SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ohh My Dog: હવે ઓટીટી પર જુઓ ઓહ માય ડોગ ફિલ્મ, પંકજ ત્રિપાઠીની ફિલ્મ જોઈ આંખમાં આવી જશે આંસુ

Ohh My Dog OTT: પાલતૂ પ્રાણી અને માણસ વચ્ચે કેવા સંબંધો બની જતા હોય છે તે દર્શાવતી ફિલ્મ છે ઓહ માય ડોગ. આ ફિલ્મ હવે ઓટીટી પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. જો તમને પણ ઈમોશનલ કોમેડી ફિલ્મો પસંદ છે તો આ ફિલ્મ જોવાનું ચુકતાં નહીં.

Written By Krupa Shah
Published: Sep 30, 2026, 03:05 PM IST | Updated: Sep 30, 2026, 03:09 PM IST
Join

Ohh My Dog OTT: માણસ અને કૂતરા વચ્ચેના સંબંધને દર્શાવતી ઘણી બધી ફિલ્મો અત્યાર સુધીમાં બની છે. બોલીવુડથી લઈ હોલીવુડમાં પણ આ પ્રકારની ફિલ્મો બની છે. તાજેતરમાં જ સિનેમાઘરોમાં આ જોનરની ફિલ્મ ઓહ માય ડોગ રિલીઝ થઈ હતી. 7 ઓગસ્ટે પંકજ ત્રિપાઠીની ફિલ્મ ઓહ માય ડોગ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. જો કે હનુમાન અંશ ફિલ્મ સામે આ ફિલ્મને વધારે દર્શકો ન મળ્યા પરંતુ આ ફિલ્મને રેટિંગ જોરદાર મળ્યું છે.

ઓહ માય ડોગ ફિલ્મ IMDb રેટિંગ

ઓહ માય ડોગ ફિલ્મ જો તમે પણ સિનેમા ઘરોમાં નથી જોઈ તો હવે ઓટીટી પર ઘરે બેઠા ખાસ જુઓ. આઈએમડીબી પર આ ફિલ્મનું રેટિંગ 8.1 છે. એટલે કે આ ફિલ્મ મિસ કરવા જેવી નથી. અમિત રાયએ લખેલી ઓહ માય ડોગ ફિલ્મ એક ઈમોશનલ કોમેડી ડ્રામા ફિલ્મ છે. જેમાં પંકજ ત્રિપાઠી, પવન મલ્હોત્રા, રાજેશ કુમાર, ગીતા શર્મા, માહી રાય જેવા કલાકારો જોવા મળશે અને આ કલાકારો સાથે ફિલ્મમાં 250 કુતરા પણ દેખાશે.

હનુમાન અંશ ફિલ્મ સાથે થઈ હતી રિલીઝ

ઓહ માય ડોગ ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારા રિવ્યુ મળ્યા છે. જો કે આ ફિલ્મની વધારે ચર્ચા કદાચ એટલા માટે ન થઈ કે ઓહ માય ડોગ ફિલ્મ સિનેમાઘરોમાં હનુમાન અંશ ફિલ્મ સાથે એટલે કે 7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. હનુમાન અંશ ફિલ્મ રિલીઝ થયા પછી જબરદસ્ત હીટ રહી. 

ઓહ માય ડોગ ફિલ્મ ઓટીટી રિલીઝ ડેટ

ઓહ માય ડોગ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ અંગે વાત કરીએ તો આ ફિલ્મ 1 ઓક્ટોબરથી ઓટીટી પર સ્ટ્રીમ થશે. ઓહ માય ડોગ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. આ ફિલ્મ તમને પેટ પકડીને હસાવશે અને ઈમોશનલ પણ કરશે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે જે પણ આ ફિલ્મ જુએ છે તે ફિલ્મમાં ઓસ્કર નામનું જે ડોગ છે તેના વખાણ કરે છે. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર આવી રહી છે તો તમે પણ ફિલ્મ જોઈ જાણી લેજો કે ઓસ્કરના વખાણ લોકો શા માટે કરી રહ્યા છે.

ઓહ માય ડોગ ફિલ્મ બોક્સ ઓફિસ કલેકશન

ઓહ માય ડોગ ફિલ્મ 7 ઓગસ્ટે હનુમાન અંશ ફિલ્મ સાથે રિલીઝ થઈ હતી. ઓહ માય ડોગ ફિલ્મનું બજેટ 8થી 25 કરોડનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મની સફળતાની વાત કરીએ તો બોક્સ ઓફિસ કમાણીની દ્રષ્ટિએ આ ફિલ્મ સફળ નથી રહી. ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે પરંતુ ફિલ્મનું લાઈફટાઈમ બોક્સ ઓફિસ કલેકશન ફક્ત 5 કરોડ જેટલું જ થયું છે.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES