સસ્તા ભાવે દુકાન-મકાન ખરીદવાની તક! આ બેંક કરી રહી છે ઈ-હરાજી, વિગતો ખાસ જાણો
Property E-Auction: હાલ પ્રોપર્ટીના ભાવ જાણીને જ ફડાકો પેસી જાય છે. પરંતુ જો તમે પણ સસ્તામાં ઘર ખરીદવાનું સપનું ધરાવતા હોવ તો તમારા માટે એક સારા સમાચાર છે. પીએનબી બહુ જલદી મકાન, ફ્લેટ અને દુકાનોની ઓનલાઈન હરાજી કરવા જઈ રહ્યું છે. જેમાં દેશના અલગ અલગ શહેરોમાં રહેલી પ્રોપર્ટીની તમે બોલી લગાવી શકો છો.
પંજાબ નેશનલ બેંક રહેણાંક અને વ્યવસાયિક સંપત્તિઓની મેગા ઈ હરાજી 26 નવેમ્બર 2026ના રોજ કરવા જઈ રહી છે. આ હરાજી દ્વારા મકાન, ફ્લેટ, દુકાનો અને અન્ય કોમર્શિયલ પ્રોપર્ટી વેચવામાં આવશે. બેંકની હરાજી દ્વારા ઘર કે દુકાન જેવી પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા લોકો માટે આ એક સારો વિકલ્પ બની શકે છે. આ હરાજી SARFAESI એક્ટ દ્વારા કરાશે.
શું છે આ SARFAESI કાયદો?
આ કાયદા હેઠળ જો કોઈ વ્યક્તિ લોન ચૂકવવામાં અસમર્થ થાય તો બેંક પોતાના બાકી લેણા ગિરવે મૂકેલી પ્રોપર્ટીની હરાજી કરીને વસૂલી શકે છે. જો કે ખરીદારોએ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે હરાજીમાં મળતી દરેક પ્રોપર્ટી સસ્તી જ હોય તે જરૂરી નથી. તેમાં ફાયદાની સાથે સાથે જોખમ પણ હોઈ શકે છે. આથી હરાજીમાં બોલીલગાવતા પહેલા પ્રોપર્ટીની લીગલ તપાસ કરાવવી ખુબ જરૂરી છે.
Gold Rate Explainer: ક્રેશ થઈને સોનું વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું! હાઈથી ગોલ્ડ 50000 અને ચાંદી 2.33 લાખ સસ્તા થયા, આજના રેટ પણ જાણો
બેંકની ઈ-હરાજી એટલે શું?
જ્યારે ખરીદાર લોન ચૂકવી ન શકે ત્યારે બેંક તે સંપત્તિને હરાજીમાં નાખે છે. બેંક કાનૂની પ્રોસેસ દ્વારા આ ગિરવે રાખવામાં આવેલી પ્રોપર્ટીને હરાજી કરાવી શકે છે. હરાજીમાં ખરીદાર ઓનલાઈન બોલી લગાવીને મકાન, ફ્લેટ, કે દુકાન જેવી સંપત્તિ ખરીદવાની તક મેળવી શકે છે. સંપત્તિની કિંમત બેંક નક્કી કરે છે અને તેની EMD તથા અન્ય શરતો અલગ અલગ હોઈ શકે છે. આથી બોલી લગાવતા પહેલા સંબંધિત સંપત્તિની હરાજી સંબંધિત નોટિસ જરૂરી વાંચવી જોઈએ. તેમાં અપાયેલી જાણકારી અને નિયમો બરાબર સમજી લેવા.
વિગતો કઈ રીતે તપાસવી
પીએનબી સહિત અન્ય બેંકોની ઈ હરાજીવાળી પ્રોપર્ટી વિશે તમે BAANKNET પોર્ટલ પર જઈને વિગતો મેળવી શકો છો. જે સરકારી બેંકોની સંપત્તિની હરાજી માટે બનાવવામાં આવેલું એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. આ પોર્ટલ પર જઈને તમે પ્રોપર્ટી કે ઓક્શન સર્ચનો વિકલ્પ જુઓ અને ત્યારબાદ પંજાબ નેશનલ બેંક સિલેક્ટ કરો.
નોટિસ ચકાસવી કેમ જરૂરી
આ નોટિસમાં પ્રોપર્ટીનું લોકેશન, રિઝર્વ પ્રાઈસ, EMD, બોલી લગાવવાની છેલ્લી તારીખ અને પ્રોપર્ટના કબજા સંબંધિત જાણકારી આપવામાં આવે છે. આ ઉપરાંત ખરીદારો પીએનબીની ઓફિશિયલ વેબસાઈટ ઉપર પણ હરાજી સંબંધિત નોટિસ જોઈ શકે છે. બોલી લગાવતા પહેલા એ જાણવું જરૂરી છે કે સંબંધિત પ્રોપર્ટીનું લિસ્ટિંગ નવી છે અને 26 નવેમ્બર 2026ની હરાજી સંલગ્ન છે.
કઈ રીતે ભાગ લઈ શકો
પોર્ટલ પર રજિસ્ટ્રેશન
સૌથી પહેલા તમે BAANKNET પોર્ટલ પર જાઓ અને ત્યાં તમારો મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી દ્વારા બોલી લગાવવા માટે એકાઉન્ટ ક્રિએટ કરો. ત્યારબાદ જરૂરી કેવાયસી વગેરે પ્રોસેસ પૂરી કરો.
પ્રોપર્ટીની પસંદગી કરો
તમારે જે મકાન કે દુકાન માટે બોલી લગાવવી હોય તેની પસંદગી કરો. સંબંધિત પ્રોપર્ટીની નોટિસ જરૂર વાંચો અને બધી ટર્મ્સ અને કન્ડિશન્સ સમજી લો.
EMD જમા કરાવવી
ઈએમડી એટલે કે અર્નેસ્ટ મની ડિપોઝીટ...આ એક એવી રકમ છે જે હરાજીમાં ભાગ લેવા માટે પહેલા જમા કરવાની હોય છે. દરેક પ્રોપર્ટી માટે EMD ની રકમ અલગ અલગ હોઈ શકે છે. ચૂકવણી નોટિસમાં અપાયેલા નિર્દેશો મુજબ કરવી.
આ મેઈનબોર્ડ IPOને મળ્યો જોરદાર રિસ્પોન્સ, 17 ગણાથી વધુ થયો સબસ્ક્રાઇબ, ગ્રે માર્કેટમાં પણ નફાના સંકેત
હરાજીની શરતો
- હરાજીની તમાં શરતો અને નિયમોનું ધ્યાનથી અધ્યયન કરો. ત્યારબાદ જરૂરી ઔપચારિકતા પૂરી કરીને નિર્ધારિત સમય પહેલા અરજી જમા કરાવો.
- ઓનલાઈન બોલી લગાવો
- હરાજીના નિર્ધારિત સમયે પોર્ટલમાં લોગઈન કરો અને તમારી બોલી લગાવો. બોલી રિઝર્વ પ્રાઈસથી શરૂ થાય છે.
- જો તમને પ્રોપર્ટી ન મળે તો જમા કરાયેલી EMD પાછી કરવાની પ્રોસેસ હરાજીની શરતો મુજબ થશે. આ માટે પહેલા એ જાણવું જરૂરી છે કે પૈસા પાછા મેળવવા માટે કોઈ અલગ પ્રોસેસ કરવાની છે કે નહીં.
બેંક હરાજીમાં ઓછા ભાવે પ્રોપર્ટી મળે છે?
બેંકની હરાજીમાં તમને બજાર ભાવથી ઓછા ભાવે ઘર, ફ્લેટ કે દુકાન ખરીદવાની તક મળી શકે છે. પરંતુ એ સમજી લેવું કે બધી પ્રોપર્ટી ઓછા ભાવે જ મળશે એ જરૂરી નથી. હરાજીમાં પ્રોપર્ટીની એક શરૂઆતી કિંમત નક્કી હોય છે જેને રિઝર્વ પ્રાઈસ કહે છે. જો કોઈ પ્રોપર્ટી ખરીદવા માટે અનેક લોકો બોલી લગાવે તો તેની કિંમત વધી શકે છે. આથી બોલી લગાવતી વખતે તે વિસ્તારમાં રહેલી અન્ય સમાન પ્રોપર્ટીના ભાવની સરખામણી કરી લેવી જોઈએ. ખરીદારોએ કુલ ખર્ચનો પણ હિસાબ લગાવવો જોઈએ. જેમાં સ્ટેમ્પ ડ્યૂટી, રજિસ્ટ્રી, વકીલની ફી, મરમ્મત, અને વીજળી પાણીના બાકી બિલ વગેરે જેવા ખર્ચા સામેલ કરવા જોઈએ.
શું આ એક સારો વિકલ્પ છે?
- જે ખરીદારો પાસે પૂરતા પૈસા હોય અને જે લોકો પ્રોપર્ટીના દસ્તાવેજોની તપાસ કરી શકતા હોય તેમના માટે બેંકની હરાજી એક સારો વિકલ્પ બની શકે છે.
- જેમાં તેમને અલગ અલગ શહેરોમાં મકાન, ફ્લેટ, અને દુકાનો ખરીદવાની તક મળી શકે છે.
- જો કે પહેલીવાર પ્રોપર્ટી ખરીદતા લોકોએ સાવધાની વર્તવી જોઈએ.
- જો પ્રોપર્ટીના માલિકી હક અંગે વિવાદ હોય અને તેના પર કોઈ કોર્ટ કેસ ચાલતો હોય કે જૂના બિલ બાકી હોય તો ખરીદારને પરેશાની પણ થઈ શકે.
(Disclaimer: પ્રિય વાંચકો આ લેખ ફક્ત સામાન્ય જાણકારી છે. Z 24 કલાક તેની કોઈ પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે તમે BAANKNET પોર્ટલ પર જઈને માહિતી મેળવી શકો છો.)