બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વચ્ચે દિલજીત એ મુંબઈમાં કર્યો શાનદાર શો, સ્ટેજ પરથી મુંબઈ પોલીસના કર્યા વખાણ
દિલજીત દોસાંજનો મુંબઈનો કોન્સર્ટ પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં શાનદાર રીતે પુરો થયો. જણાવી દઈએ કે મુંબઈમાં દિલજીતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અજાણ્યા વ્યક્તિએ ઈમેલના માધ્યમથી આપી હતી. આ ધમકી બાદ મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં હતી અને તેના માટે દિલજીતએ સ્ટેજ પરથી પોલીસને વખાણ પણ કર્યા.
પંજાબી સિંગર દિલજીત દોસાંજ એ પોતાના મુંબઈના કોન્સર્ટમાં પણ રંગ જમાવ્યો હતો. સોશિયલ મીડિયા પર મુંબઈના કોન્સર્ટના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દિલજીત દોસાંજને મુંબઈમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી હતી તેની વચ્ચે દિલજીત દોસાંજનો કોન્સર્ટ શાનદાર રીતે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂરો થયો. જેના માટે દિલજીત દોસાંજ મુંબઈ પોલીસના વખાણ કર્યા હતા.
મુંબઈમાં 27 નવેમ્બર અને શુક્રવારે દિલ્હી સાંજનો કોન્સર્ટ યોજાયો હતો. મુંબઈમાં દિલજીત નો કોન્સર્ટ ન થાય તે માટે છેલ્લા કેટલાક દિવસોથી ધમકીઓ મળી રહી હતી. મુંબઈમાં દિલજીત દોસાંજને બોમથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી જેને લઈને પોલીસ પણ એલર્ટ મોડમાં હતી. પોતાને મળેલી ધમકી માટે પહેલી વખત દિલજીત દોસાંજ સ્ટેજ પરથી પણ વાત કરી હતી. દિલજીત દોસાંજ તેનો એક વિડીયો પણ શેર કર્યો છે.
આ પણ વાંચો: કેવી છે ઈમરાન-જેનેલિયાની ફિલ્મ Gunmaaster G9, વાંચો ફિલ્મ જોઈ લોકોએ શું કહ્યું ?
દિલજીત દોસાંજ સ્ટેજ પરથી કહે છે કે તેને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી આવું એટલા માટે કરવામાં આવે છે કે લોકો તેના શોમાં ન આવે અને લોકોને રોકી શકાય. પરંતુ આવી ધમકીઓથી તેનો જોશ ઓછો થતો નથી.. આ તકે દિલજીત દોસાંજ રાહત ઇન્દોરી ની શાયરી પણ સંભળાવી હતી. દિલજીત દોસાંજ સ્ટેજ પરથી એવું પણ કહી દીધું કે તેના દુશ્મનો ભલે તેના પર બોમ્બ ફેકે પણ દિલજિત તરફથી તો તેમને પ્રેમ જ મળશે.
દિલજીત દોસાંજ એ સ્ટેજ પરથી પોલીસના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે તે પોલીસની જવાબદારી અને મજબૂરી સમજે છે એટલા માટે જ શોમાં આવનાર દરેક વ્યક્તિને ચેક કરવામાં આવે છે. સ્ટેજ પરથી તેણે મુંબઈ પોલીસનો આભાર માન્યો હતો.દિલજીત દોસાંજ કાર્યક્રમમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો કારણ કે 23 ઓક્ટોબરે મુંબઈના મેયરની ઓફિસમાં એક ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો હતો જેમાં મેયર ઓફિસ, અમિતાભ બચ્ચનનું ઘર જલસા અને 27 નવેમ્બરે દિલજીતના કોન્સર્ટમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે ગ્રેનેટથી હુમલો કરવામાં આવશે. જેને લઈને દિલજીત દોસાંજના કાર્યક્રમમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.