બેંક હડતાલની નવી તારીખ આવી સામે, હવે યુનિયનોએ આપી અનિશ્ચિતકાલીન વિરોધની ચેતવણી
IBA ની સાથે 5-ડે વર્કિંગ વીક, PLI સ્કીમ અને બીજા બાકીના મુદ્દા પર વાતચીત બાદ UFBU એ પોતાની ત્રણ દિવસની હડતાલ ટાળી દીધી છે, પરંતુ જો પોતાની માગનો ઉકેલ નહીં આવે તો ઓક્ટોબરમાં ફરી હડતાલ થઈ શકે છે.
આજ એટલે કે 28 સપ્ટેમ્બરથી બેંક કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર જવાના હતા, પરંતુ કાલે રવિવારે મોડી રાત્રે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે થયેલી બેઠક બાદહાલ તેને ટાળી દેવામાં આવી છે. તેના કારણે બેંકનું કામકાજ સામાન્ય રૂપથી જારી રહેશે. રવિવારે રાત્રે 9.30 કલાકે થયેલી બેઠકમાં બેંક કર્મચારીઓ માટે 5-ડે વર્કિંગ વીકના મુદ્દે ગંભીર ચર્ચા થઈ છે.
ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન (AIBEA) ના મહાસચિવ સી.એચ. વેંકટચલમ અનુસાર 5-ડે બેન્કિંગની માગને લાગૂ કરવા અને તેના પર વિચાર કરવા માટે એક સંયુક્ત હાઈ લેવલ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે પરફોર્મંસ લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમ અને બીજા બાકીના મુદ્દા પર પણ આગળ દ્વિપક્ષીય વાતચીત જારી રાખવાને લઈને સહમતિ બની છે.
યુનિને આપી ચેતવણી
ભલે 28-30 સપ્ટેમ્બરની નિર્ધારિત હડતાલ સ્થગિત થઈ ગઈ છે, પરંતુ વાત અહીં ખતમ નથી. યુનિયનોએ પહેલા જ ચેતવણી આપી છે કે જો નવી બનેલી કમિટી અને સરકારની સાથે થનારી વાતચીતમાં તેની માગોનું કોઈ સમાધાન થતું નથી તો 26 ઓક્ટોબર 2026થી દેશભરમાં અનિશ્ચિતકાળની બેંક હડતાલ શરૂ કરવામાં આવી શકે છે.
બેઠકમાં કઈ વાતનો થયો ઉલ્લેખ?
UFBU ના સર્કુલર અનુસાર બીજા અને ચોથા શનિવાર સિવાય હાકી શનિવારોની રજા જાહેર કરવાની માગ પર ચર્ચા કરવા માટે તત્કાલ એક હાઈ-લેવલ કમિટી બનાવવામાં આવશે, જેમાં IBA અને UFBU ના પ્રતિનિધિ સામેલ થશે.
આ કમિટી સંભવિત વિકલ્પો પર વિચાર કરશે, તમામ હિતધારકોની સલાહ લેશે અને ગ્રાહકો સહિત તમામ સ્ટેકહોલ્ડર્સને સ્વીકાર્ય સમાધાન લાવવાની દિશામાં કામ કરશે. UFBU ની પાચ દિવસના બેન્કિંગ સપ્તાહની માગ હજુ વિચારાધીન છે. સરકાર તરફથી કોઈ ખાતરી આ મુદ્દે આપવામાં આવી નથી.
આ સાથે IBAએ તે વાતનું આશ્વાસન આપ્યું છે કે સ્કેલ IV અને તેની ઉપરના અધિકારીઓ માટે પરફોર્મંસ લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમ પર યુનિયનો અને એસોસિએશન દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાને હલ કરવા માટે સરકારને ફેરફારનો પ્રસ્તાવ આપવાની સાથે ચર્ચા શરૂ કરવામાં આવી શકે છે.
બંને પક્ષ 8 માર્ચ 2024ની બેઠકના મિનટ્સમાં દર્શાવવામાં આવેલી બાકીની સમસ્યા પર ચર્ચા કરશે, જેથી તેનો જલ્દી ઉકેલ લાવી શકાય. જો આ મુદ્દા પર કોઈ સમાધાન નહીં નીકળે તો બેંક કર્મચારી અનિશ્ચિતકાળની હડતાલ પર જઈ શકે છે.