SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amaran Movie: 3 નેશનલ એવોર્ડ જીતનારી સાંઈ પલ્લવીની આ ફિલ્મ છે જોવા જેવી, ફિલ્મનું રેટિંગ છે 8.1

Amaran Movie: જો તમને બાયોપિક જોવી પસંદ હોય તો 3 નેશનલ એવોર્ડ જીતનારી ફિલ્મ અમરન તમારા વોચલિસ્ટમાં હોવી જોઈએ. આ ફિલ્મ મેજર મુકુંદ વરદરાજનના જીવન પર બનેલી ઈમોશનલ બાયોપિક છે. આ ફિલ્મનું IMdb રેટિંગ 8.1 છે, એટલે કે આ ફિલ્મ મસ્ટ વોચ કેટેગરીમાં આવે છે.

Written By Krupa Shah
Published: Sep 23, 2026, 03:22 PM IST | Updated: Sep 23, 2026, 03:37 PM IST
Join

Amaran Movie: જો તમને સત્ય ઘટના પર આધારિત બાયોપિક જોવી પસંદ હોય તો અત્યારે જ તમારા વોચ લીસ્ટમાં આ ફિલ્મ એડ કરી દો અને પહેલી ફુરસદ મળે એટલે ફિલ્મ જોઈ લો. આ ફિલ્મનું રેટિંગ 8.1 છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મ એ 72 માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં 3 એવોર્ડ જીત્યા છે. એટલે તમે વિચારી લો કે આ ફિલ્મ કેટલી જોરદાર હશે.

તમિલ ફિલ્મ અમરન

જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે ફિલ્મ છે અમરન, અમરન ફિલ્મ મૂળ તમિલ ભાષાની ફિલ્મ છે. આ ફિલ્મ ભારતીય સેનાના શહીદ મેજર મુકુંદ વરદરાજનની લાઈફ પર બનેલી ફિલ્મ છે. આ ફિલ્મમાં મેજર મુકુંદ વરદરાજનની લાઈફ, વીરતા અને શહાદતની સાચી વાત રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મ એક ઈમોશનલ બાયોપિક છે.

અમરન ફિલ્મની સ્ટાર કાસ્ટ

તમિલ ફિલ્મ અમરનની સ્ટારકાસ્ટ પણ દમદાર છે. આ ફિલ્મમાં શહીદ મેજર મુકુંદ વરદરાજનની ભુમિકા શિવકાર્તિકેયન એ ભજવી છે જ્યારે અભિનેત્રી સાંઈ પલ્લવી તેમની પત્ની ઈંદુ રેબેકા વર્ગીસના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મ દમદાર છે અને મેજર વરદરાજનની સ્ટોરી તમને ઈમોશનલ કરી દેશે.

ફિલ્મ અમરનની સ્ટોરી

અમરન ફિલ્મ દેશભક્તિની ફિલ્મ છે એવું નથી. ફિલ્મમાં એક સૈનિકની ડ્યુટી, તેનું અંતગ જીવન, પ્રેમ, લગ્ન અને પરિવારની લાગણીને દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં તમને મેજર મુકુંદના કાશ્મીરમાં આતંકવાદ વિરોધી અભિયાન જોવા મળશે અને સાથે જ તેમના પરિવારની સ્ટોરી પણ દેખાડવામાં આવી છે. ફિલ્મમાં એક સૈનિકની દેશભક્તિ સાથે પરિવારની પીડા, ત્યાગ અને સંઘર્ષને પણ દેખાડવામાં આવ્યો છે. ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યો રુંવાડા ઊભા કરી દેશે અને જ્યારે સ્ક્રીન પર મેજર મુકુંદ અને ઈંદુની સ્ટોરી આવશે તો આંખમાં આંસુ આવી જશે.

ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે દેશની રક્ષા માટે એક જવાન જ નહીં તેનો પરિવાર પર મોટું બલીદાન આપે છે. આ ફિલ્મમાં શિવકાર્તિકેયન અને સાંઈ પલ્લવીના અભિનયના ખૂબ વખાણ થયા છે. ફિલ્મનું મ્યુઝીક તેનો પ્લસ પોઈન્ટ છે.

અમરન ફિલ્મ ઓટીટી પર

અમરન ફિલ્મ મૂળ તમિલ ભાષાની ફિલ્મ છે પણ આ ફિલ્મ ઓટીટી પર હિંદીમાં જોઈ શકો છો. 8.1 નું રેટિંગ ધરાવતી અમરન ફિલ્મ હિંદીમાં તમે નેટફ્લિક્સ પર જોઈ શકો છો. 

અમરન ફિલ્મને મળેલા નેશનલ એવોર્ડ

તમિલ ફિલ્મ અમરન માટે નિર્દેશક પેરિયાસામીને સર્વશ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. જ્યારે આ ફિલ્મના સંગીત માટે જી વી પ્રકાશ કુમારને અને એડિટીંગ માટે આર કલાઈવનન ને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES