SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Komal Rani: જે સ્ત્રી પતિને મારવાના પ્રયત્ન કરતી હોય તેની... કોમલ રાનીએ સુનીતા આહુજા પર લગાવ્યા ગંભીર આરોપ

Komal Rani Post for Sunita Ahuja: ગોવિંદા અને સુનીતા આહુજાનું લગ્નજીવન પહેલાથી જ તુટેલું છે.. આ વાત અમે નહીં કોમલ રાનીએ કરી છે. સુનીતા આહુજાએ કોમલ રાનીને ઘર તોડનાર કહ્યા પછી કોમલ એ ઈંસ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી સુનીતા આહુજા પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

Written By Krupa Shah
Published: Sep 27, 2026, 08:19 AM IST | Updated: Sep 27, 2026, 08:23 AM IST
Join

Komal Rani Post for Sunita Ahuja: સોશિયલ મીડિયા પર અત્યાર સુધી તો ફક્ત ગોવિંદા અને સુનીતા આહુજા જ એકબીજા પર આક્ષેપો કરતા જોવા મળતા હતા. હવે કોમલ રાની સ્વર્ણકાર પણ આ મામલે બોલતી થઈ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી કોમલ રાનીનું નામ ગોવિંદા સાથે ઉછળી રહ્યું છે. સુનીતા આહુજા પોતે દાવો કરી ચૂકી છે કે કોમલ રાની અને ગોવિંદાનું અફેર ચાલે છે અને તેઓ લગ્નના પ્લાનિંગમાં પણ હતા. તાજેતરમાં જ સુનિતા આહુજા એ કોમલ રાનીને નામ લીધા વિના ઘર તોડનાર કહી હતી. હવે આ વાતનો જવાબ કોમલ રાનીએ પણ આપી દીધો છે.. કોમલ એ તેના instagram અકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી અને તેમાં એની સુનીતા આહુજા પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. સુનીતા આહુજા માટે કોમલ રાની એ શું લખ્યું હતું ચાલો તમને પણ જણાવીએ.

ગોવિંદા અને કોમલ રાણીના અફેરની ચર્ચાઓ ત્યારે વધી ગઈ જ્યારે બંને એકબીજા સાથે લાલબાગ રાજાના દર્શન કરવા માટે ગયા હતા. તે સમયના વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. ત્યાર પછી સુનિતા આહુજા દક્ષિણેશ્વર કાલી મંદિર પહોંચી હતી. ત્યાંથી તેને એક વીડિયો શેર કર્યો હતો અને કહ્યું હતું કે તેનું ઘર તૂટી રહ્યું છે. આ તકે તેણે લોકો પાસેથી સપોર્ટ પણ માંગ્યો હતો. હવે આ વાતનો જવાબ કોમલ રાનીએ instagram સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને આપ્યો છે. Instagram સ્ટોરી ની શરૂઆતમાં જ કોમલ રાનીએ સુનિતા આહુજા પર ગંભીર આક્ષેપ કર્યો હતો. કોમલ રાની એ લખ્યું કે સુનીતા આહુજા ગોવિંદાને મારવાનો પ્રયત્ન કરી રહી છે..

કોમલ રાનીએ શેર કરેલી instagram સ્ટોરીમાં એવું લખ્યું હતું કે, " જે સ્ત્રી વર્ષોથી પોતાના જ પતિને મારવાનો પ્રયત્ન કરી રહી હોય એવી સ્ત્રીની બદદુઆ આ કોઈને લાગી નહીં. જે ઘર પહેલાથી જ તૂટેલું હોય તેને કોઈ તોડી ન શકે. આપણા દેશમાં લોકો એટલા બેવકૂફ નથી કે કોઈ કહે કે કાગડો તારા કાન લઈ ગયા તો લોકો કાગડા પાછળ ભાગવા લાગે."

કોમલ રાનીએ instagram સ્ટોરીમાં આગળ ગોવિંદા માટે નામ લીધા વિના એવું લખ્યું હતું કે, "આ સ્ત્રીની તકલીફ શું છે તે સમજાતું નથી, તે એક વ્યક્તિને માનસિક રીતે પરેશાન કરી રહી છે, તેને કામ કરવાથી રોકવા માંગે છે અને ઘરમાં બેસાડીને બરબાદ થવા માટે મજબૂર કરે છે. તેની પત્ની જ તેને બધાથી અલગ કરીને મોતની નજીક પહોંચાડી દેવા માંગે છે. મને નથી લાગતું કે કોઈ સારી અને સમર્પિત પત્ની પોતાના પતિ સાથે આટલું ખરાબ વર્તન કરી શકે."

કોમલ રાનીએ સુનિતા આહુજા માટે એવું પણ લખ્યું કે, "આવી સ્ત્રીઓ માનસિક રીતે બીમાર હોય કે પછી જરૂર કરતાં વધારે ચાલાક હોય અને સારી રીતે જાણતી હોય છે કે જે કામ તે ઘરના બંધ દરવાજા પાછળ નહીં કરી શકે તે બધાની સામે આવીને લોકોની સહાનુભૂતિ મેળવીને કરશે. આવા કામ કરવા માટે મારા નામનો ઉપયોગ કરવાનું બંધ કરી દો. સાથે જ તેણે એવું પણ લખ્યું કે ભગવાન સારા પુરુષને આવી ચાલાક સ્ત્રીથી બચાવે.."

મહત્વપૂર્ણ છે કે ગોવિંદા અને કોમલ રાનીના અફેરની ચર્ચાઓ ત્યારે શરૂ થઈ જ્યારે સુનીતા આહુજા એ ગોવિંદા પર આક્ષેપ કરી કર્યો હતો કે તેનું અને કોમલ રાનીનું અફેર ચાલે છે. આ વાત પછી ગોવિંદા પણ ભડક્યો હતો અને તેણે સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને સુનીતા આહુજાને આ પ્રકારની વાતો ન કરવા ચેતવણી આપી હતી. ત્યાર પછી ફરી એક વખત આ મુદ્દો ભડક્યો છે. અને હવે રાનીસ્વર્ણકાર પણ આ મુદ્દે બોલવા લાગી છે.  

ઉલ્લેખનીય છે કે ગોવિંદા અને સુનીતા આહુજાના લગ્ન 1987માં થયા હતા. એમને એક દીકરી અને એક દીકરો છે. સુનિતા આહુજા હવે એક્ટિંગ કરિયરમાં આગળ વધી રહી છે. રિયાલિટી શો માં ભાગ લીધા પછી હવે તે એક ફિલ્મ પણ કરી રહી છે. આ ફિલ્મમાં તે યશવર્ધન એટલે કે પોતાના જ દીકરાની માતાના રોલમાં જોવા મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES