SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

જેનિફર બૈરેટો બની મિસ યુનિવર્સ 2026, ભારતની કાજિયા લિજને ટોપ-12માં પણ સ્થાન ન મળ્યું

મિસ યુનિવર્સ 2026 નો તાજ પ્યૂર્ટો રિકોની જેનિફર બૈરેટોએ જીતી લીધો છે. 75 મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કજિયાહ લિજ મેજો એ કર્યું હતું. જે ટોપ 12 માં પણ પહોંચી શકી નહીં.

Written By Krupa Shah
Published: Nov 25, 2026, 11:25 IST | Updated: Nov 25, 2026, 11:28 IST
Join

75 મી મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન પ્યુઅર્ટો રિકોના સાન જુઆન શહેરમાં થયું હતું. આ વખતે મિસ યુનિવર્સ 2026 ના તાજ પ્યુઅર્ટો રિકોની જ જેનિફર બૈરેટોએ જીત્યો છે. સ્પર્ધા જીતનાર અને મિસ યુનિવર્સ 2026 બનનાર જૈનિફરને ગત વર્ષની મિસ યુનિવર્સ ફાતિમા બોશ એ તાજ પહેરાવ્યો. જો આ આ વર્ષે ફરી એકવાર ભારતની સુંદરી વિજેતા બનતા ચુકી હતી.

આ પણ વાંચો: 3 વર્ષ સુધી ફક્ત રામાયણ ફિલ્મના સંગીત પર કામ કર્યું, 12 ફિલ્મો ઠુકરાવી, એ આર રહેમાને શેર કર્યા અનુભવ

ભારત તરફથી મિસ યુનિવર્સ 2026 માં કાજિયા લિજ મેજોએ ભાગ લીધો હતો. દુનિયાભરના દેશોમાંથી આવેલી સુંદરીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં કાજિયા લિજ એ ટોપ 30 માં સ્થાન મેળ્યું હતું પરંતુ ફાઈનલ સુધીના અલગ અલગ રાઉન્ડમાં તે પાછળ રહી. ભારતની કાજિયા લિજ ટોપ 12 સુધી પણ પહોંચી શકી નહીં. કાજિયા લિજ મેજો કેરળની પહેલી મહિલા છે જે મિસ યૂનિવર્સ ઈંડિયા 2026 નો તાજ જીતી હતી.

જેનિફર બૈરેટો બની મિસ યુનિવર્સ 2026

દુનિયાભરના દેશોમાંથી આવેલી સુંદરીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી ફાઈનલ સુધી પ્યુર્ટો રિકોએ સૌને બરાબર ટક્કર આપી. ફાઈનલ રાઉન્ડમાં જેનિફર બૈરેટોએ તેના આત્મવિશ્વાસ અને જવાબોથી જજના દિલ જીતી લીધા અને મિસ યુનિવર્સનો ખિતાબ પોતાના નામ કરી લીધો. મિસ યુનિવર્સ 2026 સ્પર્ધામાં ફર્સ્ટ રનર અપ ડોમિનિકન રિપબ્લિકની મેલિસા નુનેજ હતી જ્યારે વેનેઝુએલાની ક્લારા વેગાસ સેકન્ડ રનર અપ રહીં.

ભારતની કાજિયા લિજ

મિસ યુનિવર્સ 2026 ના ટોપ 5 ફાઈનલિસ્ટમાં ફિલીપીંસ, ન્યુઝીલેન્ડ, વેનેઝુએલા, ડોમિનિકન રિપબ્લિક અને પ્યૂર્ટો રિકોની સુંદરી પહોંચી હતી. ભારતની કાજિયા લિજ ટોપ 12 માં જગ્યા બનાવવામાં પણ ચુકી હતી.

મહત્વનું છે કે છેલ્લે 2021 માં ભારતની હરનાઝ સંધુએ મિસ યુનિવર્સનો તાજ જીત્યો હતો. ત્યારબાદથી આ સ્પર્ધામાં ભારત ચુકી રહ્યું છે. હરનાઝ પહેલા 2000 માં લારા દત્તા અને 1994 માં સુષ્મિતા સેન મિસ યુનિવર્સનો તાજ જીતી હતી. સુષ્મિતા સેન પહેલી ભારતીય મહિલા હતી જે મિસ યુનિવર્સનો તાજ જીતી હતી.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES