SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

2490 કરોડની સંપત્તિ ઘટી છતાં શાહરુખ છે ભારતનો સૌથી અમીર એક્ટર, જાણો બીજા નંબર પર કોણ છે ?

India's Richest Actor: હુરુન રિચ લિસ્ટમાં ભારતના સૌથી અમીર એક્ટર તરીકે શાહરુખ ખાનનું નામ આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં શાહરુખ ખાનની સંપત્તિમાં 2490 કરોડનો ઘટાડો થયો હોવા છતા શાહરુખ નેટવર્થની બાબતમાં નંબર 1 છે.

Written By Krupa Shah
Published: Sep 24, 2026, 11:53 AM IST | Updated: Sep 24, 2026, 11:57 AM IST
Join

India's Richest Actor: તાજેરમાં જ હુરુન રિચ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં શાહરુખ ખાનનો દબદબો જોવા મળ્યો છે. 10,000 કરોડની નેટવર્થ સાથે શાહરુખ ખાન નંબર 1 પર છે. હુરુન ઈંડિયા રિચ લિસ્ટ 2026 માં શાહરુખ ખાનનો દબદબો જોવા મળ્યો છે. શાહરુખ ખાનની નેટવર્થ 1 વર્ષમાં 2490 કરોડ ઘટી હોવા છતાં શાહરુખ ખાન નંબર 1 પોસ્ટ પર છે. શાહરુખ ખાન પછી બીજા નંબરે અમિતાભ બચ્ચન છે.

ભારતનો સૌથી અમીર એક્ટર શાહરુખ ખાન

10,000 કરોડની નેટવર્થ સાથે ભારતના સૌથી અમીર એક્ટરની યાદીમાં શાહરુખ ખાન નંબર 1 પર છે. ગયા વર્ષે આ યાદી મુજબ શાહરુખ ખાનની નેટવર્થ 12,490 કરોડ હતી. આ વર્ષે તેની સંપત્તિમાં ઘટાડો થયો છે. શાહરુખ ખાનની નેટવર્થમાં તેની પ્રોડક્શન કંપની રેડ રિલીઝ, આઈપીએલ ટીમ અન્ય બિઝનેસથી થતી કમાણીનો સમાવેશ થાય છે.

1 વર્ષમાં શાહરુખની સંપત્તિ 2490 કરોડ ઘટી

શાહરુખ ખાન વર્ષ 2025 માં પણ ભારતના સૌથી અમીર એક્ટરના લિસ્ટમાં નંબર 1 પર હતો. તે સમયે તેની સંપત્તિ 12,490 કરોડ હતી. આ વર્ષે તેની સંપત્તિ ઘટી છે પણ તેમ છતાં તેની બાદશાહત કાયમ છે. કારણ કે બોલીવુડના શહેનશાહ ગણાતા અમિતાભ બચ્ચનની નેટવર્થ પણ શાહરુખ ખાન સામે ઓછી છે.

બીજા નંબર પર અમિતાભ બચ્ચન

શાહરુખ ખાન 10,000 ની સંપત્તિ સાથે પહેલા નંબર પર છે તો બીજા ક્રમે અમિતાભ બચ્ચન છે. અમિતાભ બચ્ચનની નેટવર્થ 4000 કરોડ રુપિયા છે. ત્યારબાદ ત્રીજા નંબર પર 3000 કરોડની નેટવર્થ સાથે સલમાન ખાન છે. જ્યારે ચોથા નંબર પર 2500 કરોડની નેટવર્થ સાથે ઋત્વિક રોશન આવે છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાનની સંપત્તિ વચ્ચે પણ મોટો તફાવત છે. બોલીવુડના દિગ્ગજ કલાકારો કરતાં પણ શાહરુખ ખાનની કુલ સંપત્તિ અનેકગણી વધારે છે. જેના કારણે જ 1 વર્ષમાં સંપતિમાં 2400 કરોડથી વધુનો ઘટાડો થયો હોવા છતાં શાહરુખ ખાનની સંપત્તિ 10,000 કરોડ છે જે એક્ટર્સમાં સૌથી વધારે છે.

શાહરુખ ખાનનું વર્કફ્રંટ

કામની વાત કરીએ તો શાહરુખ ખાન હાલ તેની આગામી ફિલ્મ કિંગ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મની છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ છે. શાહરુખે સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે વાતચીત દરમિયાન કંફર્મ કર્યું હતું કે કિંગ ફિલ્મ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે તેની દીકરી સુહાના ખાન, દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન પણ મુખ્ય ભુમિકામાં જોવા મળશે.  

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES