ફરી તૂટ્યું શેરબજાર, ₹11 લાખ કરોડ ડૂબ્યા, હવે કેમ બગડ્યું રોકાણકારોનું મુડ?
Share Market Crash Reason: શેર બજારમાં ઘટાડાના અનેક કારણો સામે આવ્યા છે, RBIની કડક નીતિ, બોન્ડ યીલ્ડમાં મોટો વધારો અને કાચા તેલની કિંમતોમાં વધારોએ રોકાણકારોની ચીંતામાં વધારો કર્યો છે. આજે માર્કેટમાં મોટો કડાકો થતા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
Share Market Crash Reason: ભારતીય શેર બજારમાં ઘટાડો હજી ચાલી જ રહ્યો છે. અઠવાડિયાના ચોથા દિવસે એટલે કે ગુરૂવારે ફરી એકવાર શેર બજારના સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો આવ્યો છે. RBIની કડક પોલીસી, FIIમાં ભારે વેચાણ અને બીજા કારણોથી રોકાણકારો ગભરાઈ ગયા છે. આ કારણે સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં 1.5 ટકાથી વધારે ઘટાડો આવ્યો, ઈન્ટ્રાડેમાં નિફ્ટી 50 ઘટીને 22179ના નવા 52 અઠવાડિયાના લોઅર લેવલે પહોચી ગયો છે, જ્યારે સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધારે ઘટીને 71400 પોઈન્ટના લેવલ નીચે આવી ગયો, જ્યારે અંતમાં સેન્સેક્સ 1045.46 પોઈન્ટ તૂટીને 71593.24 પોઈન્ટ પર બંધ થયો, જ્યારે નિફ્ટી 371.25 પોઈન્ટના ઘટાડા સાથે 22231.80 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ જબરદસ્ત ઘટાડાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઈજેશનમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયા ઘટી ગયા હતા, મતલબ કે રોકાણકારોને 11 લાખ કરોડ રૂપિયાથી વધારેનું નુકશાન થયું, ચાલે તમને જણાવીએ કે બજારમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો છે.
RBIના નિર્ણયની અસર
શેર બજારમાં ઘટાડાના અનેક કારણે છે, જેમાં RBIની કડક નીતિએ રોકાણકારોમાં ચીંતા વધારી છે, RBIએ 4 વર્ષમાં પહેલીવાર વ્યાજદર વધારવાની સાથે પોતાની નીતિ ન્યૂટ્રલથી બદલીને કેલિબ્રેટેડ ટાઈટનિંગ કરી દીધી છે. જેફરીને હાલના ચક્રમાં લગભગ 100 બેસિસ પોઈન્ટના વધારાની આશા વ્યક્ત કરી છે.
અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઉછાળો
આ સાથે વૈશ્વિક બોન્ડ વેચાણના કારણે અમેરિકાના બોન્ડની યીલ્ડ અનેક વર્ષોના હાઈ લેવલ પર પહોંચી ગઈ છે. USના 30 વર્ષના બોન્ડની યીલ્ડ 5.71 ટકાથી ઉપર ચાલી ગઈ, બેંચમાર્ક 10 વર્ષના બોન્ડની યીલ્ડ 5.3 ટકાથી ઉપર પહોંચી ગઈ, જ્યારે 2 વર્ષના બોન્ડની યીલ્ડ 4.9 ટકાની નજીક પહોંચી ગઈ, બોન્ડ યીલ્ડ વધવાની સામાન્ય રીતે ડેટ માર્કેટ રોકાણકારે વધારે આકર્ષક થઈ જાય છે, જેના કારણે ઈક્વિટી માર્કેટમાં દબાવ વધે છે.
બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $102ને વટાવી ગયું
મધ્ય પૂર્વમાં તણાવને કારણે ફરી એકવાર બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 102 ડોલરને વટાવી ગયા છે. મધ્ય પૂર્વમાં જહાજો પર હુમલાઓ વધી ગયા છે, અને હોર્મુઝ સ્ટ્રેટમાં જોખમોને કારણે પુરવઠા અંગે ચિંતા પણ વધી છે. મોંઘુ ક્રૂડ તેલ ભારત જેવા તેલ આયાત કરતા દેશો માટે ફુગાવો અને કોર્પોરેટ ખર્ચ બંનેમાં વધારો કરી શકે છે. આ બધા પરિબળોએ રોકાણકારોની સાવચેતી વધારી છે, જેના કારણે શેરબજાર પર દબાણ આવ્યું છે.
NSEના ડેટા અનુસાર, વિદેશી રોકાણકારોએ બુધવારે ભારતીય શેર વેચવાનું ચાલુ રાખ્યું, 6121 કરોડ રૂપિયાથી વધુના શેર વેચ્યા. બુધવાર સુધી સતત નવ સત્રોમાં, FIIએ આશરે 57000 કરોડ રૂપિયાના ભારતીય શેર વેચ્યા છે. એકંદરે, સપ્ટેમ્બરની શરૂઆતથી 25માંથી 20 સત્રોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય શેરના ચોખ્ખા વેચાણકર્તા રહ્યા છે.
તે જ સમયે, બજાર યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અંગે પણ ચિંતિત છે. CME FedWatch અનુસાર, વેપારીઓ આ મહિને દરમાં વધારાની શક્યતા માત્ર 18 ટકા જુએ છે, પરંતુ ડિસેમ્બરમાં વધારાની સંભાવના લગભગ 80 ટકા છે.