ASRB ભરતી 2026: કૃષિ, IT અને એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સ માટે મોટી તક, ICAR માં 1393 જગ્યાઓ પર ભરતી જાહેર
ASRB Recruitment 2026 નું નોટિફિકેશન જારી થઈ ગયું છે. ICAR અને KVKs માં 1393 જગ્યા ભરવામાં આવશે. જાણો અરજી કરવાની છેલ્લી તારીખ, ઉંમર મર્યાદા, પરીક્ષા પેટર્ન, પગાર અને પસંદગીની સમગ્ર પ્રક્રિયા....
ASRB Vacancy 2026 : કૃષિ વૈજ્ઞાનિક પસંદગી મંડળ (ASRB) એ આઈસીએઆર (ICAR) સંસ્થાઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVKs) માં ટેક્નિકલ આસિસ્ટન્ટ (T-3) વરિષ્ઠ ટેક્નિકલ સહાયકની જગ્યા માટે કેન્દ્રીય સંયુક્ત પરીક્ષા 2026નું નોટિફિકેશન જાહેર કર્યું છે. આ હેઠળ કુલ 1393 ખાલી જગ્યા ભરવામાં આવશે. આવો આ ભરતીની વિગત, નિયમ અને પસંદગી પ્રક્રિયા વિશે જાણીએ.
કેટલી જગ્યા છે?
ભરતી હેઠળ 1254 જગ્યા ટેક્નિકલ આસિસ્ટન્ટ (T-3) અને 139 જગ્યા સીનિયર ટેક્નિકલ આસિસ્ટન્ટ (T-4) માટે છે. પસંદગીની પ્રક્રિયા કમ્પ્યુટર બેસ્ડ પરીક્ષાના આધારે થશે અને કોઈપણ જગ્યા માટે ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં.
ક્યારથી શરૂ થશે અરજી?
ઉમેદવાર 18 નવેમ્બર 2026થી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી અને ફી જમા કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2026 રાત્રે 11:59 કલાક સુધી નક્કી કરવામાં આવી છે. અરજીપત્રમાં સુધારા માટે 18થી 20 ડિસેમ્બર 2026 સુધી કરેક્શન વિન્ડો ખોલવામાં આવશે. પ્રારંભિક CBT પરીક્ષા ફેબ્રુઆરી 2027મા યોજાવાની છે.
કોણ કરી શકે છે અરજી?
અરજીકર્તાની ઉંમર અરજી કરવાની તારીખ સુધી ઓછામાં ઓછા 21 વર્ષ અને મહત્તમ 30 વર્ષ હોવી જોઈએ. એસસી/એસડી ઉમેદવારોને 5 વર્ષ, ઓબીસી (NCL) ને 3 વર્ષ અને PwBD ઉમેદવારને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ યુવાનો માટે ખુશખબર! 7 હજાર સરકારી જગ્યાઓ પર ભરતી, 2 લાખ સુધી મળશે પગાર
યોગ્યતાની વાત કરીએ તો કૃષિ, બાગબાની, પશુ વિજ્ઞાન, મત્સ્ય વિજ્ઞાન, હોમ સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ, આઈટી, લાઇબ્રેરી સાયન્સ, સિવિલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ અને કૃષિ એન્જિનિયરિંગ જેવા વિષયોમાં સ્નાતક કે સંબંધિત ડિગ્રી/ડિપ્લોમા ધરાવનાર ઉમેદવાર અરજી કરી શકે છે.
પગાર કેટલો છે?
T-3 પદ પે-લેવલ 5 અંતર્ગત આવે છે, જેમાં પગાર 29200 થી 92300 સુધી છે. તો t-4 પદ પે-લેવલ 6 અંતર્ગત આવે છે, જેનો પગાર 35400થી 1,12,400 સુધી છે.
પરીક્ષા પેટર્ન?
પ્રી એક્ઝામમાં 100 ઓબ્જેક્ટિવ સવાલ પૂછવામાં આવશે. તેમાં જનરલ નોલેજ, જનરલ અંગ્રેજી, QA અને જનરલ એગ્રીકલ્ચરના 25-25 સવાલ હશે.
પરીક્ષાનો સમયગાળો?
આ પરીક્ષા 1 કલાકની હશે, જેમાં દરેક ખોટા જવાબ પર 0.25 માર્ક્સ કાપવામાં આવશે.
મુખ્ય પરીક્ષા 300 માર્ક્સની હશે, જેમાં વિષય પ્રમાણે 100 સવાલ પૂછવામાં આવશે. અંતિમ પસંદગી મુખ્ય પરીક્ષાના પ્રદર્શનના આધાર પર કરવામાં આવશે.