SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hanuman Ansh OTT: હનુમાન અંશ ઓટીટી પર ક્યારે આવશે ? પ્રોડ્યુસરે કર્યો ફિલ્મની ઓટીટી રિલીઝ અંગે ખુલાસો

Hanuman Ansh OTT: હનુમાન અંશ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે, કયા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે તે વાત જાણવા તમે પણ આતુર છો તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. સૌથી પહેલા હનુમાન અંશ ફિલ્મ ઓટીટી પર જોવા માટે દિવસો ગણવાનું શરુ કરી દો.

Written By Krupa Shah
Published: Sep 26, 2026, 01:55 PM IST | Updated: Sep 26, 2026, 01:59 PM IST
Join

Hanuman Ansh OTT: હનુમાન અંશ ફિલ્મ નીમ કરોલી બાબાના જીવન પર બનેલી ફિલ્મ છે. હનુમાન ફિલ્મ 7 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થઈ તેને 50થી વધુ દિવસો થઈ ચૂક્યા છે અને તેમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. હવે દર્શકોના મનમાં પ્રશ્ન છે કે હનુમાન અંળ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે. તો આ અંગેનો ખુલાસો પણ ફિલ્મની પ્રોડ્યુસર કરી દીધો છે.

માત્ર 2 કરોડના ખર્ચે બનેલી હનુમાન અંશ ફિલ્મની કમાણી ભારતમાં 350 કરોડથી વધી ચૂકી છે. બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ટોક્સિક, મિર્ઝાપુર, વાઈબ, દાયરા, ધ વન જેવી ફિલ્મોની સામે પણ હનુમાન અંશ ફિલ્મની પકડ બરાબર મજબૂત રહી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે અત્યાર સુધીમાં 300 કરોડથી વધારવાના બિઝનેસ કરી લીધો છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર રિલીઝ થાય તેને 50થી વધુ દિવસો થઈ ગયા છે અને સામાન્ય રીતે આટલા દિવસ પછી ફિલ્મ ઓટીટી પર આવી જતી હોય છે. એટલા માટે જ દર્શકો હવે એ જાણવા આતુર છે કે હનુમાન અંશ ફિલ્મ ઓટીટી પર ક્યારે આવશે. આ પ્રશ્નના જવાબ ફિલ્મની પ્રોડ્યુસરે આપી દીધો છે.

100 કરોડની કોઈ ડીલ નથી

છેલ્લા ઘણા સમયથી હનુમાન અંશની ઓટીટી ડીલ અને ઓટીટી રીલીઝ ડેટ અંગે ચર્ચાઓ તેજ થઈ છે. થોડા સમય પહેલા એવી પણ વાત આવી હતી કે હનુમાન અંશ માટે 100 કરોડની ડીલ ફાઇનલ કરવામાં આવી છે. આ બધી જ વાત પર ફિલ્મની પ્રોડ્યુસર એ સ્પષ્ટતા કરી દીધી છે. હનુમાન અંશ ફિલ્મની પ્રોડ્યુસર રાગિની સોનાએ કહ્યું છે કે અનુમાન અંશ ફિલ્મ માટે 100 કરોડની ડીલ મળી છે તેવી કોઈ વાત નથી. અને જ્યાં સુધી આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ કરવાની વાત છે તો હજુ દર્શકોએ રાહ જોવી પડશે. ફિલ્મ મેકર્સનો પ્લાન છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ હજુ થોડો સમય ચાલશે. અંદાજે 100 દિવસ સુધી આ ફિલ્મ થિયેટર્સમાં ચાલશે પછી ઓટીટી પર આવી શકે છે.

100 દિવસ બોક્સ ઓફિસ પર

ફિલ્મની પ્રોડ્યુસર રાગિનીએ એવું પણ કહ્યું છે કે જ્યારે ઓટીટી ડિલ ફાઈનલ થઇ જશે ત્યારે તેઓ તેની સત્તાવાર ઘોષણા કરશે પરંતુ હાલ ઓટીટી રિલીઝ માટે કોઈ જ ડીલ થઈ નથી. ફિલ્મ મેકર્સની ઈચ્છા છે કે લોકો હજુ થોડા સમય સુધી હનુમાન ફિલ્મી પડદે જ જુએ. ફિલ્મ પ્રોડ્યુસર નું કહેવું છે કે ફિલ્મ ઓટીટી પર આવશે પરંતુ 100 દિવસ સુધી દર્શકોએ રાહ જોવી પડી શકે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES