SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એક સમયે અમિતાભ બચ્ચન અને શાહરુખના ઘરની બહાર ઊભો રહેતો આ એક્ટર, આજે બની ગયો સુપરસ્ટાર

Rajkummar Rao: કૌન બનેગા કરોડપતિ શોની 18 મી સીઝન ચાલી રહી છે અને આ શોના એક સ્પેશિયલ એપિસોડમાં બોલીવુડનો સુપરસ્ટાર પહોંચ્યો હતો. આ એક્ટરે ખુલાસો કર્યો હતો કે તે સ્ટાર બન્યો તે પહેલા સામાન્ય લોકોની જેમ અમિતાભ અને શાહરુખના ઘરની બહાર ઊભો રહેતો.

Written By Krupa Shah
Published: Sep 26, 2026, 11:33 AM IST | Updated: Sep 26, 2026, 11:38 AM IST
Join

Rajkummar Rao: આજની તારીખમાં અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના બંગલાની બહાર તેમની એક ઝલક જોવા માટે અનેક લોકો કલાકો સુધી ઊભા રહેતા હોય છે. વર્ષો પહેલા આવા જ સામાન્ય લોકોમાં એક યુવક પણ ઉભો રહેતો હતો. તે યુવક આજે બોલીવુડ નો જાણીતો અભિનેતા બની ગયો છે. તાજેતરના કોન બનેગા કરોડપતિ 18 ના એપિસોડમાં આ વાત ખુદ એક્ટરે કરી હતી.

કોન બનેગા કરોડપતિ સીઝન 18

જે એક્ટર ની વાત થઈ રહી છે તે બીજું કોઈ નહીં પરંતુ રાજકુમાર રાવ છે. રાજકુમાર રાવ કોન બનેગા કરોડપતિ સીઝન 18 માં તેની આગામી ફિલ્મ પ્રહારની ટીમ સાથે પહોંચ્યો હતો. કોન બનેગા કરોડપતિના સ્પેશિયલ એપિસોડમાં રાજકુમાર રાવ વામિકા ગબ્બી અને ઉજ્જવલ નિકમ સાથે પહોંચ્યા હતા. આ સમયે રાજકુમાર રાવે અમિતાભ બચ્ચન સાથે પોતાના કરિયરની શરૂઆતના દિવસોની ખાસ વાતો શેર કરી હતી. જેમાં રાજકુમાર રાવે જણાવ્યું કે જ્યારે તે મુંબઈ આવ્યો હતો ત્યારે તે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનના ઘરની બહાર ઉભો રહેતો.

શાહરુખ ખાનની લાઈફ જર્ની ઇન્સ્પાયર કરે

રાજકુમાર રાવ એ કોન બનેગા કરોડપતિના સેટ પર અમિતાભ બચ્ચન સાથે પોતાના કરિયરની શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. તેણે જણાવ્યું હતું કે જે પણ વ્યક્તિ એક્ટિંગ વિશે વિચારે તેના માટે પહેલા આદર્શ અમિતાભ બચ્ચન હોય છે. તેવી જ રીતે રાજકુમાર રાવ એ જ્યારે વિચાર્યું કે તે અભિનયમાં આગળ વધશે ત્યારે પહેલી પ્રેરણા અમિતાભ બચ્ચન હતા. અને બીજી પ્રેરણા શાહરુખ ખાન હતો. રાજકુમાર રાવે જણાવ્યું કે શાહરુખ ખાન પણ તેની જેમ દિલ્હીથી છે. એટલે શાહરુખ ખાનની લાઈફ જર્ની તેને ઇન્સ્પાયર કરે છે. એટલા માટે જ તે મુંબઈ આવ્યો ત્યારે બંનેના ઘરની બહાર કલાકો સુધી ઊભો રહેતો.

 શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનના બંગલા

રાજકુમાર રાવે જણાવ્યું કે શાહરુખ ખાનની જર્ની તેને ઇન્સ્પાયર કરે છે. તેણે ઉમેર્યું હતું કે એક મિડલ ક્લાસ પરિવારનો યુવક દિલ્હીથી નીકળી મુંબઈ આવે છે, પછી થિયેટરમાં કામ કરે છે, ટીવીમાં કામ કરે છે અને પછી બોલીવુડમાં દિવસ રાત મહેનત કરી સ્ટાર બને છે. શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચનની વાત કરતા રાજકુમાર રાવે આગળ જણાવ્યું હતું કે તે સૌથી પહેલા એક શો માટે મુંબઈ આવ્યો હતો પરંતુ ઓડિશનમાં તે સિલેકટ ન થયો. ત્યાર પછી જ્યારે પણ મુંબઈ આવ્યો ત્યારે તે શાહરુખ ખાનના ઘરની બહાર અને અમિતાભ બચ્ચનના બંગલાની બહાર ઉભો રહેતો.

અમિતાભ બચ્ચને કર્યા શાહરુખના વખાણ

રાજકુમાર રાવના મોઢે શાહરુખ ખાનના વખાણ સાંભળીને અમિતાભ બચ્ચનને પણ શાહરુખ ખાન વિશે વાત કરી હતી. અમિતાભ બચ્ચનને જણાવ્યું કે તેણે પણ શાહરુખ ખાન સાથે કામ કર્યું છે અને શાહરૂખ એવો વ્યક્તિ છે જે કોઈપણ વાતમાં હાર નથી બાંધતો. કોઈ વ્યક્તિ સમસ્યામાં હોય તો શાહરુખ તેની સાથે એવી રીતે વાત કરે છે કે સામેના વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી જાય અને હિંમત આવી જાય. શાહરુખ ખાનની આ વાત નવી પેઢીના કલાકારોને પણ પ્રેરણા આપે તેવી છે..

મહત્વપૂર્ણ છે કે રાજકુમાર રાવ કોન બનેગા કરોડપતિ સીઝન 18 માં તેની ફિલ્મ પ્રહારને પ્રમોટ કરવા પહોંચ્યો હતો. પ્રહાર ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે વામિકા ગબ્બી જોવા મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES