SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

માતૃભૂમિ ફિલ્મને ટ્રોલ કરતાં લોકોને સલમાન ખાન એ આપ્યો સણસણતો જવાબ, વાંચો શું કહ્યું દબંગ અંદાજમાં

સલમાન ખાન એમ જ દબંગ નથી કહેવાતો. સલમાન ખાન તેના અંદાજ અને તેના મિજાજ માટે દબંગ કહેવાય છે. સલમાન ખાનનો આ મિજાજ ફરી એકવાર જોવા મળ્યો છે. સલમાન ખાન એ માતૃભૂમિ ફિલ્મના ટ્રેલર, વિએફએક્સને ટ્રોલ કરતાં લોકોના મોં બંધ થઈ જાય તેવો જવાબ આપી દીધો છે.

Written By Krupa Shah
Published: Nov 21, 2026, 12:20 IST | Updated: Nov 21, 2026, 12:23 IST
Join

બોલીવુડ એક્ટર સલમાન ખાન જ્યારે કોઈને જવાબ આપવા પર આવે છે તો તે સામેવાળાની બોલતી બંધ કરી દે છે. આવું જ કંઈક તાજેતરમાં થયું છે. સલમાન ખાનની આગામી ફિલ્મ માતૃભૂમિ 4 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મના ટ્રેલરના ઘણા લોકોએ વખાણ કર્યા છે અને કેટલાક લોકો એવા પણ છે જેને આ ફિલ્મના ટ્રેલર પછી ફિલ્મની ટીકા કરવાનું શરૂ કરી દીધું હતું. ફિલ્મની ટીકા કરી સલમાન ખાનને ટ્રોલ કરતા લોકોને હવે સલમાન ખાને સણસણતો જવાબ આપી દીધો છે.

આ પણ વાંચો: અભિનેત્રી સામંથા રુથ પ્રભુ એ દીકરાનો ફોટો કર્યો શેર, જન્મની સાથે જ રાખી દીધું ખાસ નામ

થયું છે એવું કે થોડા દિવસો પહેલા માતૃભૂમિ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. ટ્રેલરમાં ફિલ્મની સ્ટોરીની કેટલીક ઝલક દેખાડવામાં આવી. આ ટ્રેલરમાં કેટલાક લોકોને એઆઈનો ઉપયોગ કર્યો હોય તેવું લાગ્યું અને કેટલાક લોકોને વીએફએક્સમાં સમસ્યા જણાઈ. ધીરે ધીરે સોશિયલ મીડિયા પર માતૃભૂમિ ફિલ્મના વીએફએક્સ અને ફિલ્મનું ટ્રેલરને લઈને ટ્રોલિંગ શરૂ થઈ ગઈ. આ ટ્રોલિંગ નો જવાબ હવે સલમાન ખાને આપ્યો છે.  

ઘણા લોકોનું કહેવું હતું કે માતૃભૂમિ ફિલ્મનું ટ્રેલર લાંબુ છે. તેના જવાબમાં સલમાન ખાને કહી દીધું કે તેણે આખી પિક્ચર નથી દેખાડી દીધી, આખી પિક્ચર તો 4 ડિસેમ્બરે જોવા મળશે આ તો ફક્ત ઝલક જ છે. સાથે જ સલમાન ખાને એવું પણ કહી દીધું કે જે રીતે બુકને તેના કવર પરથી જજ ન કરવી જોઈએ તે રીતે જ ફિલ્મને પણ ટ્રેલર જોઈને જજ ન કરવી જોઈએ.

 

સલમાન ખાને ટ્રોલ કરનાર લોકોને એવું પણ કહી દીધું કે ફિલ્મમાં રહેલી ખામીઓ શોધવા માટે અનેક વાર ટ્રેલર જોયું હશે તો પછી અઢી કલાકની ફિલ્મમાં ખામી કાઢવા માટે ફિલ્મ કેટલી વાર જોશો ? સલમાન ખાને એવા લોકોને પણ જવાબ આપ્યો છે જેમને vfx ખરાબ હોવાની તકલીફ છે. આવા લોકો માટે સલમાન ખાને કહી દીધું કે તેમણે એક પિક્ચર બનાવી છે જેનું નામ માતૃભૂમિ છે, એટલે ફિલ્મની સ્ટોરી પર ધ્યાન આપો ફિલ્મમાં વીએફએક્સ અને એઆઈના ઉપયોગ પર ધ્યાન આપવાની જરૂર નથી. અને જે લોકો વીએફએક્સ અને એઆઈની વાતો કરે છે શું તેઓ આ બધી બાબતોના એક્સપર્ટ છે ?

આ પણ વાંચો: 418 Movie: હોરર ફિલ્મ 418 ઓટીટી પર રિલીઝ, અઢી કલાકની ફિલ્મ રાતની ઊંઘ ઉડાડી દેશે

ટ્રેલર લોન્ચ દરમિયાન પણ સલમાન ખાનને જ્યારે કોઈ એક વ્યક્તિએ પૂછ્યું કે જ્યારે સોશિયલ મીડિયા પર તેનું કે તેની ફિલ્મને ટ્રોલ કરવામાં આવે છે તો તેનાથી તકલીફ પડે છે ? સલમાન ખાને બિન્દાસ અંદાજમાં જવાબ આપી દીધો કે જો તેની બુરાઈ કરીને કે તેની ફિલ્મની બુરાઈ કરીને કોઈ વ્યક્તિને વ્યુ મળતા હોય, તેના ફોલોવર્સ વધતા હોય અને તે પૈસા કમાતો હોય તો સલમાન ખાન ખુશ છે ભગવાન તેમનું ભલું કરે.

મહત્વનું છે કે સલમાન ખાનની આગામી ફિલ્મ માતૃભૂમિ 4 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. માતૃભૂમિ ફિલ્મનું ડાયરેક્શન અપૂર્વ લાખિયાએ કર્યું છે. ફિલ્મમાં પહેલી વખત સલમાન ખાન સાથે મુખ્ય ભૂમિકામાં ચિત્રાંગદા સિંહ લીડ રોલમાં દેખાશે. માતૃભૂમિ ફિલ્મની ટક્કર શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈઠા સાથે થવાની છે કારણ કે ઈઠા ફિલ્મ પણ 4 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES