• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /અભિનેત્રી સામંથા રુથ પ્રભુ એ દીકરાનો ફોટો કર્યો શેર, જન્મની સાથે જ રાખી દીધું ખાસ નામ

અભિનેત્રી સામંથા રુથ પ્રભુ એ દીકરાનો ફોટો કર્યો શેર, જન્મની સાથે જ રાખી દીધું ખાસ નામ

અભિનેત્રી સામંથા રુથ પ્રભુએ 19 નવેમ્બરના રોજ દીકરાને જન્મ આપ્યો છે. આ જાણકારી તેણે પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરીને આપી હતી. સાથે જ તેણે જણાવ્યું છે કે દીકરાનું નામ શું રાખ્યું છે.

Written ByKrupa Shah
Published: Nov 21, 2026, 11:21 IST|Updated: Nov 21, 2026, 11:25 IST
joinshare
અભિનેત્રી સામંથા રુથ પ્રભુ એ દીકરાનો ફોટો કર્યો શેર, જન્મની સાથે જ રાખી દીધું ખાસ નામ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

એલિસ હુઆંગ અને તેના પતિના એક નજીકના સહયોગીએ Nvidia ચિપ્સ મોકલી હતી ચીન, રિપોર્ટમાં ખુલાસો

2

જામનગરમાં ACBનું સફળ છટકું, રૂપિયા 8 લાખની લાંચ લેતા ક્લાસ-2 અધિકારી રંગેહાથ ઝડપાયા

3

નવસારીમાં હાઈબ્રિડ ગાંજાના હાઈપ્રોફાઈલ નેટવર્કનો પર્દાફાશ, બેંગકોક સુધી ફેલાયેલા છે તાર!

4

હવે અગ્નિવીરો પણ કરી શકશે લગ્ન, સરકારે નિયમોમાં કર્યા ફેરફાર! જાણો શું છે શરતો

5

ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

સાઉથ સિનેમા અને બોલીવુડની સુંદર અભિનેત્રી સામંથા રુથ પ્રભુ માતા બની છે. સામંથા રુથ પ્રભુ એ 19 નવેમ્બરના રોજ દીકરાને જન્મ આપ્યો છે. દીકરાના જન્મની જાણકારી તેને Instagram પર પોસ્ટ શેર કરીને આપી હતી. દીકરાના જન્મની સાથે જ સામંથા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુએ તેનું નામ પણ રાખી દીધું છે. દીકરાના નામનો ખુલાસો સામંથા રુથ પ્રભુ એ દીકરાની તસ્વીર શેર કરીને કર્યો છે.

19 નવેમ્બરે દીકરાનો જન્મ

સામંથા રુથ પ્રભુ  અને રાજ નિદિમોરું માતા-પિતા બન્યા છે. સામંથા રુથ પ્રભુ instagram પર એક ફોટો શેર કર્યો છે. જેમાં 19 નવેમ્બર ની તારીખ લખેલી છે અને રાજ તેમજ સામંથા રુથ પ્રભુના હાથની વચ્ચે નાનકડો હાથ દેખાય છે. આ તસ્વીરની સાથે જ સામંથા રુથ પ્રભુ એ લખ્યું છે કે તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે. સામંથા અને રાજ એ તેમના દીકરાનું નામ પણ રાખી દીધું છે.

સામંથા રાજના દીકરાનું નામ

સામંથા રુથ પ્રભુ અને રાજના દીકરાનું નામ દેવ છે. સંસ્કૃત ભાષામાં દેવનો અર્થ ઈશ્વર અથવા દિવ્ય શક્તિ થાય છે. દેવ શબ્દને ભારતીય સંસ્કૃતિમાં સકારાત્મકતા અને દૈવીય ગુણોનું પ્રતીક ગણવામાં આવે છે. સામંથા અને રાજ એ પોતાના દીકરાનું નાનકડું પણ આધ્યાત્મિક અર્થવાળું નામ રાખ્યું છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે દીકરીનો જન્મ થયો હતો. તેમણે પણ પોતાની નાની દીકરીનું નામ દેવી રાખ્યું છે.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

સામંથા અને રાજ એ જે તસવીર શેર કરી છે તેના કેપ્શનમાં તેણે શોર્ટ પણ સુંદર વાક્ય લખ્યું છે. સામંથા રુથ પ્રભુના ફોટો ની નીચે કેપ્શન માં લખેલું છે, "અમારો લાડકો દીકરો દેવ નિદિમોરુ. આજે અમારું દિલ જેટલું ખુશ છે એટલું પહેલા ક્યારેય ન હતું". કેપ્શનની નીચે તેમણે સામંથા અને રાજ એવું લખ્યું છે.

સામંથા રુથ પ્રભુ રાજ નિદિમોરુના લગ્ન

મહત્વનું છે કે સામંથા રુથ પ્રભુ અને રાજના ઘરે દીકરાનો જન્મ થયો તે પહેલા અભિનેત્રીએ પારંપરિક રીતરિવાજો સાથે ખાસ પૂજા કરાવી હતી. ડીલીવરી પહેલા થયેલી પૂજાના ફોટો પણ instagram પર શેર કરવામાં આવ્યા હતા. સામંથા રુથ પ્રભુ માટે રાખવામાં આવેલી આ ખાસ પૂજામાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો સામેલ થયા હતા. પૂજા દરમિયાન ઘરના વડીલોએ સામંથા રુથ પ્રભુ અને આવનાર સંતાને આશીર્વાદ આપ્યા હતા.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

 

અભિનેત્રી સામંથા રુથ પ્રભુ અને રાજ નિદિમોરુએ 1 ડિસેમ્બર 2025 ના રોજ લગ્ન કર્યા હતા. સામંથા અને રાજના લગ્ન કોયંબતૂરમાં આવેલા ઈશા યોગ કેન્દ્રમાં સાદગીથી થયા હતા. સામંથા અને રાજ બંનેના આ બીજા લગ્ન છે. સામંથાએ શેર કરેલી આ પોસ્ટ પર બોલીવુડથી લઈને સાઉથ ઇન્ડસ્ટ્રીના કલાકારો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news