SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Zee ની નવી રણનીતિ: TV અને ડિજિટલ પર પાછા ફરશે જૂના હિટ શો, જલ્દી દેખાશે ‘Jeena Isi Ka Naam Hai 2.0’, અનેક ભાષાઓમાં થશે લોન્ચ

Zee Entertainment અલગ-અલગ ભાષાઓમાં નવા નોન-ફિક્શન શો લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેમાં સા રે ગા 5 ભાષાઓમાં રજૂ થયો છે, જ્યારે Jeena Isi Ka Naam Hai 2.0 ને R. Madhavan હોસ્ટ કરશે.

Written By Kinjal Patel
Published: Oct 21, 2026, 07:06 PM IST | Updated: Oct 21, 2026, 07:13 PM IST
Join

Zee Entertainment Enterprises Ltd. (Zee) અલગ-અલગ ભાષાઓમાં પોતાના નોન-ફિક્શન શોની રેન્જ વધારવા જઈ રહ્યું છે. કંપનીનું ફોકસ હવે એવા શો પર વધારે છે, જેને પરિવારના લોકો સાથે બેસીને નિહાળી શકે. તેના માટે ઝી પોતાના જૂના અને લોકપ્રિય શોને નવા અંદાજમાં રજૂ કરવાની સાથે-સાથે કેટલાક નવા ફોર્મેટ પણ લાવવાની તૈયારી કરી રહી છે.

કંપનીની આ રણનીતિમાં મ્યુઝિક, કુકિંગ, સેલિબ્રિટી ટોક શો, ગેમ શો અને કોમેડી જેવા અનેક પ્રકારના કાર્યક્રમો સામેલ છે. Zee નો હેતુ ટીવીની સાથે પોતાના ડિજિટલ પ્લેટફોર્મ ઝી5 પર પણ એવા શો રજૂ કરવાનો છે, જેનાથી દર્શકો જોડાઈ શકે અને જેની ચર્ચા લાંબા સમય સુધી બની રહે.

5 ભાષાઓમાં ‘સા રે ગા મા પા’
Zee ખુબ લાંબા સમયથી એવા નોન-ફિક્શન શો બનાવતું રહ્યું છે, જેને દર્શકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે કંપની આ જ અનુભવના આધારે પોતાના કન્ટેન્ટની રેન્જ વધારી રહી છે. ‘છોરિયાં ચલી ગાંવ’ અને ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’ જેવા શો પણ તેના લોકપ્રિય નોન-ફિક્શન કાર્યક્રમોમાં સામેલ રહ્યા છે. તેમાંથી અનેક શો અલગ-અલગ ભાષાઓમાં પણ રજૂ કરવામાં આવ્યા છે.

આ જ કડીમાં ઝી એ પોતાના જૂના અને લોકપ્રિય મ્યુઝિક શો ‘સા રે ગા મા પા’ ને 5 ભાષાઓમાં લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી અને મલયાલમ જેવી ભાષાઓમાં હવે  ‘સા રે ગા મા પા’ લોન્ચ કરવામાં આવશે . કંપનીનું કહેવું છે કે આ શોના માધ્યમથી તે દેશભરના દર્શકોને સંગીત સાથે જોડાયેલું એક ખાસ મંચ આપવા માંગે છે.

બંગાળી અને મરાઠી ભાષાના દર્શકોની વચ્ચે પણ કંપનીના કેટલાક રિયાલિટી શો કાફી લોકપ્રિય છે. તેમાં ઝી બંગાળનો ‘દાદાગીરી’ અને ઝી મરાઠીનો ‘હોમ મિનિસ્ટર’ સામેલ છે.

આર. માધવન હોસ્ટ કરશે ‘Jeena Isi Ka Naam Hai 2.0’
સેલિબ્રિટી ટોક શોની કેટેગરીમાં ઝી પોતાના લોકપ્રિય શો ‘જીના ઇસી કા નામ હૈ’ ને નવા અંદાજમાં ‘જીના ઇસી કા નામ હૈ 2.0’ ના નામથી રજૂ કરશે. આ શોને આર. માધવન હોસ્ટ કરશે. તેમાં અલગ-અલગ ક્ષેત્રોની જાણીતી હસ્તીઓ નજરે પડશે. આ ઉપરાંત કંપની તેલુગુમાં ‘ધ મેગા મલ્ટિપ્લેક્સ’ અને તમિલમાં ‘લેજન્ડ્સ’ ના નામથી પણ ટોક શો રજૂ કરશે.

કુકિંગ શોમાં પણ દેખાશે ઝીનું નવું કન્ટેન્ટ
કુકિંગ શોના શોખીનો માટે પણ કંપનીએ અલગ-અલગ ભાષાઓમાં કાર્યક્રમો તૈયાર કર્યા છે. તેમની લિસ્ટમાં સામેલ છે:

ગેમ શોની કેટેગરીમાં ઝી અનમોલ પર ‘લખપતિ દીદિયા’ અને ઝી કેરળમ પર ‘જોડી નં. 1’ રજૂ કરવામાં આવશે. જ્યારે, કોમેડીના શોખીનો માટે ઝી બંગાળ પર ‘મિરાક્કેલ’ અને ઝી મરાઠી પર ‘ચાલા હવા યેઉ દ્યા’ ની નવી સિઝન દર્શકોને હસાવવા માટે પાછી ફરશે.

ટીવીની સાથે Zee5 પર પણ મળશે કન્ટેન્ટ
ઝી એન્ટરટેઈનમેન્ટના ચીફ કન્ટેન્ટ ઓફિસર રાઘવેન્દ્ર હુસુરે આ પ્રસંગે જણાવ્યું હતું કે ફિક્શન શોએ ભારતીય ઘરોમાં ઝીની મજબૂત ઓળખ બનાવી છે, જ્યારે નોન-ફિક્શન શો દર્શકોને કંપની સાથે વધુ ઊંડાણપૂર્વક જોડે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં લોકોના ટીવી જોવાની રીત બદલાઈ રહી છે. આજે પણ પરિવાર સાથે બેસીને ટીવી જુએ છે, પરંતુ શો સાથે જોડાયેલી વાતચીત મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા પર પણ થાય છે. આને ધ્યાનમાં રાખીને કંપની એવા કાર્યક્રમો તૈયાર કરી રહી છે, જેમાં દર્શકો ફક્ત શો જુએ જ નહીં, પરંતુ તેમની સાથે જોડાય અને ભાગ પણ લે.

તેમણે જણાવ્યું કે ઝી પોતાના જૂના અને પસંદગીના શોને આજના દર્શકોના હિસાબથી નવા અંદાજમાં રજૂ કરશે. સાથે જ, અલગ-અલગ ભાષાઓમાં બનેલા કેટલાક શોને દેશના બીજા હિસ્સાના દર્શકો સુધી પણ પહોંચાડવાની કોશિશ થશે.

કંપનીની યોજના ટીવી અને ઝી5 ને સાથે લઈને ચાલવાની છે. તેના અંતર્ગત ડિજિટલ દર્શકો માટે પણ શો જોવાની વધારાની તકો આપવામાં આવશે.

ત્રણ દાયકાથી ભારતીય મનોરંજનનો હિસ્સો છે Zee
Zee ત્રણ દાયકાથી વધારે સમયથી ભારતીય મનોરંજન જગતનો ભાગ છે. આ દરમિયાન કંપનીએ મ્યુઝિક, કોમેડી, ગેમ શો અને ટેલેન્ટ હંટ અને અનેક નોન-ફિક્શન ફોર્મેટ રજૂ કર્યા છે. કંપનીનું કહેવું છે કે તેના અનેક શો ટીવી સુધી સીમિત રહ્યા નથી, પરંતુ લોકોની યાદો અને વાતચીતનો હિસ્સો પણ બન્યા છે.

હવે Zee ફિક્શન અને નોન-ફિક્શન, બંને પ્રકારના કન્ટેન્ટ પર કામ કરતા પોતાની પહોંચ વધારવા માંગે છે. જ્યાં ફિક્શન શો રોજ દર્શકોને જોડે છે, ત્યાં નોન-ફિક્શન શો લોકોની ભાગીદારી વધારવા અને લાંબા સમય સુધી લોકપ્રિય રહેનારા કાર્યક્રમો તૈયાર કરવામાં મદદ કરી શકે છે.

કંપનીની નવી રણનીતિનો મુખ્ય ભાર અલગ-અલગ ભાષાઓમાં ભારતીય દર્શકોની પસંદગીના હિસાબથી શો રજૂ કરવા અને ટીવીની સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવા પર છે.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES