SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

રેલવેમાં 10 પાસ અને ITI પાસ માટે 4,600થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, 11 નવેમ્બરથી અરજી શરૂ

રેલવેમાં નોકરી શોધી રહેલા ધોરણ 10 પાસ અને ITI યુવાઓ માટે શાનદાર તક આવી છે. ઉત્તર રેલવે (Northern Railway) એ 4651 એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી બહાર પાડી છે. આવો જાણીએ યોગ્યતા, અરજી ફી સહિત અન્ય વિગતો.

Written By Gokani Dhaval
Published: Nov 10, 2026, 12:35 PM IST | Updated: Nov 10, 2026, 12:38 PM IST
Join

Railway job after 10th and ITI : રેલવેમાં સરકારી નોકરીનું સપનું જોઈ રહેલા યુવાઓ માટે સુવર્ણ તક છે. ઉત્તર રેલવેએ 4651 એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તે હેઠળ 15થી 24 વર્ષના 10 પાસ અને આઈટીઆઈ હોલ્ડર યુવા 11 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. ખાસ વાત છે કે આ ભરતી માટે કોઈ પરીક્ષા યોજાશે નહીં, પરંતુ ઉમેદવારોની પસંદગી સીધી 10 અને આઈટીઆઈના માર્ક્સના આધારે તૈયાર મેરિટ લિસ્ટથી કરવામાં આવશે. આવો જાણીએ જગ્યાની વિગત, યોગ્યતા, પસંદગી પ્રક્રિયા અને અરજી ફી.

જગ્યાની વિગત

RRB દ્વારા જાહેર કરવામાં આવેલી કુલ 4,651 જગ્યાઓમાંથી—જેને યુનિટ અને ટ્રેડ (વ્યવસાય) મુજબ વર્ગીકૃત કરવામાં આવી છે—લખનૌ (LKO) ક્લસ્ટરમાં 1,525 જગ્યાઓ, દિલ્હી (DLI) ક્લસ્ટરમાં 1,312 જગ્યાઓ, ફિરોઝપુર (FZR) ક્લસ્ટરમાં 740 જગ્યાઓ, મુરાદાબાદ (MB) ક્લસ્ટરમાં 63 જગ્યાઓ, અંબાલા (UMB) ક્લસ્ટરમાં 979 જગ્યાઓ અને જમ્મુ ક્લસ્ટરમાં 32 જગ્યાઓ છે.

ક્યારે શરૂ થશે અરજી પ્રક્રિયા

એપ્રેન્ટિસની આ જગ્યા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 11 નવેમ્બરથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. તેવામાં જે ઉમેદવાર આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છે છે તે આરઆરસી-એનઆરની સત્તાવાર વેબસાઈટ પર અરજી લિંક સક્રિય થયા બાદ પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ પણ વાંચોઃ ONGC માં 3047 જગ્યાઓ પર એપ્રેન્ટિસની બમ્પર ભરતી: 20 નવેમ્બર સુધી કરી શકાશે ઓનલાઇન અરજી

શું છે યોગ્યતા

અરજી કરનાર ઉમેદવાર કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી એસએસસી/મેટ્રિકુલેશન/ ધોરણ 10ની પરીક્ષા (અથવા 10+2 પરીક્ષા પદ્ધતિ હેઠળ તેના સમકક્ષ અન્ય કોઈપણ પરીક્ષા) કુલ મળી ઓછામાં ઓછા 50 ટકા સાથે પાસ કરી હોવી જોઈએ. આ સાથે ઉમેદવારની પાસે ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એનસીવીટી/એસસીવીટીમાંથી સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

અરજી કરવાની ન્યૂનતમ ઉંમર ૧૫ વર્ષ અને મહત્તમ ઉંમર ૨૪ વર્ષ નક્કી કરવામાં આવી છે, જેની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખ 11 ડિસેમ્બર 2026ના આધારે કરવામાં આવશે. તો અનામત વર્ગના ઉમેદવારોને નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

યોગ્ય ઉમેદવારોની પસંદગી અરજીના સ્ક્રીનિંગ અને તપાસના આધારે તૈયાર કરેલી મેરિટ યાદી, મેડિકલ સર્ટિફિકેટની સાથે દસ્તાવેજની ચકાસણીના આધારે કરવામાં આવશે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને સ્ટાઇપેન્ડ એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ આપવામાં આવશે.

કેટલી છે અરજી ફી

અરજીપત્ર ભરવા સમયે ઉમેદવારે પોતાના વર્ગ અનુસાર નક્કી અરજી ફીની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે. જે જનરલ/ઓબીસી/EWS માટે 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો એસસી/એસટી/PWBD અને મહિલા ઉમેદવારોને અરજી ફીમાંથી છૂટ આપવામાં આવી છે.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More

ZEENEWS TRENDING STORIES