ધોરણ 12 પાસ માટે સરકારી નોકરીની શાનદાર તક, પગાર, અરજી પ્રક્રિયા વગેરે તમામ વિગતો ખાસ જાણો
ધોરણ 12 પાસ યુવાઓ માટે સરકારી નોકરીની એક સરસ તક આવી છે. મૌલાના આઝાદ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MANIT)માં નોન ટીચિંગ સ્ટાફના વિવિધ પદો પર ભરતી માટે નોટિફિકેશન બહાર પડ્યું છે.
સરકારી નોકરી કરવાની તમન્ના કોને ન હોય? ધોરણ 12 પાસ કર્યું હોય તો તમને પણ સરકારી નોકરીની તક સામે ચાલીને આવી છે. જો તમે એવી નોકરી કરવા માંગતા હોવ જે ટીચિંગ સંબંધિત ન હોય અને શૈક્ષણિક યોગ્યતામાં માત્ર 12મું પાસ હોય તો તમારા માટે શાનદાર તક છે. મૌલાના આઝાદ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MANIT)માં નોન ટીચિંગ પદો માટે ભરતી નીકળી છે અને યોગ્ય ઉમેદવારો અરજી કરી શકે છે.
સંસ્થામાં ચાલે છે આ કોર્સ
આ સંસ્થાનમાં બીટેક, એમબીએ, એમસીએ, એમટેક, પીએચડી જેવા ગ્રેજ્યુએટ-પોસ્ટગ્રેજ્યુએટ કોર્સ કરાવવામાં આવે છે. મધ્ય પ્રદેશની જાણીતી એન્જિનિયરિંગ ઈન્સ્ટીટ્યૂટ, MANIT ભોપાલમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ, સીનિયર ટેક્નિશિયન, સુપરિટેન્ડેન્ટ, સીનિયર આસિસ્ટન્ટ, ટેક્નિશિયન અને જૂનિયર આસિસ્ટન્ટ જેવી પોસ્ટ પર ગ્રુપ બી અને ગ્રુપ સીની ભરતી નીકળી છે. આ ભરતી અભિયાન હેઠળ 12મું પાસ ઉમેદવારોને નોકરી મળી શકે છે.
રેલવેમાં 10 પાસ અને ITI પાસ માટે 4,600થી વધુ જગ્યાઓ પર બમ્પર ભરતી, 11 નવેમ્બરથી અરજી શરૂ
કોણ કરી શકે છે અરજી
- MANITના નોન ટીચિંગ સ્ટાફ માટે કુલ 55 પદો પર ભરતી બહાર પડી છે.
- જેમાં સુપરિટેન્ડેન્ટ, સીનિયર આસિસ્ટન્ટ, જૂનિયર આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, એસએએસ આસિસ્ટન્ટ, લાઈબ્રેરી એન્ડ ઈન્ફોર્મેશન આસિસ્ટન્ટ, સીનિયર ટેક્નિશિયન અને ટેક્નિશિયન પદ સામેલ છે.
- આ પદો માટે ધોરણ 12 પાસથી લઈને ગ્રેજ્યુએટ અને એન્જિનિયરિંગ ડિગ્રીધારક ઉમેદવારો અરજી કરી શકે છે.
અગ્નિપથ યોજનામાં મોટો ફેરફાર: 75% અગ્નિવીરોને મળશે 'સેકન્ડ ટૂર ઓફ ડ્યુટી', 2 વર્ષ લંબાવાયું એક્સટેન્શન
પગાર કેટલો મળશે
અરજી ફીની વિગતો
કેટેગરી અરજી ફી + પ્રોસેસિંગ ફી કુલ અરજી ફી
જનરલ / EWS / OBC (નોન ક્રિમીલેયર) ₹750 + ₹750 પ્રોસેસિંગ ચાર્જ ₹1,770
SC / ST / PwBD / ESM / મહિલા ₹885 ₹885
અરજી કેવી રીતે કરવી
યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર અધિકૃત વેબસાઈટ www.manit.ac.in પર જઈને નોન ટીચિંગ ભરતી માટેની લિંક જોઈ શકે છે. તેના પર ક્લિક કર્યા બાદ અરજીફોર્મ ભરીને જમા કરાવી શકો છો. ભરતી સંબંધિત પૂરેપૂરી ડિટેલ્સ માટે વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.