EDLI સ્કીમ શું છે? પ્રાઇવેટ નોકરી કરનારાઓને મળે છે 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો
દેશના કરોડો PF ખાતાધારકોને EPFO તરફથી 7 લાખ રૂપિયા સુધીનો ફ્રી વીમો આપવામાં આવે છે. તેવામાં તમને ખ્યાલ હોવો જોઈએ કે EDLI સ્કીમ શું છે અને તમે કઈ રીતે ક્લેમ કરી શકો છો?
EPFO News: જો તમે પણ ખાનગી કંપનીમાં નોકરી કરો છો તો દર મહિને તમારા પગારમાંથી PFના પૈસા કપાતા હશે. મોટા ભાગના લોકો વિચારતા હશે કે પીએફના પૈસા માત્ર નિવૃત્તિના સમયે કે ઈમરજન્સીમાં ઉપાડી શકાય છે. પરંતુ EPFO એકપણ રૂપિયો લીધા વગર 7 લાખ રૂપિયા સુધીનું જીવન વીમા કવર પણ આપે છે. ઈપીએફઓની આ સ્કીમને EDLI (Employees Deposit Linked Insurance) કહેવામાં આવે છે. રસપ્રદ વાત છે કે તે માટે તમારે કોઈ પ્રીમિયમ ભરવાનું હોતું નથી. તમારી નોકરી શરૂ થવાની સાથે આ વીમો શરૂ થઈ જાય છે. આવો સરળ ભાષામાં સમજીએ EDLI સ્કીમ શું છે અને તે કઈ રીતે કામ કરે છે?
EDLI સ્કીમ શું છે?
EDLI સ્કીમનું નામ Employees Deposit Linked Insurance Scheme છે. તેને નોકરીયાત કર્મચારીઓ માટે ઈપીએફઓ તરફથી 1976મા શરૂ કરવામાં આવી હતી. તેનો સીધો ઉદ્દેશ્ય ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીના પરિવારોને નાણાકીય સુરક્ષા આપવાનો છે. જો કોઈ કર્મચારીનું સર્વિસ દરમિયાન મૃત્યુ થાય છે તો તેના નોમિની કે કાયદાકીય વારસદારને EPFO તરફથી એક સાથે પૈસા આપવામાં આવે છે. આ સ્કીમ EPF અને EPS ની સાથે મળી કામ કરે છે. જો તમારૂ પીએફ એકાઉન્ટ સક્રિય છે તો તમે આ વીમા યોજનાના હકદાર બની જાવ છો.
કેટલું પ્રીમિયમ આપવું જરૂરી?
તે માટે તમારે 1 રૂપિયો પણ પ્રીમિયમ આપવું જરૂરી નથી. તમારા બેઝિક પગાર અને DAના 12 ટકા પૈસા જે પીએફ એકાઉન્ટમાં જમા થાય છે. EDLI નો ખર્ચ તમારી કંપની કે એમ્પ્લોયર તરફથી ઉઠાવવામાં આવે છે. કંપની તમારી બેઝિક સેલેરી + DA ના 0.5 ટકા હિસ્સો (મહત્તમ 75 રૂપિયા મહિને) EDLI ફંડમાં જમા કરે છે. જો કોઈ કંપનીમાં 20થી વધુ કર્મચારી છે તો તે આ સ્કીમમાં ઓટો-એનરોલ થઈ જાય છે. તેનો મતલબ છે કે તમને કોઈ મુશ્કેલી વગર ફ્રીમાં જીવન વીમા કવર મળી જાય છે.
આ પણ વાંચોઃ Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: 10 દિવસમાં સોનું ₹5,840 તૂટ્યું
EDLIમાં કેટલા પૈસા મળશે?
EPFO ના નિયમાનુસાર EDLI સ્કીમ હેઠળ મળનાર રકમ તમારા છેલ્લા 12 મહિનાના એવરેજ પગાર પર નિર્ભર કરે છે. આ સ્કીમ હેઠળ મળનાર મહત્તમ વીમાની રકમ 7 લાખ રૂપિયા હોય છે. જો કોઈ કર્મચારીએ મોત પહેલા સતત 12 મહિના નોકરી કરી છે તો ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા મળે છે. એક વર્ષથી ઓછી નોકરી પર પણ નોમિનીને 50000 હજાર જેટલું પેમેન્ટ મળે છે.
નોકરી બદલવા પર પણ ફાયદો?
સામાન્ય રીતે જ્યારે તમે નોકરી બદલો છો અને તમારા મનમાં તે ડર રહે છે કે જૂની કંપની છોડવા પર તમારો વીમો ખતમ ન થઈ જાય. પરંતુ ઈપીએફઓએ આ નિયમને પહેલાથી સરળ કરી દીધો છે. તમે નોકરી બદલો તો પણ પીએફ એકાઉન્ટ નંબર અને UAN તે રહે છે. જ્યારે તમે નોકરી છોડી બીજી કંપની જોઈન કરો છો અને તમારી પીએફ ટ્રાન્સફર કરો છો તો તમારી EDLI સર્વિસ કન્ટીન્યુ માનવામાં આવે છે. પહેલા નિયમ હતો કે સતત 12 મહિનાની સર્વિસ એક કંપનીમાં હોવી જોઈએ. પરંતુ હવે તે નિયમમાં ઢીલ આપવામાં આવી છે. જો તમે 12 મહિના દરમિયાન નોકરી બદલી છે તો પણ તમારા પરિવારને 7 લાખના ક્લેમનો ફાયદો મળશે.
પૈસા કોને મળશે?
EDLI સ્કીમના બધા પૈસા સીધા નોમિની કે કાયદાકીય વારસદારના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમાં પતિ/પત્ની, કુંવારી દીકરીઓ અને 25 વર્ષ સુધીની ઉંમરના પુત્ર સામેલ છે. જો તમે તમારા પીએફ એકાઉન્ટમાં e-Nomination નથી કરાવ્યું તો ક્લેમ સમયે તમારા પરિવારે કોર્ટ અને સરકારી ઓફિસના ચક્કર લગાવવા પડી શકે છે. તેથી EPFO પોર્ટલ પર જઈ તમારા નોમિનીનું નામ, આધાર નંબર અને બેંક ખાતાની વિગતો ચેક કરી લો.