SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ramayana: રામાયણ ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જોવી છે ? ફિલ્મ મેકર્સે ફેન્સ માટે શેર કર્યા મોટા ન્યુઝ, જાણી લો ફટાફટ

Ramayana Paid Preview: રામાયણ ફિલ્મને લઈને નવી જાણકારી સામે આવી છે. ફિલ્મ મેકર્સે દર્શકોને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. જેના કારણે લોકો 5 નવેમ્બરે ફિલ્મ દુનિયાભરમાં રિલીઝ થાય તે પહેલા જોઈ શકશે.

Written By Krupa Shah
Published: Oct 17, 2026, 09:41 AM IST | Updated: Oct 17, 2026, 09:43 AM IST
Join

Ramayana Paid Preview: વર્ષ 2026 ની સૌથી મોંઘી ફિલ્મ રામાયણ રિલીઝ થાય તેના માટે દિવસો ગણાઈ રહ્યા છે. રામાયણ ફિલ્મના ટ્રેલર અને ટીઝર જોયા પછી દર્શકોમાં આ ફિલ્મ જોવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ ચાહકોનો આ ઉત્સાહ રામાયણ ફિલ્મના મેકર્સે વધારી દીધો છે. ફિલ્મ મેકર્સે દર્શકો માટે એક ગુડ ન્યુઝ શેર કરી છે. જેમાં દર્શકો ફિલ્મ રિલીઝ થાય તે પહેલા ફિલ્મ જોઈ શકશે.

રામાયણ ફિલ્મનું પેડ પ્રિવ્યુ

રામાયણ ફિલ્મ 2026 ની મોસ્ટ અવેટેડ ફિલ્મ બની ગઈ છે. રામાયણ ફિલ્મને લઈને જે બઝ ક્રિએટ કરવામાં આવ્યો છે તેના કારણે લોકોમાં પણ આ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેમાં રામાયણ ફિલ્મને લઈને એક મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. આમ તો રામાયણ ફિલ્મ 5 નવેમ્બરે દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે પરંતુ જે દર્શકો 5 નવેમ્બર પહેલા ફિલ્મ જોઈ લેવા માંગતા હોય તેમના માટે ફિલ્મ મેકર્સે પેડ પ્રિવ્યુ નું આયોજન કર્યું છે. ફિલ્મ રિલીઝ થાય તેના એક દિવસ પહેલા રામાયણ ફિલ્મના 300 પેડ પ્રિવ્યુ શો નું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતમાં 300 પેડ પ્રિવ્યુ શોનું આયોજન

રામાયણ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થવાની છે. તેના એક દિવસ પહેલા એટલે કે 4 નવેમ્બરે રામાયણ ફિલ્મના 300 પેડ પ્રિવ્યુ શો રાખવામાં આવશે. ફિલ્મ મેકર્સ નું કહેવું છે કે રામાયણ ફિલ્મને લઈને લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે જેના કારણે રામાયણ ફિલ્મના પેડ પ્રેવ્યુ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 4 નવેમ્બરે દેશભરમાં 300 પેડ પ્રિવ્યુ શો રાખવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી બિગ બજેટ ફિલ્મોના પેડ પ્રિવ્યુ રાખવામાં આવે છે. પેડ પ્રિવ્યુમાં ફિલ્મો સારો બિઝનેસ કરતી હોય છે આ વાતને ધ્યાનમાં રાખીને જ રામાયણ ફિલ્મના મેકર્સે પણ રામાયણ ફિલ્મના 300 પેડ પ્રિવ્યુ શો ઓર્ગેનાઈઝ કર્યા છે.

દશેરા થી શરૂ થશે એડવાન્સ બુકિંગ

રામાયણ ફિલ્મનું ડાયરેક્શન નીતિશ તિવારીએ કર્યું છે આ ફિલ્મમાં રણબીર કપૂર રામના પાત્રમાં, સાંઈ પલ્લવી સીતાના પાત્રમાં જોવા મળશે જ્યારે યશ રાવણના પાત્રમાં દેખાશે. આ ફિલ્મના ટીઝર, ટ્રેલર અને પોસ્ટર રિલીઝ થયા પછી લોકો તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકોનો રિસ્પોન્સ જોઈને લાગે છે કે પેડ પ્રિવ્યુમાં ફિલ્મ સારી કમાણી કરશે. રામાયણ ફિલ્મ 5 નવેમ્બરે દુનિયાભરમાં રિલીઝ થશે અને તેના માટેનું એડવાન્સ બુકિંગ 20 ઓક્ટોબર એટલે કે દશેરાથી શરૂ કરી દેવામાં આવશે. જો તમે પણ રામાયણ ફિલ્મ પહેલા દિવસે જ જોવા જવાનો નક્કી કરી લીધું છે તો તમે દશેરાથી ફિલ્મનું એડવાન્સ બુકિંગ કરાવી શકો છો.

રામાયણ ફિલ્મ સૌથી મોંઘો પ્રોજેક્ટ

રામાયણ પર અત્યાર સુધીમાં ઘણી ફિલ્મો બની છે પરંતુ રણવીર કપૂરની રામાયણ સૌથી વધુ ચર્ચામાં રહી છે. કારણ કે આ ફિલ્મની સ્ટારકાસ્ટ દમદાર છે અને ફિલ્મ બનાવવામાં 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. રામાયણમાં બોલીવુડના દિગ્ગજ કલાકારોની સાથે ઓસ્કાર એવોર્ડ વિનર કંપનીએ vfx નું કામ સંભાળ્યું છે. ફિલ્મમાં મ્યુઝિક ઓસ્કાર વિજેતા એ આર રહેમાને હોલિવૂડના દિગ્ગજ કમ્પોઝર સાથે મળીને આપ્યું છે. રામાયણ ફિલ્મ ભારતીય સિનેમાનો સૌથી મહત્વકાંક્ષી અને મોટો પ્રોજેક્ટ છે આ ફિલ્મ બે અલગ અલગ પાર્ટમાં રજૂ કરવામાં આવશે. રામાયણ ફિલ્મનો પહેલો પાર્ટ 5 નવેમ્બરે રિલીઝ થશે જ્યારે બીજો પાર્ટ 2027 માં રિલીઝ કરવામાં આવશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES