SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ramayana: જટાયુનો 2 શબ્દનો ડાયલોગ બોલવામાં અનુપમ ખેર એ આપ્યા 200 ટેક, 2 શબ્દોના કારણે સીન બન્યો ખાસ

Ramayana: રામાયણ ફિલ્મ સંબંધિત વધુ એક રસપ્રદ જાણકારી સામે આવી છે. રામાયણમાં જટાયુના પાત્રને અવાજ અનુપમ ખેર એ આપ્યો છે. જટાયુના સીનમાં એક ડાયલોગ બોલવામાં અનુપમ ખેર એ 200 ટેક આપ્યા હતા. આ ડાયલોગમાં પણ 2 જ શબ્દો છે.

Written By Krupa Shah
Published: Nov 18, 2026, 14:38 IST | Updated: Nov 18, 2026, 14:41 IST
Join

Ramayana: બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની ફિલ્મ રામાયણ રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને લઈને રસપ્રદ જાણકારીઓ સામે આવી રહી છે. ફિલ્મ કામ કરી ચૂકેલા કલાકારો હવે ફિલ્મ દરમિયાન તેમને થયેલા અનુભવો શેર કરવા લાગ્યા છે. આવો જ એક અનુભવ અને ખાસ કિસ્સો અનુપમ ખેર સાથે જોડાયેલો છે. બોલીવુડ એક્ટર અનુપમ ખેર રામાયણ ફિલ્મ સાથે જોડાયેલા છે. કારણ કે હિન્દી વર્ઝનમાં અનુપમ ખેર એ જટાયુને અવાજ આપ્યો છે. ફિલ્મમાં જટાયુ અને શ્રીરામ વચ્ચે જે સંવાદ દર્શાવવામાં આવ્યો છે તેમાં બે શબ્દનો એક ડાયલોગ બોલવામાં અનુપમ ખેરને 200 ટેક આપવા પડ્યા હતા.

આ પણ વાંચો: Sonakshi Sinha: રાહુલ ગાંધીને ટ્રોલ કરનાર લોકો પર ભડકી અભિનેત્રી સોનાક્ષી સિંહા, સોશિયલ મીડિયા પર શેર કર્યું રિએકશન

રામાયણ ફિલ્મ જોઈ ચૂકેલા મોટાભાગના લોકો ફિલ્મના ઘણા બધા સીનને શાનદાર કહી રહ્યા છે પરંતુ સૌથી વધારે વખાણ જટાયુ અને રાવણના યુદ્ધના થઈ રહ્યા છે. જટાયુ અને રાવણના યુદ્ધ પછી જ્યારે ઘાયલ જટાયુ અને શ્રીરામ વચ્ચે સંવાદ થાય છે ત્યારે જટાયુ બે શબ્દો બોલે છે. આ બે શબ્દો જે ભાવથી બોલવાના હતા કે ભાવ અવાજમાં લાવવા માટે અનુપમ ખેરને 200 ટેક આપવા પડ્યા. અનુપમ ખેરે 200 ટેક પછી જે ડાયલોગ બોલ્યો તેના કારણે જટાયુનો સીન યાદગાર બની ગયો. આ બે શબ્દોનો ડાયલોગ એવો છે જે લોકોની આંખમાં આંસુ લાવી દે.

આ પણ વાંચો: Ramayana: બીજા સપ્તાહમાં રામાયણ ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઘટાડો, જાણો ભારતમાં નેટ કલેકશન કેટલું ?

અનુપમ ખેરનો 200 ટેકનો ડાયલોગ

ફિલ્મમાં જ્યારે રાવણ સીતા માતાનું હરણ કરીને જઈ રહ્યો હોય છે ત્યારે જટાયુ સાથે રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધ માં જટાયુની હાર થાય છે અને ઘાયલ અવસ્થામાં જટાયુ જમીન પર પડી જાય છે. મરતાં પહેલા જટાયુ શ્રીરામને રાવણ સીતાનું હરણ કરીને લંકા લઈ ગયો છે તે સંદેશ આપે છે. લંકાનું વર્ણન કર્યા પછી જ્યારે જટાયુના પ્રાણ નીકળવાના હોય છે ત્યારે તેના મોઢામાંથી હે રામ શબ્દો નીકળે છે. આ બે શબ્દો બોલવામાં જ અનુપમ ખેરને શૂટિંગ દરમિયાન 200 ટેક આપવા પડ્યા હતા.

આ પણ વાંચો: વિજય-રશ્મિકાની ફિલ્મ ઓટીટી પર ટ્રેંડ કરવા લાગી, બોક્સ ઓફિસ પર મહાફ્લોપ ફિલ્મ OTT પર હિટ

રિપોર્ટ અનુસાર હે રામ એ બે શબ્દો બોલવા માટે અનુપમ ખેરને ખૂબ મહેનત કરવી પડી હતી. કારણ કે બે શબ્દોના આ ડાયલોગમાં માતા સીતાને ન બચાવી શકવાનું દુઃખ અને શ્રીરામને કરેલા અંતિમ પ્રણામ બંનેના ભાવની જરૂર હતી. જ્યાં સુધી હે રામ શબ્દમાં તે ભાવ ન આવ્યો ત્યાં સુધી અનુપમ ખેરને ડાયલોગ માટે રીટેક આપ્યા. 200 રીટેક પછી અનુપમ ખેર એ આ ડાયલોગ પરફેક્ટ રીતે બોલ્યો.

અનુપમ ખેર એ પણ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ ડાયલોગ માટે ડબિંગ પહેલા તેણે ઘરે પણ ઘણી પ્રેક્ટિસ કરી હતી. ડબિંગ દરમિયાન પણ તેણે ઘણા બધા રીટેક લીધા હતા. અંદાજે 200 જેટલા રીટેક પછી પરફેક્ટ ભાવમાં હે રામ શબ્દ બોલાયો અને તે ડાયલોગનો ઉપયોગ રામાયણ ફિલ્મમાં કરવામાં આવ્યો.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES