SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Amitabh Bachchan: 5 પ્રોજેક્ટના કારણે રસ્તા પર આવી ગયા હતા અમિતાભ બચ્ચન, આ રીતે કર્યું શૂન્યમાંથી સર્જન

Amitabh Bachchan: બોલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 11 ઓક્ટોબરે તેમનો 84 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 84 વર્ષની ઉંમરે પણ બીગ બી ટીવીથી લઈ ફિલ્મોમાં છવાયેલા રહે છે પરંતુ એક સમય હતો જ્યારે તેઓ 5 ખોટા નિર્ણયના કારણે રસ્તા પર આવી ગયા હતા. આ સમય બચ્ચન પરિવારનો સૌથી ખરાબ સમય હતો.

Written By Krupa Shah
Published: Oct 11, 2026, 08:29 AM IST | Updated: Oct 11, 2026, 08:31 AM IST
Join

Amitabh Bachchan: 84 વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ફિલ્મોમાં અને ટીવી હોસ્ટ તરીકે એક્ટિવ છે. જે ઉંમરે લોકો નિવૃત્ત થઈ આરામનું જીવન જીવવાનું પસંદ કરે છે તે ઉંમરે પણ અમિતાભ બચ્ચન એક્ટિવ છે. આજે અમિતાભ બચ્ચન પાસે નામ, સંપત્તિ, સુખી પરિવાર બધું જ છે. પરંતુ 90 ના દાયકામાં અમિતાભ બચ્ચન એ તેની લાઈફનો સૌથી ખરાબ સમય પણ જોયો છે. એવું કહી શકાય કે તે સમયે અમિતાભ બચ્ચન સુપરસ્ટારમાંથી શૂન્ય થઈ ગયા અને પછી તેમણે ફરીથી નવસર્જન કર્યું.

આ પણ વાંચો: અમિતાભથી લઈ અક્ષય સાથે સંબંધોની ચર્ચા, લગ્નને લઈને પણ સવાલો, છતાં એકલવાયું જીવન જીવે છે રેખા

અમિતાભ બચ્ચન એ પણ તેના જીવનમાં ઘણા ચઢાવ ઉતારનો સામનો કર્યો છે. પરંતુ આવા સમયમાંથી પણ અમિતાભ બચ્ચન હાર માન્યા વિના મહેનત કરી બહાર આવ્યા. વાત ત્યારની છે જ્યારે બોલીવુડમાં એક પછી એક સુપરહીટ ફિલ્મો આપીને અમિતાભ બચ્ચને પોતાની ઓળખ બનાવી હતી. ત્યારબાદ તેમણે 1996 માં  60 કરોડથી વધુના ખર્ચે એબીસીએલ એટલે કે અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ કંપનીની સ્થાપના કરી. કંપની શરુ થયા સુધી કોઈ સમસ્યા ન હતી. પણ પહેલા કોર્પોરેટ વેન્ચરમાં અમિતાભ બચ્ચને એક પછી એક 5 ખોટા નિર્ણયો કર્યા જેના કારણે તેમની કંપની ડુબી ગઈ, તેમના માથા પર કરજ થઈ ગયું અને અમિતાભ બચ્ચન રસ્તા પર આવી ગયા.

અમિતાભ બચ્ચનની કંપનીના 5 ફ્લોપ પ્રોજેક્ટ

અમિતાભ બચ્ચનની કંપનીની શરુઆત સારી હતી. કંપનીના પહેલા વર્ષમાં 15 કરોડનો નફો થયો. પણ ત્યારબાદ જે 5 પ્રોજેક્ટ કંપનીએ હાથમાં લીધા તેના કારણે કંપની 70 કરોડથી વધુની નુકસાનીમાં ઉતરી ગઈ અને પરિણામે અમિતાભ બચ્ચન પર કરોડોનું કરજ થઈ ગયું.

આ પણ વાંચો: Nushrratt Bharuccha: અભિનેત્રી નુસરત બરુચાએ શેર કર્યો વ્હીલ ચેર અને સૂર્યાસ્તનો ફોટો, કહ્યું પિક્સર અભી બાકી હૈ દોસ્ત

1. એબીસીએલ કંપનીને સૌથી વધુ નુકસાન મિસ વર્લ્ડ શોના આયોજનમાં થયું. બેંગલુરુમાં ગાલા મિસ વર્લ્ડ શો યોજાયો હતો જેમાં સૌથી મોટું આર્થિક નુકસાન થયું.
2. એબીસીએલ કંપનીને મૃત્યદાતા ફિલ્મથી પણ નુકસાન સહન કરવું પડ્યું.
3. કંપનીનો ત્રીજો ફ્લોપ પ્રોજેક્ટ સાત રંગ કે સપને ફિલ્મ હતી. ફિલ્મમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો હતા તેમ છતાં ફિલ્મ ફ્લોપ રહી.
4. એબીસીએલ કંપનીએ એબી બેબી નાનું મ્યુઝિક આલ્બમ કર્યું હતું જે પણ ફ્લોપ રહ્યો.
5. એક પછી એક ચાર પ્રોજેક્ટ ફ્લોપ ગયા પછી કંપનીએ મુકુલ દેવની ફિલ્મ નામ ક્યા હૈ માં પૈસા નાખ્યા. પણ આ ફિલ્મ ક્યારેય રિલીઝ થઈ નહીં અને કંપની ડુબી ગઈ.

કરજમાં ડુબેલા અમિતાભ બચ્ચને હાર ન માની

કરજમાં ડુબેલા અમિતાભ બચ્ચન એ હાર માની નહીં તે કામ માટે લોકોને મળતાં રહ્યા અને તેમને ખરાબ સમયમાંથી બહાર આવવામાં 2 પ્રોજેક્ટથી મદદ મળી. અમિતાભ બચ્ચનને યશ ચોપડાએ મોહબ્બતે ફિલ્મમાં કામ આપ્યું અને સાથે જ તેમણે ટીવી પર કેબીસી હોસ્ટ કરવાનું શરુ કર્યું. આ 2 પ્રોજેક્ટ અમિતાભ બચ્ચન માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયા. ત્યારથી શરુ થયેલી સફળતા હજુ પણ ચાલી રહી છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES