SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Isha Koppikar: સત્ય જાણો, વિચાર્યા વિના વિરોધનો ભાગ બનવા રસ્તા પર ન ઉતરો, અભિનેત્રી ઈશા કોપિકરની Gen Z ને અપીલ

Isha Koppikar: દિલ્હીમાં સીજેપીના પ્રદર્શનનો ભાગ બનવા પહોંચેલા યુવાનોને અભિનેત્રી ઈશા કોપિકરે ખાસ અપીલ કરી છે. ઈશાએ એક વીડિયો શેર કરી યુવાનોને મેસેજ આપ્યો છે કે ભીડનો ભાગ બની રસ્તા પર હોબાળો કરવા ન ઉતરો, સત્ય જાણો અને જવાબદાર જનરેશન બનો.

Written By Krupa Shah
Published: Oct 10, 2026, 03:45 PM IST | Updated: Oct 10, 2026, 03:48 PM IST
Join

Isha Koppikar: દિલ્હીમાં ફરી એકવાર સીજેપીના પ્રદર્શનમાં ભાગ લેવા માટે યુવાનો પહોંચવા લાગ્યા છે. તેવામાં બોલીવુડના મોટાભાગના કલાકારોએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું છે પરંતુ અભિનેત્રી ઈશા કોપીકરે આ સ્થિતિમાં યુવાનો માટે ખાસ મેસેજ શેર કર્યો છે. ઈશા કોપીકરે યુવાનોને જવાબદાર બનવાનું અને સમજદારીથી કામ લેવાની સલાહ આપી છે.

અભિનેત્રી ઈશા કોપીકરની અપીલ

સીજેપીના આંદોલનનો ભાગ બનવા સમજ્યા વિચાર્યા વિના પહોંચા યુવાનોને ઈશા કોપીકરે વીડિયોના માધ્યમથી કહ્યું છે કે, નવી પેઢીના યુવાનોએ સમજદાર જનરેશન બનવાની જરૂર છે. એક પેઢી જે મજબૂત હોય, સમજદાર હોય અને મજબૂત ભારતના નિર્માણમાં યોગદાન આપે. ઈશા કોપીકરે જણાવ્યું કે ગુસ્સો કે વિરોધ વ્યક્ત કરવો દરેક વ્યક્તિનો અધિકાર છે પણ આ કામ એવી રીતે ન હોવું જોઈએ જેથી દેશની સંપત્તિ, પ્રગતિ અને શાંતિને નુકસાન થાય.

અભિનેત્રીએ યુવાનોને કહ્યું છે કે આજના યુવાનોએ કોઈપણ પ્રકારના હોબાળાનો ભાગ બનવાને બદલે મજબૂત, સમજદાર અને શ્રેષ્ઠ ભારતના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. અભિનેત્રીએ વીડિયોમાં યુવાનોને પોતાના અધિકારોની સાથે કર્તવ્યોને સમજાવી વાત પણ કહી છે. યુવાનો એવું કહે છે કે દેશ એ તેમને શું આપ્યું હકીકતમાં એવું પણ વિચારવું જોઈએ કે તેમણે દેશ માટે શું કર્યું ? ઈશા કોપીકરે વીડિયોમાં કહ્યું છે કે દેશના દરેક નાગરિકે પોતાના અધિકારોની લડાઈની સાથે પોતાની દેશ પ્રત્યેની જવાબદારીને પણ યાદ રાખવી જોઈએ.

 

મહત્વપૂર્ણ છે કે ઈશા કોપીકર બોલીવુડની સુંદર અભિનેત્રી છે. અભિનેત્રીએ 2000 માં ફિઝા ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ઈશા કોપીકર કંપની, પિંજર, ડોન, કૃષ્ણા કોટેજ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. હિંદી ઉપરાંત અભિનેત્રી તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES