SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Diljit Dosanjh: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટમાં 4 ગીત પર પ્રતિબંધ મુકવા માંગ, 21 નવેમ્બરે થવાનો છે કોન્સર્ટ

Diljit Dosanjh: દિલજીત દોસાંજ હાલ ભારતના અલગ અલગ શહેરોમાં કોન્સર્ટ કરી રહ્યો છે. જેમાં 21 નવેમ્બરે અમદાવાદમાં તેનો શો થવાનો છે. આ શો દરમિયાન તેના 4 ગીત પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.

Written By Krupa Shah
Published: Nov 13, 2026, 03:18 PM IST | Updated: Nov 13, 2026, 03:20 PM IST
Join

Diljit Dosanjh: દિલજીત દોસાંજ ભારતમાં અલગ અલગ શહેરોમાં તેનો લાઇવ કોન્સર્ટ કરી રહ્યો છે. તાજેતરમાં જ તેને દિલ્હીમાં શાનદાર કોન્સર્ટનું આયોજન કર્યું હતું ત્યારબાદ દેશભરના અલગ અલગ શહેરોમાં તેના કોન્સર્ટ લાઈન અપ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ 21 નવેમ્બરે દિલજીતનો કાર્યક્રમ થવાનો છે. આ કાર્યક્રમનું આયોજન થાય તે પહેલા જ એક અરજી કરવામાં આવી છે જેમાં કોન્સર્ટમાં 4 ગીત ગાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે.

દિલજીત દોસાંજના કોન્સર્ટ પહેલા સમસ્યા ન થાય તેવું શક્ય ન હોય તેવું લાગે છે. દિલ્હીમાં થયેલા કોન્સર્ટ પહેલા પણ ભારે વિવાદો થયા હતા હવે અમદાવાદમાં થનાર કોન્સર્ટ પહેલા પણ એક નવી વાત સામે આવી છે. ગુજરાતના અમદાવાદમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો લાઇવ કોન્સર્ટ થવાનો છે. આ કોન્સર્ટમાં ચાર ગીત ગાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ જિલ્લા બાળ સંરક્ષણ અધિકારીએ પોલીસ કમિશનરને પત્ર લખીને કરી છે.

આ પણ વાંચો: Ramayana: 1 વીકમાં રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન 1000 કરોડને પાર, નવા વર્ષમાં સૌથી વધુ કમાણી કરી

જે ચાર ગીતો પર પ્રતિબંધ મૂકવાની વાત કરવામાં આવી છે તેમાં દારૂ, નશા અને હિંસાને પ્રોત્સાહન આપવાની વાત છે તેવું કહેવામાં આવ્યું છે. આ સિવાય કોન્સર્ટમાં હાઈવ વોલ્યુમ, ચમકતી લાઈટો તેમજ બાળકોને સ્ટેજ પર બોલાવવા જેવા કામ કરવાને લઈને પણ પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પત્રમાં ચાર ગીતનો વિશેષ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર દિલજીત સાંજના લોકપ્રિય ગીતો છે.

અમદાવાદના કોન્સર્ટમાં જે ચાર ગીતો ગાવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમાં પટિયાલા પેગ, પાંચ તારા ઠેકે, જેબ વીચો ફીમ, જટ ફાયર કરદાં ગીતનો સમાવેશ થાય છે. બાલ સંરક્ષણ અધિકારીનું કહેવું છે કે આ ગીતને શબ્દો બદલીને પણ ગાવામાં ન આવે. કારણ કે આ ગીતમાં દારૂ, અફીણ, નશો અને હથિયારનો ઉલ્લેખ છે જેની બાળકો અને યુવાનો પર ખરાબ અસર થઈ શકે છે એટલા માટે આ ચાર ગીત ગાવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Govinda Komal Rani Photos: કોમલ રાનીએ ઈંસ્ટાગ્રામ પર શેર કરી ગોવિંદા સાથેની રોમેન્ટિક તસવીરો, તમે જોઈ કે નહીં ?

જોકે દિલજીતના અમદાવાદના કોન્સર્ટ પર જ નહીં પરંતુ ઇંદોરના કોન્સર્ટ પર જોખમ તોડાઈ રહ્યું હોય તેવું લાગે છે. ઇન્દોરમાં કોઈ તરફથી વિરોધ તો કરવામાં આવ્યો નથી પરંતુ એવી જાણકારી સામે આવી છે કે ઈન્દોરમાં દિલજીતના કોન્સર્ટ પહેલા શહેરની ત્રણ બેંકો અને મેયર સેક્રેટરીએટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જે ધમકી ભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે તેમાં પંજાબી અને અંગ્રેજી બંને ભાષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇન્દોરમાં ધમકી ભર્યા ઈ-મેલ પછી તપાસ શરૂ થઈ ગઈ છે. અહીં 15 નવેમ્બરે કોન્સર્ટ થવાનો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES