SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gold Price Today: દીવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, હાઈથી સોનું 32000 અને ચાંદી 1.85 જેટલા સસ્તા, જાણો આજનો ભાવ

Gold Rate Today: દીવાળી પહેલા સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. MCX અને IBJA બંને પર કિંમતી ધાતુઓના ભાવ ખુબ ગગડ્યા છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.

Written By Viral Raval
Published: Oct 22, 2026, 02:29 PM IST | Updated: Oct 22, 2026, 02:55 PM IST
Image Credit: AI Generated Image
Join

Gold-Silver Price Today: નવરાત્રીમાં પણ સોનું અને ચાંદી ગગડ્યા હતા અને નવરાત્રી પત્યા બાદ પણ સોના અને ચાંદીના ઘટાડો હજું પણ ચાલુ છે. આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. IBJA પર સોનું 953 રૂપિયા ઘટ્યા છે અને ચાંદી 6000 રૂપિયા જેટલી તૂટી છે. ઓલટાઈમ હાઈથી સોનું આશરે 32000 જેટલું અને ચાંદી 1.85 લાખ રૂપિયા જેટલા સસ્તા થઈ ગયા છે.

આજનો સોના અને ચાંદીનો ભાવ

IBJA પર આજે 10 ગ્રામ 24  કેરેટ સોનાનો ભાવ 953 રૂપિયા તૂટીને 143152 રૂપિયાની સપાટીએ ખુલ્યો. જે કાલે 144105 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે ચાંદીના ભાવ જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે 6035 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 200748 રૂપિયાની સપાટી પર જોવા મળ્યો જે કાલે 206783 રૂપિયા પર બંધ થયો હતો.

હોમ લોન લેતા પહેલા સમજો 'Margin Money'નો આ નિયમ: ઘર ખરીદતી વખતે પોતાની ખિસ્સામાંથી કેટલો ખર્ચ કરવો પડશે?

અત્રે જણાવવાનું કે આ ભાવમાં મેકિંગ ચાર્જ અને જીએસટી સામેલ નથી. એસોસિએશન દિવસમાં બેવાર ભાવ જાહેર કરે છે. શનિવારે અને રવિવારે  તથા જાહેર રજાઓના  દિવસે ભાવ જાહેર થતા નથી.

કેરેટ પ્રમાણે ભાવ

ઓલટાઈમ હાઈથી કેટલા સસ્તા સોના-ચાંદી?

IBJAના ભાવ જોઈએ તો જાન્યુઆરી 2026માં 24 કેરેટ સોનાના ઓલટાઈમ હાઈ ભાવ 176121 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 385933 રૂપિયા થઈ ગયો હતો. જ્યારે આજે સોનું 143152 રૂપિયા અને ચાંદી 200748 રૂપિયાના સ્તરે જોવા મળ્યા છે.

સોના ચાંદીના ઓલટાઈમ હાઈ ભાવ

આજનો ભાવ

આ ભાવની સરખામણી કરીએ તો હાલ ઓલ ટાઈમ હાઈથી 10 ગ્રામ સોનું 32969 રૂપિયા અને એક કિલો ચાંદી 185185 રૂપિયા સસ્તા છે.

Expert On Gold Buy: એક મહિનામાં સોનાના ભાવમાં 5%નો ઘટાડો, ખરીદી અંગે એક્સપર્ટ શું કહે છે?

વાયદા બજારમાં ભાવ

ભારતીય વાયદા બજાર MCX પર બપોરે 2 વાગ્યાની  આસપાસ 4 ડિસેમ્બરના વાયદાવાળું 10 ગ્રામ સોનું 0.88 ટકાના ઘટાડા સાથે 144797 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે જ્યારે 4 ડિસેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદીનો ભાવ 2.64 ટકા  ગગડીને 203641 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે.

વૈશ્વિક બજારોમાં પણ ભાવ તૂટ્યા

વૈશ્વિક બજારમાં હાજર સોનું 0.6 ટકા તૂટીને 4115.50 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું જ્યારે તે પહેલા બુધવારે સોનું 4104.33 ડોલર પ્રતિ ઔંસ સુધી તૂટ્યું હતું. જે 15 ઓક્ટોબર બાદ તેનું સૌથી નીચલું સ્તર હતું. અમેરિકી ગોલ્ડ ફ્યૂચર પણ 0.4 ટકા તૂટીને 4132.30 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. જ્યારે હાજર ચાંદી 1.1 ટકા તૂટીને 57.33 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ હતી.

ભાવમાં કેમ જોવા મળી રહ્યો છે ઘટાડો

અત્રે જણાવવાનું કે રોકાણકારોની નજર 27 અને 28 ઓક્ટોબરના રોજ થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પર છે. 
આ ઉપરાંત અમેરિકી મોંઘવારીનું મહત્વપૂર્ણ સિગ્નલ પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડેચર (PCE)ના આંકડાની પણ રાહ જોવાઈ રહી છે. તેના વ્યાજદરો અંગે કેન્દ્રીય બેંકના આગામી પગલાનો સંકેત મળી શકે છે. 
રોયટર્સના સર્વે મુજબ મોટાભાગના અર્થશાસ્ત્રીઓે ઓક્ટોબરમાં વ્યાજ દર સ્થિર રહે તેવી આશા છે જ્યારે ડિસેમ્બરમાં વધારાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. 
વ્યાજ દરો વધવાથી સોના જેવા રોકાણ પર દબાણ પડી શકે છે કારણ કે સોનામાંથી કોઈ વ્યાજની આવક થતી નથી.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

ZEENEWS TRENDING STORIES