SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

34 વર્ષ પૂરા થવા પર Zee Entertainmentનું મોટું વિઝન: ટેક્નોલોજી અને કન્ટેન્ટ પર ખાસ ફોકસ

કંપની હવે ટેક્નોલોજી અને નવા અવસરોની સાથે પોતાના બિઝનેસને વધુ મજબૂત કરવા પર ફોકસ કરી રહી છે. ‘Z’ નું લક્ષ્ય એવો મનોરંજન અનુભવ તૈયાર કરવાનું છે, જે અલગ-અલગ પ્લેટફોર્મ પર દર્શકોને જોડી શકે અને તેને વધુ સારો અનુભવ આપી શકે.

Written By Gokani Dhaval
Published: Oct 01, 2026, 05:12 PM IST | Updated: Oct 01, 2026, 05:18 PM IST
Join

મુંબઈઃ Zee Entertainment Enterprises Ltd. (Z) એ 34 વર્ષ પૂરા કર્યાં છે. પોતાની આગળ વધવાની ભાવના અને ઈન્ડસ્ટ્રીઝને નક્કી કરનારા 34 વર્ષના વારસાને આગળ વધારતા ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (‘Z’) પોતાના વિકાસની આશાઓને પૂર્ણ કરવા અને વેલ્યુ ક્રિએશનના નવા રસ્તા ખોલવા માટે મજબૂત અને સતત પ્રયાસ કરી રહ્યું છે. જેમ કે કંપની ભારતના મીડિયા અને ઈન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીના વિકાસને આકાર આપવા અને કન્ટેન્ટ ક્રિએશન, ડિસ્ટ્રીબ્યુશન અને કંઝપ્શન પેટર્નને ફરીથી પરિભાષિત કરવાના 34 વર્ષ પૂરા કરી રહી છે, આ મનોરંજનના આગામી સમયના ભવિષ્ય માટે તૈયાર, ટેક્નોલોજી-ઇનેબલ્ડ બિઝનેસ આર્કિટેક્ચરને મજબૂત કરવાનું યથાવત રાખ્યું છે. 

પોતાના સમૃદ્ધ વારસા અને વર્તમાન ક્ષમતાઓને ઉભારતા હાઈ-પોટેન્શિયલ તકની સાથે મળી ‘Z’ પોતાના ગ્રાહકો માટે અટેન્શન ઇકોનોમીમાં એક મોટો હિસ્સો મેળવવા માટે એક જેવો અને ઇમર્સિવ એન્ટરટેઈનમેન્ટ એક્સપીરિયસન્સ બનાવી રહ્યું છે.

બદલાતી દુનિયામાં નવી તક શોધી રહી છે કંપની
બદલાતા માહોલમાં ધ્યાન સૌથી કિંમતી કરન્સી બનીને ઉભરી રહી છે, તેથી કંપની અલગ-અલગ પ્લેટફોર્મ પર યુઝર્સને જોડવાની પોતાની ક્ષમતાને રણનીતિક દ્રષ્ટિએ મજબૂત કરી રહી છે, બ્રાન્ડ્સ માટે વધુ આકર્ષણ વધારવાના નવા રસ્તા ખોલી રહી છે અને બધા સ્ટેકહોલ્ડર માટે ટકાઉ વેલ્યુ ક્રિશેન પાક્કુ કરી રહી છે. 

એક મજબૂત નાણાકીય પાયાની સાથે કંપની દરેક કંઝ્યુમર ટચ-પોઈન્ટ પર પોતાની હાજરી વધારવા અને વધુ માઇન્ડ સ્પેસ અને વોલેટ શેર હાસિલ કરવા માટે ભવિષ્યના ગ્રોથ એન્જિનમાં રોકાણ કરી રહી છે.

34મી વર્ષગાંઠ પર શું બોલ્યા પુનીત ગોયનકા?
કંપનીની 34મી વર્ષગાંઠ પ્રસંગે કંપનીની રણનીતિની દિશા વિશે વાત કરતા ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇસ લિમિટેડના CEO પુનીત ગોયનકાએ કહ્યુ, 'Z મા અમારી સફર આગળ વધવાની ભાવના, સતત ઇનોવેશન અને આપણા કંઝ્યુમર્સ, શેરહોલ્ડર, કર્મચારી અને ભાગીદારો માટે સાર્થક વેલ્યુ બનાવી રહ્યું છે. છેલ્લા 24 વર્ષમાં Z ને ગ્રોથના નવા રસ્તા ખોલવા માટે ઓળખવામાં આવ્યું છે અને અમે આ શાનદાર વારસાને આગળ વધારી રહ્યાં છીએ, કારણ કે અમે કંપનીના ભવિષ્ય માટે ગ્રોથની ગતિ વધારી રહ્યાં છીએ. અમે બિઝનેસને વધુ ડિસિપ્લિનની સાથે બનાવવા માટે પોતાની રણનીતિક પ્રોયોરિટીને સારી બનાવી છે અને અમે કંપનીમાં સ્પર્ધાત્મક એડવાન્ટેજને વધારવા માટે કન્ટેન્ટ, ટેકનોલોજી અને ટેલેન્ટમાં જરૂરી ક્ષમતાઓમાં રોકાણ કરી રહ્યાં છીએ. અમને પાક્કો વિશ્વાસ છે કે Z ના આગામી ચેપ્ટરમાં વધુ આશા અને પોટેન્શિયલ છે અને અમે કંપની તથા ઈન્ડસ્ટ્રીના આગામી ત્રણ દાયકા અને તેનાથી વધુ સમયને આકાર આપવા માટે સારી સ્થિતિમાં છીએ.'

મજબૂત ગવર્નંસ અને લાંબાગાળાની તૈયારી
લોકોના જીવનમાં ઉદ્દેશ્યવાળા મનોરંજન દ્વારા પોઝિટિવ પરિવર્તન લાવવાના સ્પષ્ટ રણીતિક દ્રષ્ટિકોણથી ગાઇડ થઈ, કંપની એક ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો અને સારી ક્ષમતાની સાથે ઉભરતી તકનો વધુ ફાયદો ઉઠાવી રહી છે. એક અનુભવી બોર્ડના માર્ગદર્શનમાં કંપનીએ સતતશાસન પદ્ધતિ અને આંતરિક પ્રક્રિયાને સુધારી છે અને ખુદને તમામ શેરહોલ્ડર્સ માટે લાંબાગાળામાં વેલ્યુ બનાવવા માટે વધુ એક ચપળ અને સ્થિતિસ્થાપક સંસ્થા તરીકે સ્થાન મેળવ્યું છે. 

 'Z' પ્રોફિટેબિલિટી પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે

કેપિટલ એલોકેશન અને વેલ્યુ ક્રિએશન પ્રત્યે ડિસિપ્લિન્ડ અપ્રોચથી કંપનીના ગ્રોથની આશાઓ યથાવત છે. ઈન્ડસ્ટ્રીમાં સૌથી આગળ રહેવા અને નવા બેંચમાર્ક સેટ કરવા માટે 'Z' પ્રોફિટેબિલિટી પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે અને ટકાઉ વેલ્યુ ક્રિએશન આપવા માટે પોતાના કોમ્પિટિટિવ એડવાન્ટેજને વધુ મજબૂત કરી રહી છે. કંપનીની ગતિ આ કારણે આવે છે.

ક્યા ગ્રોથ એન્જિન પર છે સૌથી વધુ ફોકસ

શોર્ટ વીડિયો, સ્પોર્ટ્સ અને લાઈવ એન્ટરટેઈનમેન્ટ પર ભાર
કંપનીએ પોતાના ફન્ડામેન્ટલ્સને વધુ મજબૂત કરવા માટે ઘણા જરૂરી પગલાં ભર્યા છે, જેમાં ઓપરેશન એફિશિએન્સીને સારી બનાવવી અને પોતાના હ્યુમન કેપિટલને મજબૂત બનાવવાનું સામેલ છે. પોતાની સૌથી કિંમતી સંપત્તિઓમાંથી એક કંપની ટીમોમાં વધુ જવાબદારી લાવી અને વધસી સ્પર્ધાત્મક દુનિયામાં સફળ થવા માટે જરૂરી ક્ષમતાઓનું નિર્માણ કરવા આવનાર કાલના લીડર્સને તૈયાર કરવાનું યથાવતરાખી રહી છે. ભારતના એક સ્ટેન્ડઅલોન, ઘરેલું મનોરંજન પાવરહાઉસ તરીકે 'Z' ઈન્ડસ્ટ્રીમાં પોતાની પકડ મજબૂત કરવા માટે સ્કેલ બનાવી રહી છે.

આગળની રાહ પર નજર
છેલ્લા ત્રણ દાયકામાં 'Z' એ ભારતના M&E લેન્ડસ્કેપના વિકાસમાં એક મહત્વની ભૂમિકા ભજવી છે, સતત સમયથી આગળ રહી, બદલાતા કંઝ્યુમર વ્યવહારના હિસાબથી ખુદને ઢાળી, ટેક્નોલોજીમાં પ્રગતિને અપનાવી અને બદલાતા ઈન્ડસ્ટ્રીના ડાયનામિક્સને પહેલાથી ઓળખી.  'Yours Truly' બનેલા રહેવાના પોતાના વચન પ્રમાણે કંપની પોતાના ગ્રાહકોની મનોરંજન પસંદને સૌથી આગળ રાખે છે, તેની આશાને સમજે છે અને દુનિયાભરના સ્ટેકહોલ્ડરની સાથે લાંબા સમય સુધી ચાલનાર સંબંધ બનાવે છે.

 પોતાની વિશ્વાસ સિસ્ટમથી ગાઇડેડ, અલગ-અલગ પ્રકારના બિઝનેસ આર્કિટેક્ચર, એક મજબૂત કન્ટેન્ટ એન્જિન અને ટેક્નોલોજીની ક્ષમતાની સાથે મળી કંપનીને ભારતથી લઈને સમગ્ર દુનિયામાં મનોરંજનના ભવિષ્યને આકાર આપવા માટે ઘણા ગ્રોથ લીવર આપે છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES