UPI MDR ચાર્જ 2027ની વિધાનસભા ચૂંટણી સુધી ટળી શકે છે: ગ્રાહકો અને વેપારીઓને મોટી રાહત!
2,000 રૂપિયાથી વધુના મર્ચંટ પેમેન્ટ પર લાગૂ થનાર UPI MDR ચાર્જને 2027ની વિધાનસભા ચૂંટણી બાદ સુધી ટાળી શકાય છે. એક રિપોર્ટમાં આ વિગત સામે આવી છે. આવો તમને જણાવીએ યુપીઆઈ એમડીઆર પર લેટેસ્ટ અપડેટ...
ભારતમાં UPI આજે રોજિંદા જીવનનો હિસ્સો બની ગયું છે. શાક ખરીદવાથી લઈને મોટ શોરૂમમાં શોપિંગ કરવા સુધી લોકો મોબાઈલથી QR કોડ સ્કેન કરી ચુકવણી કરી રહ્યાં છે. પરંતુ આવનાર સમયમાં કેટલાક UPI ટ્રાન્ઝેક્શન પર વધારાનો ચાર્જ લાગી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ગણતરીના UPI મર્ચંટ ટ્રાન્ઝેક્શન પર MDR લગાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે. તેને પહેલા 15 ઓક્ટોબર 2026થી લાગૂ કરવાનો હતો, પરંતુ વેપારીઓના વિરોધ અને તહેવારી સિઝનને જોતા દિવાળી બાદ સુધી ટાળી દેવામાં આવ્યો હતો. હવે નવા રિપોર્ટ પ્રમાણે સરકાર 2027ની વિધાનસભા ચૂંટણી બાદ તેને લાગૂ કરવા પર વિચાર કરી શકે છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં 2027ના પ્રથમ છ મહિનામાં ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચાર્જ લાગૂ કરવાની કોઈ અંતિમ તારીખ નક્કી થઈ નથી.
ચૂંટણી સુધી ટાળી શકાય છે ટ્રાન્ઝેક્શન પર એમડીઆર
ઈન્ડસ્ટ્રીના સૂત્રોના હવાલાથી ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર કેટલાક ખાસ યુનિફાઇડ પેમેન્ટ્સ્સ ઈન્ટરફેસ ટ્રાન્ઝેક્શન પર મર્ચંટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગૂ કરવામાં વિલંહ થઈ શકે છે. આવું 2027મા પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીને જોતા થઈ શકે છે. તેના કારણ પણ છે. સરકારે વેપારીઓ અને વ્યાપાર સંઘોના વિરોધનો સામનો કરવો પડી શકે છે. આગામી વર્ષે યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી થવાની છે. રિપોર્ટ પ્રમાણે રેગુલેટરી અને ઓપરેશનલ સ્તર પર મોટા ભાગની તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ સરકાર ભારતીય રિઝર્વ બેંક અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હજુ સુધી તેને લાગૂ કરવાની તારીખ પર સહમત થયા નથી.
આ પણ વાંચોઃ દર વર્ષે FREE માં મળે છે 4 Credit Report, આ રીતે ચેક કરો તમારો CIBIL સ્કોર અને ક્રેડિટ હિસ્ટ્રી
15 ઓક્ટોબરે લાગૂ થવાનો હતો ચાર્જ
ઈન્ડસ્ટ્રીના એક વરિષ્ઠ અધિકારીએ એફઈના રિપોર્ટમાં કહ્યું કે જો સમય રહેતા કોઈ સહમતિ નથી બનતી તો તેને લાગૂ કરવાનું કામ ઉત્તર પ્રદેશ ચૂંટણી બાદ સુધી ટાળી શકાય છે. પરંતુ તેમણે તે પણ કહ્યું કે આ સૌથી ખરાબ સ્થિતિ (worst-case scenario) છે, ન આવું થવાની સંપૂર્ણ સંભાવના. અધિકારીએ કહ્યું કે મને લાગે છે કે તેને લાગૂ કરવામાં આવશે. આ માત્ર સમયનો મામલો છે. આ પહેલા પણ પ્રસ્તાવિત ચાર્જને લાગૂ કરવામાં વિલંબ થયો છે. જેને શરૂઆતમાં 15 ઓક્ટોબરથી લાગૂ કરવાનું હતું. 13 ઓક્ટોબરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર UPI અને સર્વિસ સ્ટીયરિંગ કમિટીએ તહેવારની સિઝન અને ઓપરેશનલ પડકારનો હવાલો આપતા તેને દિવાળી બાદ સુધી ટાળવાનો નિર્ણય કર્યો હતો. તે સમયે NPCI એ કહ્યું હતું કે નવી તારીખની જાણકારી અલગથી આપવામાં આવશે.
શું હતો મૂળ પ્રસ્તાવ
સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા આ પ્રસ્તાવ હેઠળ 2000 રૂપિયાથી વધુના કેટલાક ખાસ પર્સન-ટૂ-મર્ચંટ (ગ્રાહકથી વેપારીને થનાર) યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર 0.4 ટકાનો MDR લાગશે. તો 75000 રૂપિયા કે તેનાથી વધુના પેમેન્ટ માટે આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ 300 રૂપિયા સુધી સીમિત રહેશે. પર્સન-ટૂ-પર્સન (એક વ્યક્તિથી બીજી વ્યક્તિને) ટ્રાન્સફર અને 2000 રૂપિયા સુધીના મર્ચંટ પેમેન્ટ પહેલાની જેમ ફ્રી રહેશે. આ સિવાય UPI QR કોડ દ્વારા મહિને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર નાના વેપારીઓને પણ આ ચાર્જમાંથી છૂટ આપવામાં આવી હતી. વેપાર સંઘોએ આ યોજનાનો વિરોધ કર્યો છે. વેપારીઓના ઘણા સંગઠનોએ 2 ઓક્ટોબરે No UPI Day વિરોધ પ્રદર્શનનું આહ્વાન કર્યું હતું. જોકે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે વાતચીત બાદ તેમણે પોતાનો નિર્ણય પરત લીધો હતો. સરકારનું કહેવું છે કે MDR એક પ્રોસેસિંગ ફી છે, જેને વેપારીઓએ ખુદ ઉઠાવવી જોઈએ અને તેનો બોજ ગ્રાહકો પર ન નાખવો જોઈએ.