SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Mr Faisu Wedding: ફૈઝલ શૈખના નિકાહના ફોટો વાયરલ, પહેલીવાર દેખાડ્યો પત્નીનો ચહેરો

Mr Faisu Wedding Photos Viral: કંટેંટ ક્રિએટર અને એક્ટર ફૈઝલ શૈખ એટલે કે મિસ્ટર ફૈઝુએ તેના નિકાહના ફોટો શેર કર્યા છે. ફૈઝલ શૈખ એ મદીનામાં નિકાહ કર્યા છે. તસવીરોમાં પહેલીવાર ફૈઝલની પત્નીનો ચહેરો જોવા મળ્યો છે.

Written By Krupa Shah
Published: Oct 10, 2026, 04:12 PM IST | Updated: Oct 10, 2026, 04:15 PM IST
Join

Mr Faisu Wedding Photos Viral: છેલ્લા ઘણા દિવસોથી ફૈઝલ શૈખના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી હતી. હવે મિસ્ટર ફૈઝુના ફોલોવર્સ અને ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે કારણ કે ફૈઝલ શૈખ એ તેના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના નિકાહના ફોટો શેર કરી દીધા છે. જેમાં તેની પત્નીનો ચહેરો પણ જોવા મળે છે.

શનિવાર, 10 ઓક્ટોબરે ફૈઝલ શૈખ એ સાઉદી અરબના મદીનામાં તાન્યા સાથે નિકાહ કર્યા. નિકાહની તસવીરો ફૈઝલ એ તેના ઈંસ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તેણે પત્નીનો ચહેરો પણ દેખાડ્યો છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર થયાની સાથે વાયરલ થવા લાગી છે.

લગ્નની તસવીરો શેર કરવાની સાથે ફૈઝલ શૈખ એ કેપ્શનમાં લખ્યું છે કે, અને આપણે જોડી બનાવી.. સાથે તેણે લખ્યું છે કે મદીનાના સુંદર શહેરમાં પરિવારની હાજરીમાં નિકાહ થયા. સાથે જ તેણે ફોલોવર્સને દુઆ, બરકત અને પ્રેમ આપવા કહ્યું છે. ફૈઝલ શૈખ એ જે તસવીરો શેર કરી છે તેમાં તેની પત્નીનો ચહેરો તો દેખાડી દીધો છે પણ તેના વિશેની અન્ય જાણકારી શેર કરી નથી.

ફૈઝલ શૈખની પત્નીનું નામ તાન્યા છે તેવું કહેવાય રહ્યું છે. આ સિવાય તેના વિશેની અન્ય જાણકારી હાલ સામે આવી નથી. ફૈઝલ શેખની તસવીરો પર તેના ફેન્સ અને અન્ય કલાકારો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

 

મહત્વપૂર્ણ છે કે મિસ્ટર ફૈસૂ એટલે કે ફૈઝલ શૈખ લોકડાઉન સમયે ટિકટોક પર વીડિયો બનાવી વાયરલ થયો હતો. ત્યારબાદ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ થયો. ઈંસ્ટાગ્રામ પર તેના 33.5 મિલિયન ફોલોવર્સ છે. ફૈઝલ શેખ કંટેન્ટ ઉપરાંત રિયાલીટી શોમાં પણ જોવા મળ્યો છે. ખતરોં કે ખિલાડી, ઝલક દિખલા ઝા 10, ધ 50 જેવા શોમાં તેણે ભાગ લીધો હતો. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES