SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

OTT Release This Week: આ વીકમાં ઓટીટી પર જોવા માટે ઘણું બધું, ચેક કરી લો કઈ ફિલ્મ અને સીરીઝ થશે રિલીઝ

OTT Release This Week: 25 ઓક્ટોબર સુધીમાં ઓટીટી પર જોવા માટે કઈ ફિલ્મ અને કઈ વેબ સીરીઝ રિલીઝ થશે ચેક કરી લો.

Written By Krupa Shah
Published: Oct 19, 2026, 03:39 PM IST | Updated: Oct 19, 2026, 03:42 PM IST
Join

OTT Release This Week: બોક્સ ઓફિસ પર નઈ નવેલી, જેલર 2 સહિતની ફિલ્મો ધમાલ મચાવી રહી છે અને આ વીકમાં ઓટીટી પ્લેટફોર્મ પર પણ અલગ અલગ શો અને ફિલ્મો રિલીઝ થવા જઈ રહ્યા છે. આ વીકમાં ઓટીટી પર જોવા માટે શું નવું છે તેની રાહ તમે પણ જોઈ રહ્યા હોય તો ફટાફટ આ લિસ્ટ ચેક કરી લો અને નક્કી કરી લો કે તમે આ વીકમાં શું જોવાના છો.

25 ઓક્ટોબર સુધીમાં ઓટીટી પ્લેટફોર્મ પર ક્રાઈમ થ્રિલરથી લઈને એક્શન ડ્રામા ફિલ્મો રિલીઝ થવાની છે. આ ફિલ્મમાંથી એક તાજેતરમાં જ રિલીઝ થયેલી તો ધ પેરેડાઇઝ ફિલ્મ પણ છે.

19 થી 25 ઓક્ટોબર ઓટીટી રિલીઝ

ધ પેરેડાઇઝ

22 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર ધ પેરેડાઇઝ ફિલ્મ સ્ટ્રીમ થઈ જશે.. ધ પેરેડાઇઝ નાની સ્ટારર તેલગુ એક્શન ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં નાની સાથે રાઘવ જુયાલ, મોહન બાબુ, સોનાલી કુલકર્ણી મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ મૂળ તેલુગુ ભાષાની છે પરંતુ નેટફ્લિક્સ પર દર્શકો હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ આ ફિલ્મ જોઈ શકશે.

વરમ

થ્રિલર ફિલ્મો જોવાના શોખીન લોકો માટે jio hotstar પર 22 ઓક્ટોબરે વરમ નામની ફિલ્મ રિલીઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી એક વિચિત્ર માણસ પર આધારિત છે. આ વ્યક્તિને અચાનક જ એક રહસ્યમય વરદાન મળી જાય છે. ત્યાર પછી ફિલ્મમાં જે ઘટનાઓ બને છે તે તમને પણ ચોંકાવી દેશે.


ગજબ રાત

મનોજ બાજપાઈની ફિલ્મ ગજબ રાત નેટફ્લિક્સ પર 23 ઓક્ટોબરથી સ્ટ્રીમ થઈ જશે. આ ફિલ્મ નું મૂળ નામ ઘુસખોર પંડિત હતું. ના ટાઇટલને લઈને થયેલા વિવાદ પછી ફિલ્મનું નામ બદલીને ગજબ રાત કરવામાં આવ્યું. લાંબા સમયના ઇન્તેજાર પછી ગજબ રાત ફિલ્મ હવે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.

ઓબસેશન

કરી બાર્કર દ્વારા નિર્દેશિત સાયકો શ્રીલર હોરર ફિલ્મ 30 ઓક્ટોબરે jio hotstar પર રિલીઝ થશે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. Jio hotstar પર ઓબસેશન ફિલ્મ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ હશે. ઓબસેશન ફિલ્મની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે 4,700 કરોડથી વધારાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મના વખાણ ક્રિટીક્સે પણ કર્યા હતા.

કોફી વિથ કરણ 9

આ વીકમાં 21 ઓક્ટોબરે કોફી વિથ કરન સીઝન 9 નો બીજો એપિસોડ ઓન એર થશે. આ એપિસોડ ખાસ હશે કારણ કે તેમાં પહેલી વખત લગ્ન પછી રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા સાથે જોવા મળશે. કોફી વિથ કરણના આ એપિસોડમાં રશ્મિકા અને વિજય તેમની લવ સ્ટોરી તેમના લગ્ન અને કરિયર વિશે કરણ જોહર સાથે વાત કરશે. આ એપિસોડ રશ્મિકા અને વિજયના ફેન્સ માટે ખાસ હશે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES