Ramayana Review: દમદાર છે રામાયણ ફિલ્મ, રૂંવાડા ઊભા કરી દેશે જટાયુ-રાવણ યુદ્ધ સીન લોકોએ આપ્યું રિએકશન
Ramayana Review: સિનેમા ઘરોમાં આજે રામાયણ ફિલ્મ રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને લઈને લોકોના રિએકશન પણ સોશિયલ મીડિયા પર સામે આવવા લાગ્યા છે. લોકો ફિલ્મના વખાણ કરી રહ્યા છે જેમાં રાવણ અને જટાયુ વચ્ચેના યુદ્ધના સીન પર લોકો ફિદા થઈ રહ્યા છે.
Ramayana Review: નિતેશ તિવારીની મચ અવેટેડ ફિલ્મ રામાયણ આજે ભારત સહિત દુનિયાભરના થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. સવારથી જ આ ફિલ્મના શો શરૂ થઈ ગયા હતા. ફિલ્મને ક્રિટિક્સ તરફથી તો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો હતો પરંતુ આજે સવારથી જ સોશિયલ મીડિયા પર લોકોનું પણ રિએક્શન સામે આવવા લાગ્યું છે. રામાયણ ફિલ્મ જોનાર મોટાભાગના દર્શકો ફિલ્મને પોઝિટિવ રીવ્યુ આપી રહ્યા છે. રામાયણ ફિલ્મમાં સૌથી વધારે લોકોને જટાયુ અને રાવણ વચ્ચેના યુદ્ધનો સીન ગમી રહ્યો છે.
રામાયણ ફિલ્મનો જાદુ
રામાયણ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર લોકો પોતાના રિએક્શન શેર કરી રહ્યા છે. રણવીર કપૂર, યશ અને સાંઈ પલ્લવી સહિતના કલાકારોની ફિલ્મ લોકોને પસંદ પડી છે. લોકોનું કહેવું છે કે ફિલ્મનો સેટ, એક્ટર્સના લુક અને વીએફએક્સ દમદાર છે. રામાયણ ફિલ્મ શરૂ થાય એટલે સ્ક્રીન પર એક જાદુ શરૂ થઈ જાય છે.
રામાયણ અલગ જ દુનિયાનો અનુભવ
રામાયણ ફિલ્મ જોનારા દર્શકોનું કહેવું છે કે રામાયણ ફક્ત એક ફિલ્મ નહીં પરંતુ એક અલગ જ દુનિયાનો અનુભવ છે. દર્શકો સોશિયલ મીડિયા પર ફિલ્મના શાનદાર સીનની ચર્ચા પણ કરી રહ્યા છે. જેમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે રાવણ અને જટાયુ વચ્ચેના યુદ્ધની. રાવણ અને જટાયુ વચ્ચેના યુદ્ધનો સીન કેટલો ખાસ છે તેની વાત ફિલ્મ પ્રમોશન દરમિયાન ફિલ્મ મેકર્સ પણ કરી ચૂક્યા છે. જેના કારણે લોકોની અપેક્ષા આ સીનથી વધી ગઈ હતી.
ફિલ્મનો સૌથી બેસ્ટ સીન રાવણ અને જટાયુનું યુદ્ધ
લોકોના રિએકશન પરથી કંફર્મ થઈ ગયું છે કે આ સીન શૂટ કરવામાં જે મહેનત થઈ છે તે સફળ છે. ફિલ્મ જોનારા લોકોનું કહેવું છે કે જ્યારે જટાયુની સ્ક્રીન પર એન્ટ્રી થાય છે ત્યારે રુંવાડા ઉભા થઈ જાય છે. 3 કલાક અને 15 મિનિટની આ ફિલ્મનો સૌથી બેસ્ટ સીન રાવણ અને જટાયુનું હવામાં થતું યુદ્ધ છે.
આ પણ વાંચો: Jailer 2 OTT: જેલર 2 ઓટીટી પર જોવાની રાહ જોતા લોકો માટે ખુશખબર, ઓટીટી પર જોઈ શકશો અનકટ વર્ઝન
સોશિયલ મીડિયા પર એક યુઝરે રાવણ અને જટાયુ વચ્ચેના યુદ્ધ વિશે રિએક્શન આપ્યું હતું અને તેણે કહ્યું હતું કે સિનેમા ના ઇતિહાસની આ સૌથી બેસ્ટ એક્શન સીકવન્સ છે. સાથે જ તેણે કહ્યું છે કે આ અનુભવ કરવો હોય તો ફિલ્મ મોટી સ્ક્રીન પર જ જોવી. અન્ય એક યુઝરે આ સીન માટે એવું લખ્યું છે કે રાવણ અને જટાયુ વચ્ચેની ટક્કર જોઈને તમે દંગ કરી દેશે. ફિલ્મમાં આ સીન એવો છે જે શરૂ થશે એટલે તમે સ્ક્રીન પરથી તમારી નજર હટાવી નહીં શકો. આ એક સીનમાં રોમાંચ, ઈમોશન અને ભવ્યતા બધું જ દેખાશે.
જણાવી દઈએ કે રામાયણ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી ફિલ્મને લઈને બઝ ક્રિએટ થયો હતો. રામાયણ ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા છે. ફિલ્મનું નિર્દેશન નિતેષ તિવારીએ કર્યું છે. ફિલ્મનું મ્યુઝિક એ આર રહેમાન અને હંસ જિમરે સાથે મળીને કર્યું છે. આ ફિલ્મનો પહેલો પાર્ટ આજે સિનેમાઘરોમાં રિલીઝ થયો છે અને ફિલ્મનો રન ટાઈમ 3.15 મિનિટ છે.