અમદાવાદમાં શનિવારે રાત્રે દિલજીત દોસાંજ નો શો યોજાયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ શોનું આયોજન થયું હતું. આ શો દરમિયાન દિલજીત દોસાંજ સ્ટેજ પરથી પોતાને લઈને જે ભેદભાવ થાય છે તેની વાત કરી હતી.. દિલજીત દોસાંજ જે કહ્યું હતું કે જો વિદેશના ગાયક અહીં આવીને દારૂવાળા ગીત ગાય તો વાહ વાહ કરવામાં આવે છે અને દિલજીત દોસાંજ પર પ્રતિબંધો લગાડવામાં આવે છે. આ વાત કહીને તેને તંત્રને ટોણો માર્યો હતો.
મહત્વનું છે કે અમદાવાદમાં દિલજીત દોસાંજનો શો યોજાવાનો હતો તે પહેલા તેના 4 ગીતોને લઈને ચેતવણી આપવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ 4 ગીત સ્ટેજ પરથી ગાવામાં ન આવે કારણ કે તેમાં દારૂ, નશા અને ગન કલ્ચરને પ્રોત્સાહન મળે તેવી વાતો છે.. આ વાતને લઈને શો દરમિયાન દિલજીત દોસાંજ પોતાના વિચાર રજુ કર્યા હતા. શો દરમિયાન લોકો સાથે વાતચીત કરતી વખતે તેણે હસતા મોઢે લોકોના ડબલ સ્ટાન્ડર્ડ વિશે પણ વાત કરી હતી.
દિલજીત દોસાંજ તેના શોમાં સ્ટેજ પરથી એવું કહ્યું કે ગયા વર્ષે અમદાવાદના આ જ સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનું આયોજન થયું હતું.. જેમાં વિદેશી સિંગરોએ ડ્રંક એન્ડ ફિલિંગ હાય એ ગીત પણ ગાયું હતું. જ્યારે કોલ્ડ પ્લે અહીં આવીને આ ગીત ગાય છે તો કોઈને પરેશાની થતી નથી. બધા વાહ વાહ કરે છે પરંતુ જો દિલજીત દોસાંજ આવું કરે તો બધાને પરેશાની થવા લાગે છે. તેણે કહ્યું હતું કે તેને લઈને જે ડબલ સ્ટાન્ડર્ડ છે તે વાત તેની સમજમાં આવતી નથી.
દિલજીત દોસાંજનો શો જ્યાં પણ થાય છે ત્યાં તેના પર કેટલાક પ્રતિબંધો લગાડવામાં આવે છે. આ વાતને લઈને નારાજગી વ્યક્ત કરતા દિલજીત દોસાંજ પોતાના વિરોધીઓને ચેતવણી પણ આપી દીધી હતી. તેણે કહી દીધું હતું કે તેને કોઈ માટે અંગત સમસ્યા નથી પરંતુ જો કોઈ તેને ઉકસાવશે તો તે જવાબ જરૂર આપશે.. જો તેને ઉકસાવવામાં નહીં આવે તો તેનું કામ કરશે અને નીકળી જશે.
અમદાવાદમાં દિલજીત દોસાંજ તેને વિદેશી કહેવામાં આવે છે તે વાતને લઈને નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે લોકો તેને કહે છે કે તે વિદેશથી આવ્યો છે પરંતુ લોકો ભૂલી જાય છે કે તેનો જન્મ ભારતમાં થયો છે, તેની સાથે જે બેન્ડના મેમ્બર છે તે બધા પણ ભારતીય છે અને તેની સાથે જ દુનિયાભરમાં ફરીને શો કરે છે. દિલજીત દોસાંજ એવું પણ કહી દીધું કે તે આવી જ રીતે દુનિયાભરમાં ફરીને ભારતીય અને પંજાબી મ્યુઝિકનું નામ રોશન કરતો રહેશે. ભલે તેના પર પ્રતિબંધો લગાવવામાં આવે.