SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ટાટા સન્સની અંદર શું ચાલી રહ્યું છે? સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ કર્યો મોટો ખુલાસો

SEBI Chairman On Tata Sons Row: SEBIના ચેરમેન તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે સેબી ટાટા ગ્રુપની આસપાસના વિવાદ પર નજીકથી નજર રાખી રહ્યું છે. ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે બધી લિસ્ટેડ કંપનીઓએ નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલો આ વિશે વધુ જાણીએ.

Written By Chudasama Krushnapalsinh
Published: Oct 31, 2026, 10:18 PM IST | Updated: Oct 31, 2026, 10:20 PM IST
Join

SEBI Chairman On Tata Sons Row: ટાટા ગ્રુપમાં ચાલી રહેલી અશાંતિ ઓછી થવાના કોઈ સંકેત દેખાતા નથી. થોડા દિવસો પહેલા જ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની ફરી અપોઈન્ટ અને કંપનીના લિસ્ટિંગને લગતા પ્રશ્નો ઉઠાવ્યા હતા. હવે, એન. ચંદ્રશેખરનની ફરી અપોઈન્ટ અને કંપનીના લિસ્ટિંગને લગતા પ્રશ્નો વચ્ચે, સેબીએ એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે.

ગ્રુપની અંદરની 26 અન્ય કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ

સેબીના ચેરમેન તુહિન કાંત પાંડેએ સ્પષ્ટતા કરી હતી કે નિયમનકાર સમગ્ર પરિસ્થિતિ પર નજર છે. સેબી ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સમાં શાસનના મુદ્દાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. જો કે ટાટા સન્સ પોતે લિસ્ટેડ કંપની નથી, પરંતુ ગ્રુપની અંદરની 26 અન્ય કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે.

ધનતેરસ પહેલા સોનાના ભાવમાં 1656, ચાંદીના ભાવમાં આ અઠવાડિયે 13135 રૂપિયાનો ઘટાડો, શું રોકાણ કરવાનો સારો સમય છે?

સેબીના ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે ટાટા સન્સ અને તેની લિસ્ટેડ કંપનીઓ માટેના નિયમો અલગ છે. તેમણે જણાવ્યું હતું કે ટાટા સન્સ લેવલે કેટલીક આંતરિક સમસ્યાઓ હોઈ શકે છે, પરંતુ લિસ્ટેડ કંપનીઓએ LODR નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. પ્રમોટર્સ અને લિસ્ટેડ એન્ટિટીઓએ દરેક પરિસ્થિતિમાં નિયમોનું પાલન કરવું જોઈએ.

વિવાદનું મૂળ કારણ શું છે?

ટાટા ગ્રુપનો તાજેતરનો વિવાદ એન. ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન તરીકે ફરી અપોઈન્ટ અને કંપનીના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગથી ઉદ્ભવ્યો છે. ટાટા ટ્રસ્ટ ટાટા સન્સમાં 66 ટકા ભાગ ધરાવે છે, જ્યારે શાપૂરજી પલોનજી ગ્રુપ લગભગ 18.4 ટકા ભાગ ધરાવે છે. આ દરમિયાન, ટાટા ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓ ટાટા સન્સમાં 11.92 ટકા ભાગ ધરાવે છે.

1.75 કરોડ રોકાણકારો પર અસર?

એક સલાહકાર પેઢીના અહેવાલ મુજબ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ, ટાટા કેમિકલ્સ, ટાટા પાવર, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ટાટા સન્સમાં શેર ધરાવે છે. આ સાત કંપનીઓ આશરે 1.77 કરોડ શેરધારકોના ખાતાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ કારણ છે કે સેબી સમગ્ર બાબત પર નજીકથી નજર રાખી રહી છે. જો કે, સેબીના ચેરમેને સ્પષ્ટતા કરી હતી કે હજુ સુધી કોઈ ઉલ્લંઘન ઓળખાયું નથી, ન તો કોઈ સીધી કાર્યવાહી સૂચવવામાં આવી છે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES