પત્નીના નામે દર મહિને કરો 11,000નું રોકાણ: 15 વર્ષમાં મળશે 35.8 લાખ રૂપિયાનું જબરદસ્ત ફંડ
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ ભારત સરકારની EEE ટેક્સ સ્ટેટસવાળી સૌથી સુરક્ષિત બચત યોજના છે. 7.1 ટકાના વાર્ષિક વ્યાજદર પર મહિને 11000 નું રોકાણ કરવાથી 15 વર્ષમાં 19.80 લાખ કુલ જમા ₹35.80 લાખના મેચ્યોરિટી ફંડમાં બદલાઈ જાય છે.
લાંબાગાળાના રોકાણ અને સુરક્ષિત ભવિષ્ય માટે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (PPF) એક વિશ્વાસપાત્ર વિકલ્પ છે. કેન્દ્ર સરકારની યોજનામાં EEE (Exempt-Exempt-Exempt) ટેક્સ છૂટનો લાભ મળે છે, એટલે કે રોકાણ, વ્યાજ અને મેચ્યોરિટી ત્રણેય સંપૂર્ણ રીતે ટેક્સ ફ્રી હોય છે. હાલ તેમાં 7.1 ટકાના વાર્ષિક વ્યાજદરના આધાર પર, જો કોઈ રોકાણકાર પોતાના પાર્ટનરના નામે દર મહિને 11000 રૂપિયા જમા કરે છે તો 15 વર્ષમાં આશરે ₹ 35,80,024 ના ફંડની ભેટ મળી શકે છે.
PPF ને ખાસ કેમ માનવામાં આવે છે
PPF ની સૌથી મોટી ખાસિયત છે કે તેને EEE એટલે કે Exempt-Exempt-Exempt ટેક્સ સ્ટેટસ મળેલું છે. એટલે કે તેમાં કરવામાં આવેલા રોકાણ, તેના પર મળતા વ્યાજ અને મેચ્યોરિટી પર મળતી રકમ, ત્રણેય ટેક્સ ફ્રી હોય છે.
વર્તમાન વ્યાજદર કેટલો છો
PPF પર વર્ષમાં 7.1 ટકાના વાર્ષિક દરે વ્યાજ મળી રહ્યું છે. આ દર સરકાર દરેક ક્વાર્ટરમાં રિવ્યુ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષથી તે લગભગ સ્થિર બનેલો છે. વ્યાજ વાર્ષિક આધાર પર કમ્પાઉન્ડ હોય છે, પરંતુ તેની ગણતરી દર મહિને ખાતામાં રહેલા બેલેન્સ, એટલે કે મહિનાની 5 તારીખથી લઈને અંત સુધીના હિસાબે થાય છે. આ વ્યાજ દર વર્ષે 31 માર્ચે ખાતામાં જમા કરવામાં આવે છે.
દર મહિને ₹11,000 જમા કરવા પર કેટલું ફંડ બનશે
જો કોઈ વ્યક્તિ દર મહિને 11000 રૂપિયા લગાવી રોકાણ કરે છે તો માસિક રોકાણ ₹1,32,000 થશે. એટલે કે 15 વર્ષ સુધી PPFમાં જમા કરો છો તો કુલ રોકાણની રકમ 11,000 ગણી 12 ગણી, 15, એટલે કે ₹19,80,000 રૂપિયા થશે. વર્તમાન 7.1 ટકા વ્યાજદર પ્રમાણે આશરે ₹16,00,024 વ્યાજ તરીકે મળશે. આ રીતે 15 વર્ષ પૂરો થવા પર મેચ્યોરિટી પર કુલ રકમ આશરે ₹35,80,024 બની શકે છે, જેમાં તમારૂ રોકાણ અને તેના પર વ્યાજ બંને સામેલ છે.
આ પણ વાંચોઃ PPF, સુકન્યા અને SCSS માટે વ્યાજદર જાહેર, જાણો કઈ સ્કીમમાં મળશે કેટલું વ્યાજ
લાંબાગાળાના લક્ષ્ય માટે શાનદાર સ્કીમ
PPF નો લોક-ઇન પીરિયડ 15 વર્ષનો છે, જેને બાદમાં 5-5 વર્ષના બ્લોકમાં આગળ વધારી શકાય છે. આ સ્કીમ નિવૃત્તિ પ્લાનિંગ, બાળકોના અભ્યાસ કે લગ્ન જેવા નાણાકીય લક્ષ્ય માટે સારી માનવામાં આવે છે, કારણ કે તેમાં માર્કેટના ઉતાર-ચઢાવની કોઈ અસર થતી નથી અને ટેક્સ-ફ્રી રિટર્ન મળતું રહે છે. એક રસપ્રદ વાત છે કે જો દર વર્ષે એપ્રિલની શરૂઆતમાં સંપૂર્ણ યોગદાન જમા કરવામાં આવે તો વ્યાજ થોડું વધુ મળી શકે છે.
ત્રણ સ્તર પર મળે છે ટેક્સ ફાયદો
PPF ને EEE કેટેગરીમાં રાખવામાં આવ્યું છે, તેમાં ત્રણ અલગ-અલગ સ્તરો પર ટેક્સનો ફાયદો મળે છે. સૌથી પહેલા પીપીએફમાં કરવામાં આવેલું રોકાણ, આવકવેરા અધિનિયમની કલમ 80C હેઠળ ટેક્સ ડિડક્શનમાં આવે છે, જેમાં એક નાણાકીય વર્ષમાં મહત્તમ 1.50 લાખ સુધીની છૂટ લઈ શકાય છે. પરંતુ આ સુવિધા માત્ર જૂની ટેક્સ વ્યવસ્થામાં મળે છે.
બીજો ફાયદો છે કે પીપીએફ ખાતા પર મળનાર વ્યાજદર સંપૂર્ણ ટેક્સ-ફ્રી હોય છે, એટલે કે કોઈ ટેક્સ આપવો પડતો નથી. ત્રીજો અને છેલ્લો ફાયદો છે કે મેચ્યોરિટી કે ઉપાડ સમયે મળનાર રકમ પણ ટેક્સ ફ્રી રહે છે.
તમારા કામની વાત
એટલે સ્પષ્ટ છે કે જો તમે શેર બજારના ઉતાર-ચઢાવથી દૂર રહી જોખમ રહિત અને ટેક્સ ફ્રી વેલ્થ તૈયાર કરવા ઈચ્છો છો તો PPF એક સારો વિકલ્પ છે.