાને જે કપડા પહેર્યા છે તેની કિંમત શું છે ?

Written By Krupa Shah
Published: Sep 25, 2026, 12:23 PM IST | Updated: Sep 25, 2026, 12:26 PM IST
Join

Shah Rukh Khan: ગણેશોત્સવ દરમિયાન શાહરુખ ખાન ટી સીરીઝના ગણપતિ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યો હતો. આ સમયે તેણે એકદમ સાદાદેખાતા કપડા કેરી કર્યા હતા. પરંતુ તમને જ્યારે શાહરુખ ખાને તે સમયે પહેેરેલા કપડા, શૂઝ અને જ્વેલરીની કિંમત ખબર પડશે ત્યારે તમારી આંખો ચાર થઈ જશે. ગણપતિ દર્શન માટે સમયે શાહરુખ ખાને કપડાથી લઈને જે પણ વસ્તુઓ કેરી કરી રહી તેની કિંમત હવે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. શાહરુખ ખાનનો લુક એકદમ સિંપલ લાગે છે પણ તેણે પહેરેલી એક એક વસ્તુની કિંમત આંખો ફાટી જાય તેવી છે.

શાહરુખ ખાનના શર્ટ-પેન્ટની કિંમત

ગણપતિ દર્શનમાં શાહરુખ ખાને ચેક્સ શર્ટ અને કાર્ગો પેન્ટ પહેર્યું હતું. આ લુકમાં તે હેન્ડસમ લાગતો હતો. એકદમ સિમ્પલ દેખાતા આ પેન્ટ અને શર્ટની કિંમત અસાધારણ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શાહરુખ ખાને જે શર્ટ પહેર્યો છે તેની કિંમત 22,500 છે અને જે કાર્ગો પેન્ટ પહેર્યું હતું કે બાલેંસિયાગા બ્રાંડનું છે અને તેની કિંમત 95,000 હજાર રુપિયા છે.

શાહરુખ ખાને કેરી કરેલી એક્સેસરીઝ

પેન્ટ અને શર્ટ સાથે શાહરુખ ખાને રોલેક્સની ઘડિયાળ કેરી કરી હતી. આ ઘડિયાળની કિંમત 24.5 લાખ રુપિયા છે. આ આઉટફીટ સાથે શાહરુખ ખાને જે સ્નીકર્સ પહેર્યા હતા તેની કીંમત 62,000 રુપિયા છે. આ રીતે શાહરુખ ખાને પહરેલા શર્ટ, પેન્ટ, સ્નીકર્સ અને વોચ એમ કુલ મળીને તેના આઉટ ફીટની કિંમત 37 લાખથી વધી જાય છે.

શાહરુખ ખાનની જ્વેલરી

શાહરુખ ખાને કપડા સાથે કાર્ટિયર જ્વેલરી કેરી કરી હતી તેની કિંમત અંદાજે 11 લાખ રુપિયા છે. એક્ટરની જ્વેલરી અંગે મળતી જાણકારી અનુસાર એક્ટર વ્હાઈટ ગોલ્ડ લવ બ્રેસલેટ પહેર્યું હતું જેની કિંમત 6.5 લાખ રુપિયા હોવાનું કહેવાય છે જ્યારે તેણે સિંગલ ઈયરિંગ કેરી કરી હતી જે 4.25 લાખની હોવાનું કહેવાય છે.

આ કારણ થી શાહરુખ ખાનના ગણપતિ દર્શનની ચર્ચાઓ જોરશોરથી થઈ રહી છે. આ સિવાય જ્યારે શાહરુખ ખાન લાલબાગચા રાજાના દર્શન કરવા ગયો હતો ત્યારે પણ તેનો વીડિયો ચર્ચામાં હતો. આ ચર્ચાનું કારણ હતું કે શાહરુખ ખાન તેની મેનેજરના દુપટ્ટાથી પરસેવો સાફ કરતો જોવા મળ્યો હતો.

લાલબાગચા રાજા ગણપતિ આયોજનમાં પણ શાહરુખ ખાન તેની પત્ની અને મેનેજર સાથે પહોંચ્યો હતો. તે સમયે ગરમીના કારણે થયેલા પરસેવાને સાફ કરવા માટે શાહરુખ ખાને ગૌરીની હાજરીમાં મેનેજરનો દુપટ્ટો લઈ તેનાથી પોતાનો ફેસ સાફ કરી લીધો. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES