SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ગુજરાતને આંગણે કાર્તિક આર્યન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરી મુલાકાત, દહીં-થેપલાનો પણ માણ્યો સ્વાદ

આજે કેવડિયા પાસે એક્તા નગરમાં અતિપ્રતિષ્ઠિત એવા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે. મોટી મોટી હસ્તીઓનો આયોજનમાં સામેલ થવા માટે જમાવડો થવા લાગ્યો છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ એક્તા નગર પહોંચી ગયો છે જેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળવાનો છે.

Written By Viral Raval
Published: Sep 22, 2026, 04:02 PM IST | Updated: Sep 22, 2026, 04:05 PM IST
Join

આ વખતે ગુજરાતને આંગણે નેશનલ એવોર્ડ્સ સમારોહ યોજાયો છે અને મોંઘેરા મહેમાનો પણ ધીરે ધીરે આવવા માંડ્યા છે.  22 સપ્ટેમ્બરે કેવડિયા પાસે એક્તા નગરમાં 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે. આ પ્રતિષ્ઠિત સમારોહનું ભવ્ય રીતે આયોજન કરાયું છે. જ્યાં મહેમાનો માટે એક મોટો પંડાલ, એર કન્ડીશન્ડ ડોમ અને પૂરતી વ્યવસ્થા કરાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ સમારોહમાં પુરસ્કાર આપશે. આ સમારોહ બપોરે 3 વાગે શરૂ થવાનો છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ સમારોહમાં સામેલ થવા માટે ગુજરાત પહોંચી ચૂક્યો છે.

કાર્તિક આર્યનનો વીડિયો વાયરલ
ગુજરાતના નર્મદા જિલ્લાના એક્તા નગર (કેવડિયા)માં બોલીવુડ હસ્તીઓનો જમાવડો થવા લાગ્યો છે. જેમાં કાર્તિક આર્યન પણ સામેલ છે. કાર્તિક આર્યને સોશિયલ મીડિયામાં પોતાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો વીડિયો અને ફોટા શેર કર્યા છે જે ખુબ વાયરલ થયા છે.

ભવ્ય સ્વાગત
કાર્તિક આર્યન જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચ્યો અને ત્યારબાદ હોટલમાં આગમન થયું ત્યારે તેનું ઢોલ નગારા, માળા, આરતી અને તિલક લગાવીને સ્વાગત કરાયું હતું. એક વીડિયોમાં અભિનેતા સાથે લોકો પોતાના ફોટા  લેતા પણ જોવા મળ્યા.

અત્રે જણાવવાનું કે 1954મા શરૂ થયેલા આ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ફીચર ફિલ્મો, નોન ફીચર ફિલ્મો, અને સિનેમા લેખનમાં ઉત્કૃષ્ટતાને પ્રાધાન્ય આપે છે. આ એવોર્ડ્સ ભારતની ભાષાઓ, ક્ષેત્રો અને સિનેમાઈ રૂપોની ફિલ્મો તથા ફિલ્મ નિર્માણને સામેલ કરે છે.

કોની કોની થઈ છે પસંદગી?
2024 ફિલ્મ વર્ષના મુખ્ય સન્માનોમાં નીચેના એવોર્ડ્સ માટે જાહેરાત થઈ છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES